Book Title: Apunarbandhak Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ ભવસ્વરૂપને આશ્રયીને ભવના વિષયની વિચારણા કહેવાય છે. શાંત અને ઉદાત્ત આત્માને આ ભવસ્વરૂપની વિચારણા જ કાલાન્તરે ભવનો ઉચ્છેદ કરાવનારી બનતી હોય છે. આ સંસારની દુઃખરૂપતા સમજવાનું ખૂબ જ કપરું છે. એક વખત જો એ પરમાર્થથી સમજાય નો તેનાથી છૂટવાનું ખૂબ જ સરળ છે. ૧૪-૧૧ * * * ભવના ફળને આશ્રયીને જે રીતે ઊહ-વિચારણા પ્રવર્તે છે તેનું વર્ણન કરાય છે फलं भवस्य विपुल: क्लेश एव विजृम्भते। न्यग्भाव्यात्मस्वभावं हि पयो निम्बरसो यथा ॥१४-१२॥ જેમ દૂધને તિરોહિત કરીને લીમડાનો રસ પ્રગટ થાય છે તેમ આત્માના સ્વભાવને (શુદ્ધજ્ઞાન-દર્શન-સુખાદિસ્વરૂપ સ્વભાવને) તિરોહિત કરીને સંસારના ફળ સ્વરૂપે વિપુલ એવો ફલેશ જ પ્રગટ થાય છે.”-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ સંસારનું સ્વરૂપ દુઃખથી ગહન જ છે. પુણ્યના યોગે સામાન્યથી સુખમય જણાતા પણ સંસારમાં જન્મ, જરા અને મૃત્યુનું દુઃખ તો અનિવાર્ય જ છે. આ સંસારનો ઉચ્છેદ થાય નહિ તો તેના ફળસ્વરૂપે વિપુલ પ્રમાણમાં ફલેશનો જ આવિર્ભાવ થાય છે. સંસારનું સ્વરૂપ જેમ કલેશ છે તેમ તેનું કાર્ય પણ ફલેશ જ છે. અનુબંધવિશેષની અનવરત ચાલતી પરંપરાને લઈને ખૂબ જ વિસ્તારવાળો ફ્લેશ છે. સંસારનું કાર્ય ફ્લેશ જ છે. સુખનો લેશ પણ એમાં નથી : એ શ્લોકમાંના અવાજકારાર્થક જીવ)નો અર્થ છે. આત્માનો સ્વભાવ એકાંતે સુખનો હોવાથી તેમાં આ રીતે ફલેશનો આવિર્ભાવ કઈ રીતે થાય-આવી શંકાના સમાધાન માટે Gિ]|\SF,DF\ 5|DF\EW 20 MEGDEESE ESSE) DIPDિS) Dિ

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64