Book Title: Apunarbandhak Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ અમુખ્યત્વસ્વરૂપ ઉપચારને લઈને યોગની પૂર્વસેવાને ઔપચારિક વર્ણવી છે. બંને પક્ષમાં એટલો ફરક છે-એ યાદ રાખવો. ૧૪ -૪ સકૂબન્ધકાદિ આત્માઓની ઔપચારિક યોગની પૂર્વસેવાનું સમર્થન કરાય છે. અર્થાત્ સકૃબન્ધકાદિ આત્માઓની યોગની પૂર્વસેવા ઔપચારિક જ હોય છે, તેનું સમર્થન કરાય છે युक्तं चैतन्मले तीव्र भवासङ्गो न हीयते। सङ्क्लेशायोगतो मुख्या सान्यथा नेति हि स्थितिः॥१४-५॥ આ વાત પણ યુક્ત છે. કારણ કે મલ તીવ્ર હોવાથી સબન્ધકાદિ આત્માઓનો ભવનો રાગ ઓછો થતો નથી. અતિ તીવ્ર સક્લેશનો યોગ ન હોય તો તે યોગપૂર્વસેવા મુખ્ય મનાય છે. અન્યથા-અતિતીવ્ર સક્લેશના યોગમાં એ મુખ્ય મનાતી નથી.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે અપુનર્બન્ધક આત્માઓને છોડીને બાકીના સકૂબન્ધકાદિને યોગની પૂર્વસેવા ઔપચારિક હોય છે. એ પ્રમાણે જણાવ્યું છે-તે પણ યુક્ત છે. કારણ કે કર્મબન્ધ-સ્વરૂપ મલ અત્યન્ત ઉત્કટ હોવાથી તે સકૃબન્ધકાદિ આત્માઓનો સંસાર પ્રત્યેનો રાગ ઓછો થતો નથી. સબન્ધકાદિ આત્માઓનો એ ભવનો રાગ થોડો પણ દૂર થાય તો તેઓ સક્રબન્ધક મટી જઈને, અપુનર્બન્ધક અવસ્થાને જ પામી જાય. આથી માનવું પડે કે સબન્ધકાદિ આત્માઓને કર્મબન્ધસ્વરૂપ મલ અત્યન્ત ઉત્કટ હોય છે અને તેથી તેમનો સંસાર પ્રત્યેનો પ્રતિબન્ધ(રાગ) ઓછો થતો નથી. યોગની પૂર્વસેવા ત્યારે મુખ્ય મનાય છે કે જ્યારે તે આત્માઓને અત્યન્તતીવ્રસક્લેશ પ્રાપ્ત થતો ન હોય. આવી અવસ્થામાં જ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64