________________
ગુણસ્થાનકે યોગપ્રાપ્તિની વિવક્ષા કરાતી જ નથી.
જ
યોગબિન્દુના શ્લોક નં. ૨૦૯ માં ઉપર જણાવ્યા મુજબ અપુનર્બન્ધક દશામાં મુખ્ય યોગપૂર્વસેવાને ઉદ્દેશીને જે યોગની વાત જણાવી છે; તે તો સમ્યદૃષ્ટિ આત્માઓને નૈગમનયની અપેક્ષાએ શુદ્ધિપ્રકર્ષ હોય છે એ જણાવવા માટે અપુનર્બન્ધકોની વિશેષતાને જણાવનારી છે. અન્યથા ચોથા ગુણસ્થાનકે પણ વ્યવહારનયની અપેક્ષાએ માત્ર દ્રવ્યથી જ યોગને વર્ણવવામાં આવે તો અપુનર્જન્ધક આત્મા અને સમ્યદૃષ્ટિ આત્મા : એ બેમાં યોગની વિશેષતા જણાશે નહિ. સંક્ષેપમાં સમજવું હોય તો એમ સમજવું કે અપુનર્બન્ધક આત્માઓની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ આત્માઓને યોગની પ્રાપ્તિ થાય છે અને અપુનર્બન્ધક આત્માઓને મુખ્ય યોગપૂર્વસેવા હોય ત્યારે યોગના કારણભૂત યોગની પ્રાપ્તિ થાય છે. નૈગમનય પરિસ્થર હોવાથી વક્તાની તે તે અપેક્ષાને ધ્યાનમાં રાખી સર્વ પદાર્થોનો અભ્યુપગમ કરાવે છે. તેથી બુદ્ધિમાનોએ ખૂબ જ ઉપયોગપૂર્વક અહીં જણાવેલી વાતનો વિચાર કરવો જોઈએ. અન્યથા ખૂબ જ સ્પષ્ટ રીતે પૂર્વાપરધનમાં વિરોધ જણાયા વિના નહીં રહે. પૂર્વાપરથનનો તે તે અપેક્ષાએ વિચાર કરવાથી ગ્રન્થકારશ્રીના આશયને સારી રીતે સમજી શકાશે. ॥ ૧૪-૧૮૫
આ પૂર્વે જણાવેલા યોગના વિષયમાં જ એની પારમાર્થિકતા જે રીતે સંગત થાય છે, તે જણાવાય છેएतन्निश्चयवृत्त्यैव यद्योगः शास्त्रसंज्ञिनः ।
त्रिधा शुद्धादनुष्ठानात् सम्यक्प्रत्ययवृत्तितः ॥१४- १९॥ ગ્રન્થિનો ભેદ જેણે કરી લીધો છે એવા આત્માને ભાવથી
DECE
CCEEDED
૩૫ 06797690 ]