Book Title: Apunarbandhak Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ માર્ગપતિત અને માર્ગાભિમુખ અવસ્થાઓ અપુનર્બન્ધક આત્માની અવસ્થાન્તર છે.'' -આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે આ પૂર્વે યોગની પૂર્વસેવા તરીકે ગુરુદેવાદિપૂજા વગેરેનું વર્ણન કર્યું છે. એ ગુરુદેવાદિની પૂજા વગેરે સ્વરૂપ યોગપૂર્વસેવા; અપુનર્બન્ધદશાને પામેલા જીવોને ઉપચારથી રહિત-મુખ્ય (તાત્ત્વિક) હોય છે. કારણ કે તેઓને સંસાર પ્રત્યે બહુમાન ન હોવાથી તેમનો કલ્યાણાશય (થોડો મોક્ષને અનુકૂળ ભાવ) હોય છે. અપુનર્બન્ધકદશાને પામેલા જીવોથી અન્ય સહૃદ્(એકવાર)બન્ધક(મિત્થાત્વ વગેરે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કે રસના બન્ધક) અને દ્વિર્બન્ધક વગેરે આત્માઓને તે યોગપૂર્વસેવા ઔપચારિક હોય છે. કારણ કે તેમને તેવા પ્રકારનો વૈરાગ્ય હોતો નથી. સંસાર ઉપરનું બહુમાન ઘટ્યા વિના વૈરાગ્યનો સંભવ નથી. સમૃદ્બન્ધક અને દ્વિર્બન્ધકાદિને સંસાર પ્રત્યે બહુમાન હોય છે. “અપુનર્જન્ધકદશાને પામેલા જીવોને જ મુખ્ય યોગપૂર્વસેવા છે - એમ માનીએ તો માર્ગાભિમુખ અને માર્ગપતિત આત્માઓને યોગપૂર્વસેવા ઔપચારિક હોય છે, એ પ્રમાણે માનવાનો પ્રસંગ આવશે’’- આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે માર્ગપતિત અને માભિમુખ આત્માની અવસ્થા; અપુનર્બન્ધકની અવસ્થાવિશેષ સ્વરૂપ છે. તેથી અપુનર્બન્ધકસામાન્યના ગ્રહણથી તે બંન્નેનું પણ ગ્રહણ થાય છે. ચિત્તનું અવક્ર (સીધું) જે ગમન છે; તેને માર્ગ કહેવાય છે. સર્પ બહાર ગમે તેટલો વાંકો ચાલતો હોય તોપણ પોતાના બિલમાં સીધો જ ચાલે છે. તેની જેમ કુદરતી રીતે જ વિશિષ્ટ (ચતુર્થાદિ) ગુણસ્થાનકને પ્રાપ્ત કરાવવામાં તત્પર એવો સ્વરસવાહી ક્ષયોપશમવિશેષ સ્વરૂપ એ માર્ગ છે. આત્માના જ્ઞાનાદિગુણો પ્રત્યે BRD CD CD CD CD Co DD / / // D

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 64