Book Title: Apunarbandhak Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ સંસારસ્વરૂપ ભવની વિચારણા શક્ય બને છે. જીવને દરેક સમયે સુખની ઝંખના હોવા છતાં તે આજ સુધી મળ્યું નથી અને દુ:ખના નાશ માટે અવિરત પ્રયત્ન હોવા છતાં તે નાશ પામ્યું નથી. આવી સ્થિતિને સંસારમાં જોયા પછી તેનાં કારણાદિ જાણવા માટે તે વિચારણા કરે છે. આથી સમજી શકાશે કે આજની આપણી સ્થિતિ કેટલી વિચિત્ર છે. પ્રામાણિકપણે જો કહેવાનું થાય તો કહેવું પડે કે એવી વિચારણા આજ સુધી સ્વપ્ને પણ થઈ નથી. એ આત્માઓની ધાર્મિક પ્રવૃત્તિની અપેક્ષાએ આપણી ધાર્મિકપ્રવૃત્તિ પ્રમાણમાં વધારે છે. પરંતુ તે આત્માની શાન્તોદાત્તતા આપણી અપેક્ષાએ ખૂબ જ ચઢિયાતી છે-એમાં ના પાડી શકાય એમ નથી. શાંતોદાત્ત આત્માની ભવસંબંધી વિચારણા એ એક અદ્ભુત સિદ્ધિ છે. ભવની વિચારણા આમ જોઈએ તો બધા જ કરે છે. પરંતુ એમાં અને આમાં તદ્દન જ વિલક્ષણતા છે. શાન્તોદાત્ત આત્માની સંસારસંબંધી વિચારણા તેનાથી છૂટવા માટે છે અને બીજાની વિચારણા તેમાં સુખી થવા માટેની છે. સંસારનું કારણ કયું છે, સંસારનું સ્વરૂપ કેવું છે અને સંસારનું ફળ કયું છે-આને આશ્રયીને શાંતોદાત્ત આત્મા ભવસ્વરૂપની (ભવસંબંધી) વિચારણા કરે છે... ૫૧૪-૯॥ **** એમાં ભવના કારણની વિચારણા જે રીતે કરાય છે તે જણાવાય છે भेदे हि प्रकृतेनैक्यमभेदे च न भिन्नता । आत्मनां स्यात्स्वभावस्याप्येवं शबलतोचिता ॥१४- १०॥ ‘‘પ્રકૃતિથી આત્મા એકાંતે ભિન્ન હોય તો આત્માઓનું ઐક્ય (સંસારસ્વરૂપ ફળની અપેક્ષાએ એકરૂપતા) ઘટી શકશે નહિ અને ૧૭) વ ) GOOGL EDULE

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64