________________
સાતમા શ્લોકમાં જણાવ્યું હતું કે અપુનર્બન્ધકોને ઉચિત એવી કલ્યાણકારિણી પ્રકૃતિને લઈને આત્મા શાંત અને ઉદાત્ત બને છે. આ શ્લોકના પૂર્વાર્ધથી તેનું સ્વરૂપ વર્ણવતાં જણાવ્યું છે કે ક્રોધ, માન અને માયાદિ કષાયોથી જે પીડાતા નથી તેઓ શાંત છે અને ઉત્તરોત્તર વિશુદ્ધ અનુષ્ઠાનને પ્રાપ્ત કરવાનો જેનો આશય છે તે મહાન આશયવાળા ઉદાત્ત છે. દશમા ગુણસ્થાનક સુધી કષાયનું અસ્તિત્વ હોવાથી સર્વથા કષાયરહિત અવસ્થાનો તો અહીં સંભવ નથી. પરંતુ તેના અસ્તિત્વમાં પણ તે પીડે નહિ : એ બની શકે છે. શરીરમાં રોગની એવી ઉત્કટ માત્રા ન હોય તો રોગ હોવા છતાં તે શરીરને પીડતો નથી. એવી રીતે ક્રોધાદિ કષાયની માત્રા પણ ઉત્કટ ન હોય તો ક્યાયો આત્માને પીડાકર બનતા નથી. કષાયો હોય એની ના નહિ, પરંતુ તે જ્યારે પીડા કરે ત્યારે ખૂબ જ દારુણ સ્થિતિને સર્જે છે. એવી સ્થિતિમાં તાત્ત્વિક ક્રિયા કોઈ પણ રીતે શક્ય નથી.
ક્રોધાદિ કષાયોથી બાધિત ન હોય તો આત્માને ઉત્તરોત્તર અધિકગુણસંપન્ન અનુષ્ઠાનને પ્રાપ્ત કરવા માટે સહેજે મન થતું હોય છે. તેથી જ તેઓને મહાશય તરીકે વર્ણવાય છે. આવા શાંત અને ઉદાત્ત આત્માને ગુર્વાદિપૂજાસ્વરૂપ તાત્ત્વિક યોગપૂર્વસેવા પ્રાપ્ત થતી હોય છે, જેથી કાલાન્તરે તે યોગની પ્રાપ્તિમાં કારણ બનતી હોય છે. તાત્ત્વિક જ કારણ કાર્યસાધક બને છે-એ સમજી શકાય છે.
શાન્તાદાત્ત આત્માને તાત્ત્વિક યોગપૂર્વસેવાથી જેના દ્વારા યોગની પ્રાપ્તિ થતી હોય છે, તે જણાવતાં શ્લોકના ઉત્તરાદ્ધમાં ફરમાવ્યું છે કે આ શાંત અને ઉદાત્ત આત્મા ભવસંબંધી કારણ, સ્વરૂપ અને ફળને આશ્રયીને વિચાર કરે છે. શાંત અને ઉદાત્ત આત્માને સહજપણે જ વિષય-કષાયની મંદતા થતી હોવાથી તેને આ
D]D]ES]D]D\ટિPિDF
DEEPE|DFDિED Dિ