Book Title: Apunarbandhak Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ પરમાર્થથી હોય છે. કારણ કે સલ્ફફ્લેશથી રહિત એવી યોગપૂર્વસેવા તેમને જ હોય છે. અપુનર્બન્ધક આત્માઓથી બીજે સમૃદ્બન્ધકાદિ આત્માઓને યોગની પૂર્વસેવા છે ખરી ! પરંતુ તે સફ્લેશથી રહિત નથી હોતી. યોગમાર્ગની સાધનામાં માત્ર યોગની પૂર્વસેવાને વિચારવાથી ચાલે એવું નથી. તે સફ્લેશથી રહિત છે કે નહિ : તેનો વિચાર કરવાનું ખૂબ જ આવશ્યક છે. રાગ-દ્વેષની પરિણતિ સ્વરૂપ સફ્લેશનો વિચાર કરવાનું લગભગ આજે બંધ થયું છે. ગુરુદેવાદિપૂજન, સદાચાર કે તપ વગેરે સ્વરૂપ યોગની પૂર્વસેવાની જ જ્યાં ઉપેક્ષા થતી હોય ત્યાં તે સંક્લેશથી રહિત છે કે નહિ-એની વિચારણા ન જ હોય-એ સ્પષ્ટ છે. અપુનર્બન્ધક આત્માઓ તેવા પ્રકારની સક્લિષ્ટ પ્રકૃતિથી રહિત હોય છે. યોગની પૂર્વસેવા જ નહિ સાક્ષાદ્ યોગની ક્રિયા હોય તોપણ સંલેશની વિદ્યમાનતામાં એ તાત્ત્વિક બનતી નથી. મોક્ષસાધક યોગમાર્ગની સાધનામાં મોટો અવરોધ જ સફ્લેશનો છે. મુમુક્ષુઓએ એ તરફ ખૂબ જ ચીવટથી ધ્યાન આપવું જોઈએ. વર્તમાનની આપણી આરાધનાનું ચિત્ર વિચિત્ર છે. આરાધનાનો પ્રારંભ, મધ્ય અને અન્ત ખરી રીતે સફ્લેશના અસ્તિત્વ વિનાનો હોવો જોઈએ. એના બદલે મોટા ભાગે આજે એની ચિન્તા વિનાનો હોય-એ કેટલું વિચિત્ર છેતે ન સમજી શકાય એવું તો નથી જ. જે લોકોને મોક્ષની સાધના કરવી નથી એવા લોકોને કાંઈ જ કહેવાનું નથી. પરંતુ જેમણે મોક્ષની સાધનાનો પ્રારંભ કર્યો છે તેમને થોડું કહ્યા વિના ચાલે એવું નથી. વર્તમાન જીવનશૈલી જ એવી બનાવી દીધી છે કે ભાગ્યે જ આપણને આપણા સડક્લેશનો વિચાર આવે. યોગની પૂર્વસેવાથી જ અસલિષ્ટ સ્થિતિને પ્રાપ્ત કરવા DODODO DTD/ 0000 GU ૧૦ DODO O 672777/D]

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64