Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રસ્તાવના
૪૭ अनुयोगद्वारसूत्रकी चूर्णिका संशोधन मैने पाटन-ज्ञानभंडारकी दो प्राचीन ताडपत्रीय हस्तप्रतियाँ और खंभात के श्रीशान्तिनाथ ज्ञानभंडारकी दो ताडपत्रीय प्रतियाँ, एवं चार प्रतियों के आधार से सुचारुतया कर लिया। कुछ शंकास्थान होने पर भी दिलमें विश्वास हो गया था कि - एकंदर संशोधन अच्छा हो ग है । किन्तु जब जैसलमेर जानेका मोका मिला और वहांके ज्ञानभंडार की प्राचीन ताडपत्रीय प्रतिसे तुलना की तो कितने ही शङ्कास्थान दूर हुए, इतना ही नहीं, परन्तु अलग अलग स्थानमें हो कर दश-बारह पंक्तियाँ जितना दूसरे कुलकी प्रतियोंमें छूट गया हुआ नया पाठ प्राप्त हुआ और अनेकानेक अशुद्धियाँ भी दूर हुई । यह प्राचीन प्राचीनतम एवं अलग अलग कुलकी प्रतियोके उपयोगका साफल्य है ।
પૂ.મુ.શ્રી પુણ્યવિજયજી મહારાજ જેસલમેરના ગ્રંથભંડારનો જીર્ણોદ્ધાર કરીને વ્યવસ્થિત કરવા માટે આજથી લગભગ પચાસ વર્ષ પૂર્વે જેસલમેર પધાર્યા હતા ત્યારે તેમણે ત્યાંથી મારા ઉપર જે પત્ર લખેલો તેમાંથી નીચેનો ઉપયોગી ભાગ અહીં આના અનુસંધાનમાં ઉદ્ધત કર્યો છે.
“હમણાં એક બડો ભંડાર ખોલવામાં આવ્યો, તેમાંથી ચક્રવરત્નાર પ્રથમ વંડ ની પ્રાચીન પ્રતિ, મુનિસુવ્રતસ્વામિપ્રતિવરિત, અનુયો દ્વાનૂ તથા નન્દીવૂર્થિ ની પ્રતિઓ મળી આવી છે, જે દિવ્ય છે. આ બધાની માઈક્રોફિલ્મ ઉતરાવી લીધી છે. અનુયોગદ્વારપૂર્ણિની પ્રતિ દિવ્ય છે. એટલે કે ગુજરાતમાંથી મળેલી ખંભાતના અને પાટણના ભંડારોની તાડપત્રીય તેરમા - ચૌદમા સૈકામાં લખાયેલી સાથે પાંચ મુદ્રિત પ્રતિને મેળવતાં પાનાંનાં પાનાં અને પંક્તિઓની પંક્તિઓ પડી ગયેલી મળવા ઉપરાંત હજારો અશુદ્ધિઓ મળી હતી. મને અભિમાન હતું કે આ પ્રતિ ઘણી જ શુદ્ધ થઈ ચૂકી છે, પરંતુ અહીંની પ્રતિ સાથે મેળવતાં મારા અભિમાનનો ભુક્કો જ થઈ ગયો છે. આ ઉપરથી મને ખાતરી થઈ છે કે, આપણા પાસે પ્રાચીન-પ્રાચીનતમ પ્રતિઓ ન હોય તો આપણાં શાસ્ત્રોને સર્વાગપૂર્ણ શુદ્ધ કરવાં એ અતિ દુષ્કર કાર્ય છે. આ વિષેની ખાતરી આ પૂર્વે થઇ ચૂકેલી છે અને હવે સવિશેષ થાય છે. આપણા ચૂર્ણિગ્રંથોમાં તો એટલી બધી અશુદ્ધિઓ છે કે જે લિપિનું અને તેના વિકારનું જ્ઞાન સ્પષ્ટ રીતે ન હોય તો ચૂર્ણિગ્રંથો સુધારવા કદીયે શક્ય નથી. આચારાંગ ચૂર્ણિની જ વાત કરું કે આજે એની શુદ્ધ કે પ્રાચીન પ્રતિઓ આપણને મળતી નથી. જે મળે છે તે ચૌદમાં પંદરમાં સૈકામાં લખાયેલી મળે છે. એ બધી પ્રતો એક જ માની જણી સંતતિ સમાન છે. ઘણી વાર તો કાનામાત્રાનોએ ફરક એકબીજમાં ન મળે, લિપિનો વિકાર પણ અતિવિષમ. આ પરિસ્થિતિમાં લિપિનું અને તેના વિકારનું પૃથક્કરણ ધ્યાનમાં ન હોય તો આ અને બીજી બધીએ ચૂર્ણિઓ શોધવી જરાય શક્ય નથી. અસ્તુ, આપણા સ્નેહ પૂરતી અંતરની વાત થઈ.” જુઓ જ્ઞાનાંજલી પૃ૨૨૦.
ચૂર્ણિની ભાષા વિષે અમારે ખાસ જણાવવાનું છે. ચૂર્ણિની ભાષા વિશિષ્ટ પ્રકારની પ્રાકૃત છે. એટલે
* વિવિધ કાર્યોમાં તેઓશ્રીની સાથે, વર્ષોનાં વર્ષો સુધી આજીવન રહેલા પાટણ નિવાસી શ્રી લક્ષ્મણભાઈ હીરાલાલ ભોજક તથા પં. અમૃતભાઈ મોહનલાલ ભોજક પાસેથી જ્યારે તેઓશ્રીના વિવિધ પ્રસંગોના અનુભવોની વાતો સાંભળીએ ત્યારે અમે વિસ્મય પામી જઈએ છીએ. તેઓશ્રીએ પાટણ, ખંભાત, જેસલમેર આદિ સ્થળોના પ્રાચીન જ્ઞાનભંડારોનો તે તે સ્થળે જઈને, રાત-દિવસના ઉજાગરાઓ કરીને, અથાક-અથાક પરિશ્રમ વેઠીને જે અભૂતકુશલતાથી જીર્ણોદ્ધારકર્યો છે તથા તે ભંડારોને વ્યવસ્થિત કર્યા છે તેનો જોટો આ જગતમાં આ કાળમાં મળવો મુશ્કેલ છે. આજે આપણે જે તેનાં મધુર ફળો ચાખી રહ્યા છીએ તે તેમના મહાન પરિશ્રમને આભારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org