________________
શ્લોકના ઉત્તરાર્દુમાં જણાવ્યું છે કે જેમ દૂધમાં લીમડાનો રસ પડવાથી દૂધનો સ્વભાવ તિરોહિત (અંતહિત-દબાય) થાય છે અને લીમડાનો રસ પ્રગટ થાય છે, તેમ આત્માનો અનંતસુખમય સ્વભાવ સંસારના કારણે તિરોહિત થાય છે અને સંસારનો ફલેશ પ્રગટ થાય છે. મોટા વિરોધી-સ્વભાવવાળાના કારણે અલ્પાંશનો અભિભવ થાય છે એ આપણા અનુભવની વાત છે. તેથી જ જ્યારે આત્મસ્વભાવ પ્રબળ હોય છે ત્યારે તેના વડે ફલેટાનો અભિભવ કરી શકાય છે; આથી સ્પષ્ટ છે કે સંસારની પ્રબળદશામાં ફલેશ વડે આત્માનો અભિભવ થવામાં કોઈ પણ પ્રકારની અનુપત્તિ નથી.
આ રીતે શાંત અને ઉદાત્ત આત્માઓ બીજ, સ્વરૂપ અને ફળને આશ્રયીને ભવના વિષયમાં વિચારણા કરે છે. ભોગી માણસો, કાન્તાદિ સંબંધી ગીતાદિના વિષયમાં જે રીતે રસપૂર્વક વિચારણા કરે છે, તે રીતે શાંત અને ઉદાત્ત આત્માઓ ભવના વિષયમાં વિચારતા હોય છે. વિદ્વાન એવા ભોગી જનોની, કાંતા-વલ્લભાદિનાં ગીત અને પાદિ સંબંધી વિચારણાનો જેમને ખ્યાલ છે તેઓને શાંત અને ઉદાત્ત આત્માઓની ભવના વિષયમાં વિચારણા કેવી હોય છે તે સમજાવવાની આવશ્યકતા નથી. આવી વિચારણા વિના યોગની પૂર્વસેવા પણ જે તાત્વિક ન બને તો આપણી આજની ધર્મક્રિયાથી શું થશે-એ ગંભીરતાપૂર્વક વિચારવાનું ખૂબ જ આવશ્યક છે... (૧૪-૧રા
શાંત અને ઉદાત્ત આત્માઓ માત્ર ભવના વિષયમાં જ વિચારે છે એવું નથી, પરંતુ ભવવિયોગના વિષયમાં પણ તેઓ વિચારે છેતે જણાવાય છે
DEPETITLED AND DEFINITENDED GEEGORGEOULOSONG