________________
પરવશ્ચના અને વિષયની લોલુપતા વગેરે કષાયોના વિકારો છે. આવા ઈન્દ્રિયો અને ક્ષાયોના વિકારથી વિક્ત આત્માને શાન્ત’ કહેવાય છે, જેઓ ઈન્દ્રિયો અને કષાયથી પીડાતા નથી પરંતુ અવસરે ઈન્દ્રિયો અને ક્ષાયને પીડતા હોય છે. ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ અનુષ્ઠાનોમાં પ્રતિબદ્ધ (તત્પર) ચિત્તવાળા આત્માને ઉદાત્ત કહેવાય છે. શાન્તા ' અહીં કર્મધારય સમાસ હોવાથી; એક જ આત્માની એ બંને અવસ્થા સમજવાની છે.
ઈન્દ્રિયો અને કષાયોની વિદ્યમાનતામાં સામાન્યથી વિષયગ્રહણાદિની પ્રવૃત્તિ તો થવાની જ છે. પરંતુ એ વખતે તેમાં તેના વિકારો ભળવા જોઈએ નહિ. એ વિકારોથી વિકલ એવા શાન્ત આત્માઓ જ ખરી રીતે ઉચ્ચ-ઉચ્ચતર આચરણમાં બદ્ધચિત્ત બનતા હોય છે. કારણ કે પ્રાયઃ એ જાતિની બદ્ધચિત્તતામાં વિષયકષાયના વિકારો જ અવરોધક બને છે. શાન્તાત્માઓમાં એ અવરોધ ન હોવાથી ઉદાત્ત અવસ્થાને તેઓ પ્રાપ્ત કરતા હોય છે, અને તેથી અપુનર્બન્ધકોચિત સકલેશરહિત પ્રકૃતિના કારણે ચિત્તના શુદ્ધપરિણામને તેઓ પ્રાપ્ત કરે છે. ૧૪-ળા
* * * ઉપર જણાવેલી વાત વ્યતિરેકથી (નિષેધમુખે) અર્વાદ જેઓ સંશથી રહિત પ્રકૃતિને ધારણ કરતા નથી, તેમને શુદ્ધચિત્તપરિણામ પ્રાપ્ત થતા નથી- એ રીતથી જણાવાય છે
अङ्गाभावे यथा भोगोऽतात्त्विको मानहानितः । शान्तोदात्तत्वविरहे क्रियाप्येवं विकल्पजा ॥१४-८॥
“ભોગનાં અલ્ગોનો અભાવ હોય ત્યારે માનહાનિ થવાથી ભોગ જેમ અતાત્ત્વિક છે, તેમ શાંત અને ઉદાત્ત અવસ્થાના વિરહમાં