Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રસ્તાવના
અહીં આચાર્ય હેમચન્દ્રે સૂત્રાદિની વ્યાખ્યા જે આપી છે તે તુલનીય છે - सूत्रं सूचनकृद्भाष्यं सूत्रोक्तार्थप्रपञ्चकम् ।
प्रस्तावस्तु प्रकरणं निरुक्तं पदभञ्जकम् ॥२५४॥
उक्तानुक्तदुरुक्तार्थचिन्ताकारि तु वार्तिकम् ।
ટીા નિરન્તરવ્યાવ્યા પગ્નિા વવગ્નિા ર૬૬॥ - અભિધાનચિન્તામણિ -દૈવકાંડ વાચસ્પત્યમાં ભાષ્યનું લક્ષણ ઉદ્ધૃત છે તે આ પ્રમાણે છે
‘‘મૂત્રાર્થો વર્યંતે યંત્ર વહે: સૂત્રાનુસારિમિ: ।
स्वपदानि च वर्ण्यन्ते भाष्यं भाष्यविदो विदुः ॥ "
સ્થવિર આર્ય ભદ્રબાહુ સ્વામીએ (આવનિ ગા૦ ૧૩૦, વિશે. ૧૪૨૩) કાષ્ટકર્મ આદિ અનેક ઉદાહરણો વડે ભાષા, વિભાષા અને વાર્તિકની સમજ આપી છે અને તેનો વિસ્તરાર્થ આચાર્ય શ્રી જિનભદ્રે વિશેષાવશ્યકભાષ્યમાં કર્યો છે તે રોચક છે (ગા૦૧૪૧૪થી). તેમાંથી એકાદ બે ઉદાહરણો વિષે અહીં પરિચય આપવામાં આવે છે. એક ચિત્ર એવું હોય, જે માત્ર આકૃતિ બતાવે ; બીજું એવું કે જેમાં વિવિધરંગો પણ હોય; જ્યારે તીજું એવું હોય, જે ચિત્રગત વિષયના ભાવોને આબેહૂબ ઉપસ્થિત કરતું હોય. તેમ ભાષા, વિભાષા અને વાર્તિક વિષે છે. ભંડારમાં ભરેલાં રત્નો વિષે કોઇ ભંડારી માત્ર એટલું જ જાણે કે તેમાં રત્નો છે. બીજો કોઇ એમ જાણે કે તે કઇ કઇ જાતિનાં છે અને તેમનું માપ શું શું છે, પણ ત્રીજો તો એવો હોય જે તે રત્નોના ગુણ-દોષો આદિ બધીજ બાબતોથી માહિતગાર હોય. ભાષાદિ ત્રણ વિષે પણ આમ જ છે. એક કમળ જરાક વિકસિત હોય, બીજું અર્ધવિકસિત હોય અને ત્રીજું પૂર્ણપણે વિકસિત હોય - આવું જ ક્રમે કરી ભાષા આદિ વિષે છે.
Y
૯
અનુયોગ અને અનનુયોગ :
નામાદિ સાત પ્રકારનો અનુયોગ વર્ણવતાં તેનું અનનુયોગથી પાર્થક્ય-એટલે કે અનુયોગ કેવો હોય અને કેવો ન હોય તેનું નિરૂપણ દૃષ્ટાંત દ્વારા આર્ય ભદ્રબાહુ સ્વામીએ કર્યું છે, તે સમજવા જેવું છે. - આવનિગા૦ ૧૨૮, ૧૨૯ ; વિશેષા૦ ગા૦ ૧૪૦૯, ૧૪૧૦ ; બૃ૦ ગા૦ ૧૭૧, ૧૭૨. એ દૃષ્ટાંતોનું તાત્પર્ય આચાર્ય શ્રી જિનભદ્રે પોતાના વિશેષાવશ્યક ભાષ્યમાં બતાવ્યું છે. - વિશેષા૦ ૧૪૧૧ થી.
તેમાં પ્રથમ દૃષ્ટાંત છે ગાય અને વાછડાનું. દૂધ દોહતી વખતે જો અન્ય ગાયનું વાછડું અન્ય ગાય સાથે જોડવામાં આવે તો ગાય દૂધ તો દેતી નથી, ઊલટું પ્રથમ દોહેલું દૂધ પણ લાતમારી ઢોળી નાખે છે અને દોહનારને પણ શરીરપીડા ઊભી કરે છે. તે જ પ્રમાણે જો વ્યાખ્યા કરતી વખતે એક દ્રવ્યના ધર્મો અન્ય દ્રવ્ય વિષે કહેવામાં આવે તોતેથી જીવાદિદ્રવ્યનું સ્વરૂપયથાર્થ સમજાતું નથી અને પરિણામે ચારિત્રરૂપ દૂધની પ્રાપ્તિ થતી નથી; ઉપરાંત, બુદ્ધિભેદ થતાં તે પૂર્વે જે ચરિત્રની પ્રાપ્તિ થઇ હોય તે પણ ગુમાવવી પડે છે અને પરિણામે શરીરમાં રોગાદિની પીડા પણ ઊભી થાય છે. અને છેવટે તે મોક્ષમાર્ગથી પણ ભ્રષ્ટ થાય છે. આ દ્રવ્યના અનનુયોગની બાબતમાં દષ્ટાંત છે; જ્યારે તેથી વિપરીત હોય એટલે કે જે ગાયનું જે વાછડું હોય તેને તે જ ગાય સાથે જોડવામાં આવે તો દૂધ મળે છે, તેમ જીવદ્રવ્યના ધર્મો જીવદ્રવ્યમાં અને અજીવ દ્રવ્યના ધર્મો અજીવ દ્રવ્યમાં વર્ણવવામાં આવે તો તે યથાર્થ વ્યાખ્યા થઇ ગણાય. આ દ્રવ્યના અનુયોગ વિષે દષ્ટાંત છે. - વિશેષા૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org