________________
ઈચ્છા હોય તોપણ દરેકને એ સુખ પ્રાપ્ત થતું નથી. એ સુખના આશ્રય બનવા માટે માણસમાં કેટલીક યોગ્યતા હોવી જરૂરી છે. સુખની તેવા પ્રકારની ઈચ્છાવાળો; શ્રીમંત એટલે કે સમ્પત્તિનો સ્વામી હોવો જોઈએ, રૂપસંપન્ન-સુંદર શરીરની રચના(આકૃતિ)વાળો હોવો જોઈએ તેમ જ તરુણ-યુવાન હોવો જોઈએ. આવો પણ માણસ સૌભાગ્ય અને આદેયતાદિ ગુણથી ધન્ય-ધનાદિયોગ્ય) હોય તો જ તે ઉપર જણાવ્યા મુજબ ભોગસુખને પ્રાપ્ત કરી શકશે. દરિદ્ર, કુરૂપ અને વૃદ્ધ (ઘરડો) એવા દુર્ભાગી માણસને ભોગસુખ કેવું મળે છે તે આપણે સમજી શકીએ છીએ.
એવી જ રીતે શુદ્ધચિત્તના પરિણામને પણ પ્રાપ્ત કરવા માટે આત્મામાં યોગ્યતા અપેક્ષિત છે. અહીં એ યોગ્યતા, અપુનર્બન્ધક આત્માને ઉચિત એવી સર્ક્યુલેશથી રહિત પ્રકૃતિના કારણે જ પ્રાપ્ત થાય છે. એ યોગ્યતાને કારણે આત્મા શાન્ત અને ઉદાત્ત બને છે. એવા શાન્ત અને ઉદાત્ત આત્માને જ શુભચિત્તસ્વરૂપ શુદ્ધચિત્તપરિણામની પ્રાપ્તિ થતી હોય છે. ઈન્દ્રિય અને કષાયના વિકારથી વિકલ(રહિત) આત્માને શાન્ત કહેવાય છે. શબ્દાદિ વિષયોની અનુકૂળતા અને પ્રતિકૂળતાની પ્રાપ્તિમાં જે રતિ અને અરતિ થાય છે, તે ઈન્દ્રિયોનો વિકાર છે. કારણ કે એ રતિ અને અરતિ જ વિષયોમાં તે તે ઈન્દ્રિયને પ્રવૃત્ત અને નિવૃત્ત કરે છે. અનુકૂળવિષયને ગ્રહણ કરવામાં તત્પર તેમ જ પ્રતિકૂળ વિષયને દૂર કરવામાં તત્પર એવી ઈન્દ્રિયો વસ્તુતઃ વિકૃત છે. વિષયની અસારતાદિનું પરિભાવન કરવાથી આત્મા ઈન્દ્રિયોના વિકારથી રહિત-શાન્ત બને છે. તેથી જ વિષયનિરપેક્ષ આત્મા; કષાયના વિકારથી પણ રહિત બને છે. સામાન્યથી ક્રોધાદિ કષાયના કાર્ય પ્રસિદ્ધ છે. દ્રષ, પરનો પરાભવ,
DEEEEEEEEDED