Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ૨
પ્રસ્તાવના વ્યાકરણના સૂત્રો કે નિયમો કે ધાતુઓનો જ્યાં ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યાં ફૂ૦ તથા ઠ્ઠ૦ માં મુખ્યતયા પાણિનીયવ્યાકરણની તથા પાણિનીયધાતુપાઠનો ઉપયોગ કરવામાં આવ્યો છે, થોડાં સ્થળોમાં કાતંત્રવ્યાકરણનો પણ ઉપયોગ કરાયો છે, જ્યારે દે માં મુખ્યતયા કાતંત્રવ્યાકરણનો તથા કાતંત્રધાતુપાઠનો જ ઉપયોગ કરાયો છે, ક્વચિત્ પાણિનીયનો પણ ઉપયોગ કરેલો છે. આ વાત અમે ફૂટ દા૦ અને માં તથા તેનાં ટિપ્પણોમાં પણ જણાવી છે.
શર્વવર્મવિરચિત કાતંત્રવ્યાકરણને કલાપવ્યાકરણ પણ કહે છે. દેવનાગરી લિપિમાં એહમણાં સુધી અપ્રકાશિત હતું. હમણાં હમણાં સારનાથ વારાણસીથી કલા૫ વ્યાકરણ મૂલમાત્ર પ્રકાશિત થયું છે, દુર્ગસિંહવિરચિત વૃત્તિ સાથે કાતંત્રવ્યાકરણનું ભારતીય વિદ્યાપ્રકાશન (દિલ્હી તથા વારાણસી) તરફથી પણ અત્યંત અશુદ્ધ સ્વરૂપમાં પ્રકાશન થયું છે. અમારા તરફથી પાટણ, ખંભાત, જેસલમેર આદિની પ્રાચીન પ્રતિઓને આધારે તેનું સંશોધન-સંપાદન ચાલી રહ્યું છે. દેવ-ગુરૂ કૃપાથી એ પણ અવસરે પ્રકાશિત કરાશે. એક વિશેષ સ્પષ્ટીકરણ :
હસ્તલિખિત આદર્શોનું વાંચન કરતાં, અનેક સ્થળે એવો અનુભવ થાય છે કે કેટલીકવાર પહેલાં એક પાઠ લખ્યો હોય છે, તે પછી કોઇક વાંચનારે એ પાઠને સુધારી-વધારીને બીજો પાઠ લખ્યો હોય છે. આમાં સુધારેલો - વધારેલો પાઠકેટલીક વાર સારો પણ હોય છે અને કેટલીક વાર વાંચનારનામતિદોષથી સુધારેલોવધારેલો પાઠખોટો પણ હોય છે. એના કરતાં, મૂળ પાઠ વધારે શુદ્ધ અથવા સાચો હોય છે. એટલે અમે ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કરીને આવા મૂળપાઠોને શોધી કાઢવા વાંચવા પ્રયત્ન કરીએ છીએ. ઘણીવાર ઐતિહાસિકદષ્ટિએ તથા મૌલિકદષ્ટિએ મૂળપાઠોનું અમને વધારે મહત્ત્વ અને સત્યત્વ સમજાયું છે. એટલે તે તે પ્રતિના મૂળપાઠ તથા સંશોધિત પાઠને દર્શાવવા માટે અમે તેને પ્રતિના સંકેતોની આગળ મૂત્ર અને એવા શબ્દો વાપર્યા છે. જેમકે મૂળ એટલે માં મૂળ પાઠ તથા સં. એટલે જેમાં સંશોધિત પાઠ. આ રીતે મૂo એટલે પાટણની પ્રતિનો મૂળપાઠ, Vi૦ એટલે પાટણની પ્રતિમાં પાછળથી સુધારીને કરેલો સંશોધિત પાઠ. આ રીતે ઉંમૂ એટલે ખંભાતની પ્રતિનો મૂળ પાઠ, વંસંએટલે ખંભાતની પ્રતિમાં પાછળથી સુધારીને કરેલો સંશોધિત પાઠ. આ રીતે મૂત્ર વગેરે વગેરે સંકેતોનો અર્થ અમારા બધા સંપાદિત-સંશોધિત ગ્રંથોમાં વાચકોએ પોતાની મેળે સમજી લેવો.
ધન્યવાદ અનુયોગદ્વારચૂર્ણિ, હારિભદ્રીવૃત્તિ તથા મલધારિહેમચંદ્રસૂરિવિરચિત વૃત્તિઓના સંશોધન માટેની સામગ્રી પુણ્યવિજયજી મહારાજે સુધારેલી પ્રતિઓમાંથી અમને ઘણી મળી છે.
આ બધી સામગ્રી કાચા અથવા પાકા સ્વરૂપમાં પૂ.આ.પ્ર.મુ.શ્રી પુણ્યવિજયજી મહારાજે તૈયાર કરેલી છે કે જેનો અમારા સંશોધન-સંપાદનમાં મહાન આધાર તરીકે અમે ઉપયોગ કરેલો છે. તેઓશ્રીનો સંગ્રહ અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃત વિદ્યામંદિરમાં છે. આ સામગ્રીના આદ્ય સંયોજક તરીકે તેઓશ્રી જ હોવાથી અમે તેઓશ્રીનો આદસંશોધક તરીકે ઉલ્લેખ કરેલો છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની આગમ જૈનગ્રંથમાળાના પ્રણેતા પણ તેઓ જ છે. એટલે પુણ્યનામધેય આ.પ્ર.મુ.શ્રી પુણ્યવિજયજી મહારાજને અનેકશ: વંદન પૂર્વક હૃદયથી શ્રદ્ધાંજલી અર્પણ કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org