Book Title: Apunarbandhak Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ योजनाद् योग इत्युक्तो मोक्षेण मुनिसत्तमैः । स निवृत्ताधिकारायां प्रकृतौ लेशतो ध्रुवः ॥१४- १४ || ‘‘મોક્ષની સાથે આત્માને જોડી આપતો હોવાથી તેને (ઊહને) મહર્ષિઓએ યોગ કહ્યો છે. તે યોગ; પુરુષનો અભિભવ કરવા સ્વરૂપ અધિકાર જેમાંથી દૂર થયો છે એવી પ્રકૃતિ હોતે છતે અંશત: નિશ્ચિત હોય છે.’’–આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે યોગનું સ્વરૂપ વર્ણવતાં મુનિઓમાં શ્રેષ્ઠ એવા મહર્ષિઓએ જણાવ્યું છે કે મોક્ષની સાથે આત્માને જે જોડી આપે છે તે સમ્યજ્ઞાનાદિને યોગ કહેવાય છે. અપુનર્બન્ધક આત્માઓને પ્રાપ્ત થયેલ ઊહ (વિચારણા) મોક્ષની સાથે કાલાન્તરે આત્માને જોડી આપે છે તે કારણથી તેને પણ મહર્ષિઓએ યોગ કહ્યો છે. એ યોગની પ્રાપ્તિ માટે પ્રકૃતિનો પુરુષ ઉપરનો અધિકાર નિવૃત્ત થવો જોઈએ. આશય એ છે કે અનાદિકાળથી પુરુષઆત્માનો પ્રકૃતિ-કર્મના કારણે અભિભવ થતો જ આવ્યો છે. અનંતગુણોનો સ્વામી હોવા છતાં આપણો આત્મા આજ સુધી કર્મનાં આવરણોથી અભિભૂત(દબાયેલો) છે. અજ્ઞાનાદિને પરવશ બની નિત્ય કર્મથી અભિભવ પામવાનો જાણે આત્માનો સ્વભાવ જ ન હોય એવી પરવશ સ્થિતિનો આપણે અનુભવ કરતા આવ્યા છીએ. અજ્ઞાનતિમિરને હરનારા ભવનિસ્તારક પૂ. ગુરુદેવના પરિચયાદિથી આત્મસ્વરૂપનો વાસ્તવિક પરિચય થવાથી કર્મની આધીનતાને દૂર કરી આત્મા કર્મથી અભિભૂત ન થાય ત્યારે પ્રકૃતિ(કર્મ)નો પુરુષ(આત્મા) ઉપરનો એ અધિકાર વ્યાવૃત્ત થાય છે. આવી સ્થિતિમાં પ્રકૃતિને વ્યાવૃત્ત-નિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ કહેવાય છે. તેવા પ્રકારની નિવૃત્તાધિકાર પ્રકૃતિ હોતે છતે આત્માને મોક્ષપ્રાપક E DEEEEEE ૨૫ 677

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64