________________
પ્રયત્ન કરવામાં આવે તો યોગમાર્ગની તાત્ત્વિક રીતે આરાધના સરળ બની જાય. આપણી સાધના ગમે તેટલી ઊંચી હોય પરંતુ આપણે ઊંચા ન હોઈએ તો તેનો કશો જ અર્થ નથી. સાધકની ઊંચી અવસ્થા તેની સફ્ફફ્લેશરહિત અવસ્થાને લઈને છે. વર્તમાનમાં આરાધનાનું મૂલ્ય; તે શું કરે છે તેની અપેક્ષાએ ગણાય છે. તેની આત્મપરિણતિ કેવી છે-એ જોવાનું કે વિચારવાનું આજે લગભગ આવશ્યક ગણાતું નથી, જેના ફળ સ્વરૂપે આરાધનાનું ચિત્ર વિચિત્ર બન્યું છે. જો હજુ પણ એ અંગે ગંભીરતાપૂર્વક વિચારવામાં નહીં આવે તો કોણ જાણે ભવિષ્યમાં કેવી કરુણ સ્થિતિ સર્જાશે ? ગ્રંથકાર પરમર્ષિએ જણાવેલી તાત્ત્વિક અને અતાત્ત્વિક એવી યોગની પૂર્વસેવાનો વિચાર કરવાથી સમજાશે કે સલેશને દૂર કર્યા વિના ક્લેશથી કોઈ પણ રીતે મુક્ત નહીં જ થવાય. ૧૪-૬॥
***
યોગશાસ્ત્રપ્રસિદ્ધ અપુનર્જન્ધદશાની પ્રકૃતિના કારણે જે ગુણો પ્રાપ્ત થાય છે, તે દષ્ટાંતપૂર્વક જણાવાય છેशान्तोदात्तस्तयैव स्यादाश्रयः शुभचेतसः । धन्यो भोगसुखस्येव वित्ताढ्यो रूपवान् युवा ॥१४- ७॥ “શ્રીમંત, રૂપવાન અને યુવાન એવો ધન્ય માણસ જેમ ભોગસુખનો આશ્રય બને છે તેમ ભવિષ્યમાં કલ્યાણનું કારણ બનનારી એવી અપુનર્બન્ધક આત્માને ઉચિત પ્રકૃતિ(સ્વભાવ)થી જ શાંત એવો ઉદાત્ત આત્મા શુભચિત્તનો આશ્રય બને છે.’-આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સમજી શકાય છે કે પાંચ ઈન્દ્રિયોના શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ સ્વરૂપ વિષયોના ભોગજન્ય સુખની ગમે તેટલી
GULU DO DC/DD
૧૧
DO