Book Title: Apunarbandhak Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ ફળ છે. તેથી આ શાંત અને ઉદાત્ત પ્રકૃતિવાળા અપુનર્બન્ધક આત્માઓ જ યોગને ઉચિત છે. યોગબિન્દુ ગ્રંથમાં આ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે-મહાસમુદ્રના ક્ષોભથી નદીના(પાણીના) આપૂરણ(આગમન)નો ઉપસંહાર થવાના કારણે વેલાવલન(જલની વૃદ્ધિનું વ્યાવર્તન)ની જેમ; જેની પ્રકૃતિનો અધિકાર (પુરુષનો અભિભવ કરવાનો અધિકાર) નિવૃત્ત થયો છે એવા પુરુષ(આત્મા)ને; તે પ્રતિશ્રોતગામી હોવાથી દરરોજ વધતો યોગ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નદીના પૂરનો ઉપસંહાર થવાથી જેમ ભરતીની વ્યાવૃત્તિ(ઓટ) દરરોજ પ્રવર્તે છે તેમ પ્રતિશ્રોતગામી હોવાથી નિવૃત્તપ્રકૃત્યધિકાર (પ્રકૃતિના અધિકારની નિવૃત્તિવાળા) પુરુષને વધતો યોગ પ્રવર્તે છે. ૧૪-૧પ * અપુનર્બન્ધક આત્માને જે યોગ માન્યો છે તે દ્રવ્યયોગ છેએ જણાવાય છે. સમ્યગ્દર્શનાદિને પામેલા આત્માઓને જે યોગ પ્રાપ્ત થાય છે તે ભાવયોગસ્વરૂપ એ યોગ નથી તે જણાવાય છે तत् क्रियायोगहेतुत्वाद् योग इत्युचितं वचः । मोक्षेऽतिदृढचित्तस्य भिन्नग्रन्थेस्तु भावत: ॥१४-१६।। “યિાસ્વરૂપ યોગનું કારણ હોવાથી તે યોગ છે તેથી તે વચન ઉચિત છે. મોક્ષમાં અત્યંત દૃઢચિત્તવાળા એવા ગ્રંથિભેદ કરનારા આત્માઓને તો ભાવયોગ હોય છે.'- આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે, અપુનર્બન્ધદશાને પામેલા શાંત અને ઉદાત્ત આત્માઓનું દેવપૂજારિરૂપ અનુષ્ઠાન, સદાચારસ્વરૂપ ક્રિયાયોગનું કારણ હોવાથી યોગ છે. આ વચન ઉચિત છે. કારણ કે અપુનર્બન્ધક આત્માઓને દ્રવ્યયોગ હોય છે. ભવિષ્યમાં ભાવનું DF\DS|DF\S|D]D] | D A,DEESE|D]B5|DF\SqDF\E

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64