________________
પૂજા વગેરે સ્વરૂપ યોગપૂર્વસેવાથી આંતરિક પ્રશમસુખનો પ્રવાહ ઉદ્ભવતો નથી. ઈન્દ્રિયો અને કષાયોના વિકારથી વિકલ જ યોગપૂર્વસેવાથી ચિત્તમાં સુખનો પ્રવાહ અવિરતપણે વહે છે. આ વાતને જણાવતાં ‘યોગબિંદુ’ ગ્રંથમાં કહ્યું છે કે-ભોગસુખના સાધનથી વિકલ અને શાંત તથા ઉદાત્ત અવસ્થાથી રહિત એવા ભોગી અને ધાર્મિક : બંન્નેનું; ભોગસુખ અને ધાર્મિક અનુષ્ઠાન : બંન્ને મૃગજળમાં જળની ભ્રાન્તિ જેવું-મિથ્યાવિકલ્પસ્વરૂપ અને પોતાની મતિકલ્પના સ્વરૂપ શિલ્પીએ નિર્માણ કરેલું છે. પરંતુ તાત્ત્વિક નથી. આથી સમજી શકાશે કે સંશ્લિષ્ટ આંતરિકપરિણતિના કારણે તેવા આત્માઓને તાત્ત્વિક અનુષ્ઠાન પ્રાપ્ત થતું નથી અને ભોગસુખના સાધનથી વિકલ હોવાથી અપાયની યોગ્યતાના કારણે એવા ભોગીને તાત્ત્વિક સુખ પ્રાપ્ત થતું નથી. પરંતુ ધન્ય આત્માને અર્થાર્ અપુનર્બન્ધક આત્માને અને ભોગાગોથી સહિત ભોગીને જ તાત્ત્વિક યોગપૂર્વસેવાની અને આભિમાનિક સુખની પ્રાપ્તિ થાય છે. 1198-611
***
આ રીતે અપુનર્બન્ધક દશાને પામેલા આત્માઓને જ તાત્ત્વિક; યોગની પૂર્વસેવા હોય છે; એ જણાવીને હવે તેના યોગે તેમને જે પ્રામ થાય છે-તે જણાવાય છે
क्रोधाद्यबाधितः शान्त उदात्तस्तु महाशयः । बीजं रूपं फलं चायमूहते भवगोचरम् ।।१४ - ९ ।। ‘ક્રોધાદિ કષાયથી બાધિત ન હોય અને મહાન આશયવાળો હોય તેને અનુક્રમે શાંત અને ઉદાત્ત કહેવાય છે. એવા શાંત અને ઉદાત્ત આત્માઓ ભવના કારણ, સ્વરૂપ અને ફળનો વિચાર કરે છે.’’-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે
D
AEEEE Gudded
p 763
૧૫
ded
D