Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
प्रथमं परिशिष्टम्
બૃહદ્દાચનાની પ્રતિ છે, કારણકે મલધારી શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે પોતાની વૃત્તિમાં આપેલા પાઠભેદો આ પ્રતિએ ઠીક ઠીક પ્રમાણમાં અમને પૂરા પાડ્યા છે. શ્રી મલધારી મહારાજે પસંદ કરેલા સૂત્રપાઠોને સમગ્રભાવે આપતી અનુયોગદ્દારસૂત્રની કોઇપ્રતિ આજે પ્રાપ્ત નથી. આ સ્થિતિમાં તેમની ટીકા અને ટીકામાંનાં પ્રતીકોને અનુસરીને જ આપણે સૂત્રવાચના તૈયાર કરવાની રહે છે. અને અમે એ રીતે અનુયોગદ્દારસૂત્રની વાચનાતૈયાર કરી છે. આમ કરવામાં પૂજ્ય શ્રી સાગરાનંદસૂરિમહારાજે અને બીજા વિદ્વાનોએ તૈયાર કરેલી સૂત્રવાચનાથી અમારી અનુયોગદ્દારસૂત્રની વાચના જુદા પ્રકારની બની ગઇ છે. પરંતુ ચૂર્ણિકાર - ટીકાકારોને માન્ય પાઠોવાળી અમારી જ વાચના છે. મલધારી શ્રી હેમચંદ્રસૂરિની બૃહવૃત્તિ રચાયા પછી અનુયોગદ્દારસૂત્રની પ્રાચીન ગણાય । તેવી પ્રતિઓમાં મલધારી મહારાજે ત્યાતિ શબ્દથી આપેલા અધૂરા પાઠભેદો પણ પેસી ગયેલા જોવામાં આવે છે. અમે આવા વિકૃત પાઠોને નીચે પાદટિપ્પણીમાં પૂરા કરીને આપ્યા છે. આ રીતે અમારી સૂત્રવાચના મલધારી શ્રી હેમચંદ્રસૂરિસમ્મત પાઠવાળી છે અને બૃહદ્દાચના છે.
આજે આપણા સામે અનુયોગદ્દારસૂત્રની જે મુદ્રિત આવૃત્તિઓ છે તે બધી બૃહદ્દાચનાની છે. આ બધી આવૃત્તિઓમાંના કેટલાક સૂત્રપાઠો કોઇ પણ વ્યાખ્યાકાર સાથે બંધબેસતા નથી, જ્યારે ભિન્ન ભિન્ન કુલની સૂત્રપ્રતિઓમાંથી તે તે સૂત્રપાઠને શોધી કાઢી તે તે સૂત્રપાઠોનો મેળ મેળવવા અમે પ્રયત્ન કર્યો છે. શ્રી મલધારી મહારાજે જે અધૂરાં વાચનાન્તરો કે પાઠાન્તરો આપ્યાં છે તે પણ અમે જુદા જુદા કુલની પ્રતિઓમાંથી મેળવીને, કોઇક જ સ્થાનને બાદ કરીને, લગભગ બધાં જ પૂરાં કર્યાં છે. આ પ્રમાણે સંશોધન માટે અકત્ર કરેલી અનુયોગદ્દારસૂત્રની પ્રતિઓમાંથી અનેક સૂત્રપાઠોનું પૃથક્કરણ કરીને અમે અમારી પ્રસ્તુત અનુયોગદ્દારસૂત્રની બૃહદ્દાચના તૈયાર કરી છે, અને આ બૃહદ્વાચનાને જ મૌલિક તરીકે માન્ય કરી છે. કારણ કે ચૂર્ણિકાર શ્રી જિનદાસગણિ મહત્તર તેમ જ બન્નેય ટીકાકારો આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ તેમ જ મલધારી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ, આ ત્રણેય વ્યાખ્યાકારો બૃહદ્દાચનાને અનુસરીને જ વ્યાખ્યા કરે છે. આમ છતાં શ્રી મલધારીજીએ આપેલા કેટલાક પાઠભેદો સંક્ષિપ્ત વાચનાની પ્રતિઓમાંથી જ ઉપલબ્ધ થતા હોઇને અમે
સંક્ષિપ્ત વાચનાનું મૂલ્યાંકન ઓછું કરીએ છીએ તેમ તો નથી જ. અને આ કારણસર સંક્ષિપ્ત વાચનામાંના સંક્ષિપ્ત પાઠભેદોની નોંધ અમે અમારા સંપાદનમાં સ્થાનસ્થાનમાં પાદટિપ્પણીઓ દ્વારા આપી છે.
પ્રસ્તુત ગ્રંથગત અનુયોગદ્દારસૂત્રના સંપાદનમાં પાઠભેદ અને વાચનાભેદની દૃષ્ટિએ બધી જ પ્રતિઓનો એકધારો ઉપયોગ કરવા છતાં હું॰ પ્રતિપ્રાય: વિશિષ્ટ રીતે શુદ્ધતેમજપ્રામાણિકટિપ્પણીઓવાળી હોઇને તેનો અમે મૌલિક પ્રતિ તરીકે આદર કર્યો છે. સં॰ પ્રતિને અમે ઉપર વિચિત્ર જણાવી છે તેનું કારણ તેમાંના કેટલાક સૂત્રપાઠો ચૂર્ણિપાઠ જેવા છે તે છે. વા૦ પ્રતિ ઘણી અશુદ્ધ હોવા છતાં તેણે અમને કેટલાંય સ્થાનોમાં પાઠનિર્ણય કરવામાં સહાય કરી છે. કેટલીક વાર એક જ કુલની પ્રતિઓમાંની કોઇ એકાદ પ્રતિએ પણ અમને મલધારી મહારાજે નોધેલા પાઠભેદ આપ્યા છે. એ વસ્તુ અમે આપેલી પાદટિપ્પણીઓથી વિદ્વાનો જોઇ-જાણી શકશે.
અનુયોગદ્દારના સંપાદનમાં કેટલાક પાઠો અમે હસ્તપ્રતિઓને વશ રહીને જેમના તેમ રાખ્યા છે, તેમ છતાં તેવાં સ્થળો અમને ખૂંચતાં જ રહ્યાં છે. દા.ત. સૂત્ર૨૫૨ થી ૨૫૯ સુધીનાં સૂત્રોમાં ષડ્વામવિષયક ભાવોને લગતાં વિકસંયોગી ભાંગાનો નિર્દેશ કરતાં સૂત્રોમાં ૩ વ્યનિષ્ઠને આદિ ત્રિકસંયોગી ભાંગાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org