Book Title: Apunarbandhak Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ આત્માનું સમૃદ્બન્ધકાદિ આત્મા પરિણામી કારણ છે. (કાર્યસ્વરૂપે પરિણામ પામતા કારણને પરિણામી કારણ કહેવાય છે.) પરિણામી કારણ માટીનું સ્વરૂપ ઘડામાં પણ હોવાથી ઘટાદિ કાર્યથી માટી સર્વથા ભિન્ન છે- એ જેમ મનાતું નથી તેમ અપુનર્બન્ધક આત્માઓથી સમૃદ્બન્ધકાદિ આત્માઓ સર્વથા ભિન્ન મનાતા નથી અર્થાર્ કારણમાં કાર્યનો ઉપચાર (દૂષિત પાણીને પગનો રોગ કહેવાય છે તેમ) કરવાથી અપુનર્બન્ધક આત્માથી સમૃદ્બન્ધકાદિ સર્વથા ભિન્ન નથી. યોગબિન્દુના ૧૮૦ મા શ્લોકથી આ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે અતાત્ત્વિક એવી યોગની પૂર્વસેવાનો ઉપન્યાસ સમૃદ્બન્ધકાદિ આત્માની અપેક્ષાએ તેમના કાર્યસ્વરૂપ અપુનર્બન્ધક આત્માઓને આશ્રયીને કર્યો છે. કારણ કે અપુનર્બન્ધક આત્માઓ જ નહિ પરન્તુ તેમની સમીપમાં રહેલા સમૃદ્બન્ધકાદિ આત્માઓ પણ બહુલતયા અપુનર્બન્ધકના આચારથી વિલક્ષણ નથી હોતા : એ જણાવનારો એ (અતાત્ત્વિક યોગની પૂર્વસેવાનો) ઉપન્યાસ છે. શ્લોકના ઉત્તરાર્ધ(તત્ત્વન્ત્યા....)નો આશય એ છે કે બધા લોકો નહિ પણ કેટલાક લોકો એમ કહે છે કે સમૃદ્બન્ધકાદિ આત્માઓમાં ભવસ્વરૂપનો નિર્ણય કરાવનાર ઊહાપોહ(ભવસ્વરૂપનું આલોચન)ના અભાવમાં પણ સ્વભાવથી યોગપૂર્વસેવા અતાત્ત્વિકઔપચારિક હોય છે. આથી સમજી શકાશે કે સહૃબંધક વગેરે આત્માને અતાત્ત્વિક જ યોગની પૂર્વસેવા વર્ણવી છે. પરન્તુ એક પક્ષમાં ઉપર જણાવ્યા મુજબ (શ્લોકના પૂર્વાર્ધમાં જણાવ્યા મુજબ) કારણમાં કાર્યનો ઉપચાર કરીને યોગપૂર્વસેવાને ઔપચારિક માની છે અને બીજા પક્ષમાં (શ્લોકના ઉત્તરાર્ધમાં જણાવેલા પક્ષમાં) અનાલોચન (ભવસ્વરૂપનિર્ણાયક ઊહાપોહનો અભાવ) દ્વારા ७

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64