Book Title: Apunarbandhak Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ યોગશાસ્ત્રકારે જણાવેલા-‘મોક્ષની સાથે જોડી આપે તેને યોગ કહેવાય છે.’-આ વચનથી પૂર્વે જણાવેલા શાંતોદાત્તત્વગુણવાળા અપુનર્બન્ધક આત્માને બીજા દાર્શનિકો યોગ માને છે, તેનું કારણ એ છે કે તેઓ પ્રતિશ્રોતગામી હોય છે. ઈન્દ્રિય અને કષાયને અનુકૂળ એવી વૃત્તિ(વર્તન)ને અનુશ્રોત કહેવાય છે તેમ જ ઈન્દ્રિય અને કષાયને પ્રતિકૂળ એવી વૃત્તિને પ્રતિશ્રોત કહેવાય છે. પાંચ ઈન્દ્રિયોના શબ્દાદિ અનુકૂળ વિષયોની ઈચ્છા, તેનો પરિભોગ અને તેમાં રતિ વગેરે અનુશ્રોત છે તેમ જ શબ્દાદિ પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ, તેનો પરિહાર અને તેમાં અતિ વગેરે પણ અનુશ્રોતગામિતા છે. આવી જ રીતે ક્રોધાદિ કષાયોને આધીન બનીને કરાતી પ્રવૃત્તિ કે નિવૃત્તિ પણ અનુશ્રોત છે. તેનાથી તદ્દન વિપરીત વૃત્તિને પ્રતિશ્રોત કહેવાય છે. એ પ્રતિશ્રોતવૃત્તિને લઈને શાંત અને ઉદાત્ત આત્માઓને અન્ય દર્શનકારો યોગ માને છે. અનાદિકાળથી કર્મપરવશ આત્માને અનુશ્રોતને અનુસરવાની વૃત્તિ હોવાથી યોગની પ્રાપ્તિ થતી ન હતી. અનુશ્રોતગામિતાનો ત્યાગ કરી આત્મા જ્યારે પ્રતિશ્રોતગામી બને છે ત્યારે તેને યોગની પ્રાપ્તિ થાય છે. યોગની પ્રાપ્તિમાં અનુશ્રોતગામિતા પ્રતિબન્ધક છે. પરંતુ વિચિત્રતા એ છે કે અનુશ્રોતગામીને એનો ખ્યાલ પણ આવતો નથી. કોઈ એ વિષયમાં ધ્યાન દોરે તો પ્રાય: ગમે જ નહિ. આવા સંયોગોમાં એવા આત્માઓને પ્રતિશ્રોતગામી બનાવવાનું કાર્ય કઠિન બને છે. ભવનિસ્તારક પૂ. ગુરુદેવશ્રીના પાવનપરિચયે અનુશ્રોતગામિતાની ભયંકરતાનો જ્યારે મુમુક્ષુને ખ્યાલ આવે છે ત્યારે આ શાંત અને ઉદાત્ત આત્માને પ્રતિશ્રોતગામિતાની પ્રાપ્તિ થાય છે અને ત્યાર પછી દરરોજ એ શુભપરિણામની વૃદ્ધિ થાય છે, જે યોગનું UDD DDCCC/ [763 ૨૭ 667 nnnnnn DDDDDD

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64