________________
યોગની અંશતઃ પ્રાપ્તિ ચોક્કસ થતી હોય છે.
અશાતાવેદનીયાદિ કર્મનો આત્મા જે રીતે પ્રતીકાર કરે છે; એ રીતે મોહનીયાદિ કર્મનો પ્રતીકાર કરવામાં આવે તો પ્રકૃતિ નિવૃત્તાધિકાર બન્યા વિના નહિ રહે. પરંતુ એ રીતે મોહનીયાદિકર્મનો પ્રતીકાર કરવાનું ધારીએ છીએ એટલું સહેલું નથી. વાતવાતમાં કર્મપરવશ બનનારા માટે એ શક્ય નથી. શાંત અને ઉદાત્ત પ્રકૃતિ(સ્વભાવ)વાળા આત્માઓનો, પ્રકૃતિનો અધિકાર અંશતઃ નિવૃત્ત થતો હોવાથી અંશત: યોગની પ્રાપ્તિ તેમને થાય છે. નિષ્કર્મસ્વભાવવાળા આત્માને કર્મપરવશતા કોઈ પણ રીતે દૂર કર્યા વિના ચાલે એવું નથી. પ્રકૃતિની નિવૃત્તાધિકારિતા માટે એ અનિવાર્ય છે. પ્રકૃતિ(કર્મ)નો આત્મા(પુરુષ) ઉપરનો અધિકાર દૂર થયા વિના આત્માને અંશતઃ પણ યોગની પ્રાપ્તિ થતી નથી. કર્મ(પ્રકૃતિ)નો અધિકાર દૂર કરવા માટે આત્માનું બળ વધારવું પડશે. અશાતાના પ્રતીકાર વખતે આત્માના બળને આપણે સૌ વધારતા જ હોઈએ છીએ. એવો જ પુરુષાર્થ મોહનીયાદિકર્મના પ્રતીકાર માટે કરવામાં આવે તો કર્મનો પુરુષ ઉપરનો અધિકાર ચોક્કસ જ દૂર થશે. ૧૪-૧૪
****
અન્યદર્શનકારો અપુનર્બન્ધકદશામાં જે કારણે યોગને ઈચ્છે છે તે જણાવાય છે.
गोपेन्द्रवचनादस्मादेवंलक्षणशालिनः ।
परैरस्येष्यते योगः प्रतिश्रोतोऽनुगत्वतः ॥१४- १५।। “આ ગોપેન્દ્રવચનથી આવાં(પૂર્વોક્ત) લક્ષણ(ગુણ)વાળા
આત્માને પ્રતિશ્રોતાનુગામિતાને લઈને બીજા દર્શનકારો યોગ માને
છે.’’-આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે
@p DO
PED
૨૬
可可 D DO DO DO DO DO DDDDD//// CCC