Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
प्रथमं परिशिष्टम् ૪. અન્ય આગમોમાં આવતા સૂત્રપાઠો સાથે તુલના ૫. સંશોધકોએ કરેલી અશુદ્ધિઓનો વિવેક ૬. લેખકોએ કરેલી અશુદ્ધિઓનો વિવેક ૧. લિખેિત પ્રતિઓનો ઉપયોગ
અમારા સંશોધનમાં અમે તે તે આગમની મળી શકે તેટલી પ્રાચીન તાડપત્રીય પ્રતિઓનો ઉપયોગ કરવા સાથે પંદરમી-સોળમી આદિ સદીઓમાં લખાયેલી કાગળની પ્રતિઓનો પણ ઉપયોગ કર્યો છે. તાડપત્રીય પ્રાચીન પ્રતિઓ ઘણી ઓછી સંખ્યામાં મળતી હોઈ જે જે તાડપત્રીય પ્રતિ અમે મેળવી શક્યા તે બધીઓનો ઉપયોગ અમે અમારા સંશોધન માટે કર્યો છે, પરંતુ કાગળ ઉપર લખાયેલી દરેકેદરેક મૂળ આગમની પ્રતિઓ સેંકડોની સંખ્યામાં મળતી હોવાથી તેમાંથી જુદા જુદા કુલની કે વર્ગની, શુદ્ધિ કે પાઠભેદાદિની દષ્ટિએ યોગ્ય લાગી તે, પ્રતિઓને પસંદ કરીને અમે તેનો ઉપયોગ કર્યો છે.
આ રીતે અમારા સંશોધન માટે એકત્ર કરેલી પ્રતિઓનો ઉપયોગ અમે સમગ્રભાવે અથવા સંપૂર્ણપણે કર્યો છે, એટલે કે સ્વીકારેલી બધી પ્રતિઓનો ઉપયોગ જ્યાં સૂત્રપાઠના વિષયમાં શંકા ઊભી થાય તે પૂરતો જ માત્ર કર્યો છે – એમ નથી, પરંતુ સંશોધનકાર્ય માટે અમે પસંદ કરેલી દરેકેદરેક પ્રતિને મુદ્રિત આગમ પ્રતિ સાથે અથવા તેની પ્રેસકોપી સાથે આદિથી અંત સુધી અક્ષરશ: સરખાવી છે - મેળવી છે. આ રીતે મેળવતાં તે તે પ્રતિના સાચા કે ખોટા જે પાઠો કે પાઠભેદો મળી આવે તે બધાયનોંધી લીધા છે. આ રીતે પાઠભેદ લેવાઈ ગયા પછી તે તે સૂત્રના પાઠો અને પાઠભેદોનો અર્થદષ્ટિએ વિચાર કરી તેનું સંશોધન અને પાઠભેદોનું પૃથક્કરણ કર્યું છે. આ પ્રમાણે મૂળસૂત્રને તૈયાર કરતાં જ્યાં યોગ્ય કે સમાનાર્થક પાઠભેદો મળ્યા હોય તે પૈકી ઘણી પ્રતિઓમાં મળતા યોગ્ય પાઠને અમે મોટે ભાગે મહત્ત્વ આપીને મૂલવાચનામાં સ્વીકાર્યા છે અને શેષ પાઠભેદોની પાદટિપ્પણીમાં નોધ લીધી છે. આમ છતાં ક્યારેક એક કે ઓછી પ્રતિઓમાં મળતો સૂત્રપાઠ શુદ્ધ કે વધારે યોગ્ય લાગે તો તે પાઠને મૂલવાચનામાં સ્વીકારતાં અમે જરા પણ અચકાયા નથી. આ વાત તો
જ્યાં સૂત્રપાઠ ઉપર ચૂર્ણિકાર કે ટીકાકાર આદિ તે તે સૂત્રપાઠને સુગમ સમજી વ્યાખ્યાન કરતા હોય તે વિષે થઇ ; પણ જ્યાં ચૂર્ણિકાર મહારાજ આદિ એકસરખી રીતે એક જ જાતના સૂત્રપાઠની વ્યાખ્યા કરતા હોય
ત્યાં જે સુત્રપાઠની વ્યાખ્યા હોય તે પાઠ એક પ્રતિમાં મળ્યો કે ધાગી પ્રતિઓમાં મળ્યો - એનો વિચાર કર્યા સિવાય જ અમે તે પાઠને મૂલવાચનાના પાઠરૂપે જ આદર આપ્યો છે અને બાકીના પાઠભેદોને પાદટિપ્પણીઓમાં નોંધ્યા છે. જ્યારે ચૂર્ણિકાર કે વૃત્તિકારો જુદા જુદા પાઠભેદોને સ્વીકારીને વ્યાખ્યા કરતા હોય ત્યારે બ્રહવૃત્તિકારે સ્વીકારેલા પાઠભેદને જ મૂલસૂત્રપાઠ તરીકે મોટે ભાગે અમે અમારા સંપાદનમાં સ્થાન આપ્યું છે. આનું કારણ એ છે કે ચૂર્ણિકારને લઘવૃત્તિકાર આચાર્યો ઘણાં સૂત્રોને સુગમ માની વ્યાખ્યા જ કરતા નથી, જ્યારે બ્રહવૃત્તિકાર આચાર્ય અતિસરલ સૂત્રપાઠને બાદ કરી આખા શાસ્ત્રનું વિવરણ કરે છે. આથી સૂત્રપાઠના નિર્ણય માટે બૃહદવૃત્તિ જ ઘણી વાર સહાયક બને છે. આ કારણને લઈ અમે અમારી સૂત્રવાચનાઓ તે તે સૂત્રની બૃહદ્રવૃત્તિના આધારે જ તૈયાર કરવાનો માર્ગ પસંદ કર્યો છે. ક્યારેક ક્યારેક બૃહદ્ઘત્તિકાર સમ્મત સૂત્રપાઠ અમારા પાસેની કોઇ પણ પ્રતિમાં ન મળે ત્યારે આમાં અપવાદ થવા પામ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org