________________
આવી વિચારણાથી તે આત્માને વિચારણીય વિષયમાં કોઈ નિર્ણય થઈ શક્તો નથી. પરંતુ શાંત અને ઉદાત્ત આત્માને એવું બનતું નથી. ઉપરથી એ આત્માઓને વિશેષ જાણવાની ઈચ્છાથી વિચારણીય વિષયમાં ઉજજ્વળ એવો ઊહ(વિચારણા) પ્રાપ્ત થાય છે, જે શુદ્ધનિશ્ચયનું કારણ બને છે.
તત્ત્વનિશ્ચય સુધી પહોંચવાનો એ એક જ માર્ગ છે. તત્ત્વ(આત્મસ્વરૂપ)ને પામવા માટે તત્ત્વનો નિર્ણય કરવાનું ખૂબ જ આવશ્યક છે. અધશ્ચરા તત્ત્વનિર્ણયથી તત્ત્વઝામિ શક્ય બનતી નથી. તત્ત્વજિજ્ઞાસા, તત્ત્વનો નિર્ણય અને તત્વની પ્રાપ્તિના ક્રમમાં તત્ત્વજિજ્ઞાસા મૂળસ્થાને છે. આજના ધર્મીવર્ગમાં કવચિત જ તે જોવા મળતી હોય છે. સાચી તત્ત્વજિજ્ઞાસાને પ્રગટાવવાના બદલે એની જાણે જરૂર જ નથી એવું વર્તન જ્યારે જોવા મળે ત્યારે કેટલી હદે પરિસ્થિતિ ખરાબ થઈ છે : એનો ખ્યાલ આવે છે. ગ્રંથકાર પરમર્ષિએ જણાવેલી વાત ખૂબ જ શાંત ચિત્તે વિચારવાની આવશ્યકતા છે. સાચી જિજ્ઞાસા તત્ત્વવિચારણા માટે અત્યંત ઉપયોગી સાધન છે. એક વાર વસ્તુતત્ત્વનો નિશ્ચય થઈ જાય તો તત્ત્વને પામવાનું ખૂબ જ સરળ બને છે. શાંત અને ઉદાત્ત આત્માઓની આત્મપરિણતિ જ એવી હોય છે કે તેમને વિશેષ જિજ્ઞાસાને લઈને સહજ રીતે જ ભવવિયોગના વિષયમાં શુદ્ધનિયમાનુસારી ઊહ પ્રાપ્ત થાય છે. ૧૪-૧૩ી
ઉપર જણાવ્યા મુજબ શાંત અને ઉદાત્ત આત્માઓને ભવના વિયોગના વિષયમાં પણ શુદ્ધ નિયાનુસારી ઊહ (વિચારણા) પ્રામ થાય છે અને તેથી તેમને જે સિદ્ધ થાય છે –તે જણાવાય છે