Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રસ્તાવના
આ જ વસ્તુનું સમર્થન બૃહત્કલ્પભાષ્યમાં પણ અનુયોગની વ્યાખ્યામાં (બૂ ભા.ગા. ૧૯૦-૧૯૩) કરવામાં આવ્યું છે. તેમાં શિષ્યની શંકા છે કે શબ્દ કરતાં અર્થનું બહુવકેમ મનાય ? જેમ પેટીમાં ભરવાની ચીજો કરતાં પેટી મોટી હોય તેમ પેટી જેવું સૂત્ર છે તો તે અર્થથી અણુ કેમ? વળી, પ્રથમ શબ્દ અને પછી તેનો અર્થ છે, કારણ, સૂત્ર વિના અર્થ કોનો?લોકમાં પણ પ્રથમ સૂત્રજમનાય છે અને પછી તેનો અર્થવૃત્તિવાર્તિક આદિરૂપે છે. આના ઉત્તરમાં આચાર્યો જણાવે છે કે –
__ अत्थं भासइ अरिहा तमेव सुत्तीकरेंति गणधारी।
अत्थं च विणा सुत्तं अणिस्सियं केरिसं होज्जा ? ॥१९३।।
વળી, ટીકાકારે ખુલાસો કર્યો છે કે પેટીને એમાં ભરવાની વસ્તુ કરતાં મોટી કહી તે પણ બરાબર નથી, કારણ કે એજ પેટીમાં વસ્ત્રો ભર્યા હોય તો એકાદ તેમાંથી કાઢીને અનેક પેટીઓને તે વડે બાંધી શકાય છે. તેમાં એકાદ અર્થને આધારે અનેક સૂત્રોની રચના થઈ શકે છે. તેથી સૂત્ર કરતાં અર્થની મહત્તા છે જ.
યાપિ ભર્તુહરિએ “સર્વશર્વે પ્રતિષ્ઠિતમ્” (વા. ૧-૧૨૪) કહીને શબ્દનું માહાત્મ વધાર્યું છે, પણ નિરૂક્તના ટીકાકાર દુર્ગે ઠીક જ કહ્યું છે કે અર્થ એ પ્રધાન છે અને શબ્દ તો અર્થ માટે છે - “મર્યો દિપ્રધાન, તદુન: શબ્દઃ' પૃ. ૨, અને વ્યાકરણથી શબ્દના સ્વરૂપનું જ્ઞાન થાય છે, પણ નિરૂક્તથી તો તેના અર્થના નિર્વચનનું પરિજ્ઞાન થાય છે - “થ શતક્ષાપરિસાનં સર્વરાપુ વ્યRTIC, પર્વ શબ્દાર્થનિર્વવનપજ્ઞાન નિર ” - પૂ. ૩, અને જ્યાં સુધી શબ્દાર્થનું નિર્વચન થયું ન હોય ત્યાં સુધી તેની વ્યાખ્યા સંભવતી નથી. - “ચાનિકો મન્ત્રાર્થો વ્યાવ્યાતિવ્ય તિ” પૃ. ૩, માટે નિરૂક્ત એ વ્યાકરણાદિ બધાં અંગોમાં પ્રધાન છે. વેદના અર્થો સંભવે જનહિએવો એકપક્ષ હતો તેનું નિરાકરણ નિરક્તકારે કર્યું છે અને વેદના અર્થોનું નિરૂપણ કર્યું છે (નિરૂક્ત, દુર્ગ ટીકા -પૃ. ૮૬,૯૨). વેદની વ્યાખ્યામાં નિરૂક્ત જે ભાગ ભજવે છે તેવો જ ભાગ જૈન આગમની વ્યાખ્યામાં નિર્યુક્તિ ભજવે છે. શબ્દોનું નિર્વચન કરવામાં નિરૂક્ત કે નિર્યુક્તિમાં એક જ બાબતનું મુખ્ય ધ્યાન રાખવામાં આવ્યું છે કે અભિપ્રેત અર્થને તે તે શબ્દના નિર્વચનદ્વારા સિદ્ધ કરવો. અનુયોગના પર્યાયો :
સ્થવિર આર્ય ભદ્રબાહુ સ્વામીએ અનુયોગના પર્યાયો નીચેની ગાથામાં જણાવ્યા છે -
अणुयोगो अणियोगो भास विभासा य वत्तियं चेव । एते अणुओगस्स तु णामा एगट्ठिया पंच ॥ (आव० नि० गा० १२६, विशे० १३८२, बृ० १८७)
અર્થાત્ અનુયોગ, નિયોગ, ભાષા, વિભાષા અને વાર્તિક એ પર્યાયો છે. અને તે બધાનું વિવરણ આચાર્ય શ્રી જિનભદ્રગણિએ વિશેષાવશ્યકભાષ્યમાં અને સંઘદાસગણિએ બૃહત્કલ્પભાષ્યમાં કર્યું છે. અનુયોગવિષે પૂર્વમાં વિવરણ કર્યું જ છે એટલે નિયોગ આદિ વિષે વિચાર કરીએ. બૃહત્કલ્પમાં નિયોગની વ્યાખ્યા આ પ્રમાણે છે -
अहिगो जोगो निजोगो जहाऽइदाहो भवे निदाहो ति।
અત્યનિવત્ત સુત્ત પસવ | નમો મુકવો | ગા. ૧૯૪
આનો સારાંશ એ છે કે સૂત્રમાં જ્યારે અર્થ જોડવામાં આવે ત્યારે તેનું મૂલ્ય વધી જાય છે, તેથી તેવો અર્થનો યોગ નિયોગ કહેવામાં આવે છે. કેવલ સૂત્રકે કેવલ અર્થનું એટલું મૂલ્ય નથી જેટલું સૂત્ર સાથે જોડાયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org