________________
કે સર્વથા અભિન્ન છે-આ વિકલ્પમાં ઉપર જણાવ્યા મુજબનાં જ દૂષણો યથાવત્ છે. તેથી પ્રકૃતિને આત્માથી કથંચિ ભિન્નભિન્ન માનવી જોઈએ. એથી કથંચિભેદભેદસ્વરૂપ શબલતાને માનવામાં જ ઔચિત્ય છે. એનાથી જ સર્વવ્યવહાર સદ્ગત થાય છે.
આ પ્રમાણેની વિચારણાને, હેતુને આશ્રયીને કરાતી વિચારણા કહેવાય છે. આત્માથી કથંચિભિન્નભિન્ન એવી કર્મપ્રકૃતિના યોગે આ સંસાર છે. સંસારનું મુખ્ય કારણ કર્મ છે. કોઈ પણ જાતના ઉપચાર વિનાના એ કારણને લઈને આત્માનો આ અનાદિકાળનો સંસાર છે. કર્મનો યોગ ન હોય તો કોઈ પણ જાતનાં નિમિત્તે આત્માને સંસારમાં રાખી શકતા નથી...ઈત્યાદિની વિચારણા ભવબીજની વિચારણા છે. શાંત અને ઉદાત્ત આત્માઓ ભવના કારણની વિચારણા કરવામાં તત્પર હોય છે. યોગબિન્દુ ગ્રંથમાં ભવબીજની વિચારણા(હ)ના વિષયમાં થોડી બીજી રીતે જણાવ્યું છે. જિજ્ઞાસુઓએ એ, તે ગ્રંથના અધ્યયનથી જાણી લેવું જોઈએ. અહીં તો ‘દ્વાત્રિશ દ્વાર્વિશિકાનું વિવરણ કરવાનું તાત્પર્ય હોવાથી તેનું વર્ણન કર્યું નથી... |૧૪-૧ળા.
ભવના સ્વરૂપને આશ્રયીને ભવના વિષયમાં જે રીતે વિચારણા કરાય છે તે જણાવાય છે
भवोऽयं दुःखगहनो जन्ममृत्युजरामयः । अनादिरप्युपायेन पृथग्भवितुमर्हति ॥१४-११॥
જન્મ, જરા અને મૃત્યુમય તેમ જ દુઃખગહન આ સંસાર અનાદિનો હોવા છતાં ઉપાયથી જુદો થઈ શકે છે.”-આ પ્રમાણે કાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે આ પ્રત્યક્ષ જણાતો
@DIF\ E[\D] D]DFણિણિ િવ ESPDિ]D]D]D]EBD GUUGVCLOGGGGGL SUGG///BUDDGE