Book Title: Apunarbandhak Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 9
________________ परिणामिनि कार्याद्धि सर्वथा नास्ति भिन्नता । तत्प्रकृत्या विनाप्यूहमन्यत्रैनां परे जगुः ॥ १४-४॥ અહીં એ વસ્તુ સમજી લેવી જોઈએ કે શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે યોગના અધિકારી તરીકે અપુનર્બન્ધક આત્માઓનું વર્ણન આ બત્રીશીમાં મુખ્યપણે કરવાનું છે. એની સાથે આપણે એ પણ સમજી શકીએ છીએ કે આ પૂર્વે જણાવેલી યોગપૂર્વસેવા જેમને તાત્વિક રીતે પરિણમેલી હોય તેઓને જ યોગનો અધિકાર હોય. અપુનર્બન્ધક આત્માઓ અને તે અવસ્થાવિશેષને પામેલા માર્ગાભિમુખ અને માર્ગપતિત આત્માઓને યોગની પૂર્વસેવા તાત્વિક હોવાથી યોગના અધિકારી તરીકે તેમનું વર્ણન કરવાનું ઉચિત જ છે. પરંતુ જેમને યોગપૂર્વસેવા ઉપચારથી જ છે તેમનો ઉપન્યાસ અહીં શા માટે ક્ય છે ? તેમ જ તેમની ઔપચારિક યોગપૂર્વસેવાનું વર્ણન અહીં કેમ ક્યું છે? સકૃદંબન્ધકાદિ આત્માઓ અપુનર્બન્ધકાદિ આત્માઓથી ભિન્ન જ હોવાથી તેમનો ઉપન્યાસ અહીં કરવો ના જોઈએ ને ? આ પ્રશ્નના ઉત્તરમાં આ ચોથો શ્લોક છે. “પરિણામી; કાર્યથી સર્વથા ભિન્ન નથી. અર્થાત્ પરિણામી એવા કારણમાં કાર્યથી સર્વથા ભિન્નતા નથી. સકૂબન્ધકાદિ આત્માઓમાં ભવસ્વરૂપના નિર્ણયોપયોગી ઊહાપોહનો અભાવ હોવા છતાં સ્વભાવથી જ યોગની પૂર્વસેવા ઔપચારિક છે : આ પ્રમાણે બીજા કહે છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો સામાન્યર્થ છે. કહેવાનો આશય એ છે કે, સકૃમ્બન્ધકાદિ આત્માઓ કાલાન્તરે અપુનર્બન્ધક આત્મારૂપે પરિણમે છે. તેવા પ્રકારની કર્મબન્ધયોગ્યતાનો હાસ થવાથી એ આત્માઓ કાલાન્તરે અપુનર્બન્ધક અવસ્થાને પ્રાપ્ત કરે છે. ઘડાનું, માટી જેમ પરિણામી કારણ છે તેમ અપુનર્બન્ધક GETEDTD]D]D]D]D] લોdidi 3diiiiii/SPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64