________________
થનારી ગુર્વાદિપૂજા વગેરે સ્વરૂપ ક્રિયા પણ વિકલ્પ-વિપર્યાસથી ઉત્પન્ન થયેલી હોય છે. (તાત્ત્વિક નથી.)' -આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે, કામશાસ્ત્રના પ્રણેતા વાત્સ્યાયને રૂપ, વય, વૈચક્ષણ્ય, સૌભાગ્ય, માધુર્ય અને ઐશ્વર્યને ભોગસાધન તરીકે વર્ણવીને રૂપ, વય અને શ્રીમતતાને પ્રધાન(મુખ્ય) ભોગસાધન તરીકે વર્ણવ્યાં છે. સામાન્ય રીતે મુખ્ય ભોગસાધનની અપેક્ષાએ વિચારીએ તો સમજાશે કે દરિદ્ર(શ્રીમંતતાના અભાવવાળા) માણસને ભોગસાધન સ્ત્રી વગેરેની પ્રાપ્તિ જ થતી નથી. યૌવનવયના અભાવે વૃદ્ધાદિ અવસ્થામાં ભોગની અશક્તિ હોવાથી ભોગની પ્રાપ્તિ થતી નથી. અને ભોક્તા કુરૂપ હોય તો સુરૂપ સ્ત્રી વગેરેમાં અત્યંત રાગ તેમ જ સામા પાત્રને પોતાની પ્રત્યે સારો ભાવ હશે કે નહિ-એવી આશંકા રહ્યા કરે છે. આવી સ્થિતિમાં ભોગની ક્રિયા હોવા છતાં તે સુખનું કારણ ન બનવાથી તાત્વિક બનતી નથી. કારણ કે તેમાં માનની હાનિ થતી હોય છે. હું સુખી છું આવી જાતની લાગણી સ્વરૂપ માન ત્યાં રહેતું નથી. એ કારણે ઈચ્છા પૂર્ણ ન થવાથી અને ભોગની ક્રિયા ન થવાથી ભોગની પ્રવૃત્તિ અતાત્ત્વિક જ બની રહે છે. દૃષ્ટાંતનો પરમાર્થ ખૂબ જ સ્પષ્ટ છે. ભોગનાં અડ્યો-સાધનોનો અભાવ હોય તો ભોગસુખની તાત્ત્વિક પ્રાપ્તિ કોઈ પણ રીતે શક્ય નથી. કારણના અભાવે કાર્યની તાત્ત્વિક સિદ્ધિ તો ન જ હોય : એ સમજી ન શકાય એવી વાત નથી.
બસ! આવી જ સ્થિતિ ધર્મક્ષિાની પણ છે. શાંત અને ઉદાત્ત સ્થિતિ ન હોય તો ધર્મક્રિયા પણ બુદ્ધિના વિપર્યાસ(વિકલ્પ)થી ઉત્પન્ન થયેલી હોય છે, તાત્ત્વિક હોતી નથી. કારણ કે એવી ગુરુદેવાદિ
LEGEND|DF\SFDF\Ey
/ST/S/ST/SC/S0S/5d1
D\ટિટિટિટિDિF\EEDED //br/bbs///b/