Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રસ્તાવના
૫૩
સ્વ૦ પૂ૦ આગમોબારક સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ કે જેમના ભગીરથ પ્રયાસથી આગમ આદિ વિશાળ જૈન સાહિત્ય પ્રકાશમાં આવ્યું છે તેઓશ્રીને પણ આ પ્રસંગે ભાવપૂર્વક વંદન કરું છું.
પાટણ સંઘવી પાડાના ભંડારના મૂળ વ્યવસ્થાપક સ્વ. સેવંતિલાલ છોટાલાલ પટવાના સુપુત્રો નરેન્દ્રભાઈ, બિપિનભાઇ, પ્રદીપભાઈ આદિના સૌજન્યથી સંઘવી પાડાનો ભંડાર અત્યારે પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં સોંપાયેલો છે. તેના મુખ્ય વ્યવસ્થાપક ડો. સેવંતિલાલ મોહનલાલ ના સૌજન્યથી સંઘવી પાડાના ભંડારની તેમજ શ્રી સંઘના ભંડારનીતાડપત્રી આદિ પ્રતિઓ અમને સંશોધન માટે મળી છે.
કચ્છ-માંડવીના શ્રીખરતરગચ્છના ભંડારની પ્રતિની ઝેરોક્ષ નકલ પણ માંડવીના ખરતરગચ્છના કાર્યવાહકોના સૌજન્યથી જ અમને મળી શકી છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મુંબઈના કાર્યવાહકોએ આના અત્યંત દ્રવ્યવ્યયસાધ્ય મુદ્રણની જવાબદારી ઉપાડી છે, અને અમને સદા પ્રોત્સાહન આપ્યું છે.
શ્રીસિદ્ધક્ષેત્ર પાલિતાણા નગરમાં વિક્રમસંવત્ ૨૦૫૧, પોષ સુદિ દસમ બુધવારે ૧૦૧ મા વર્ષે તારીખ ૧૧-૦૧-૧૯૯૫ ના રાત્રે ૮-૫૪ મીનીટે સ્વર્ગસ્થ થયેલાં મારાં પરમ ઉપકારી પરમપૂજ્ય માતુશ્રી સંઘમાતા સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજ કે જેઓ સ્વ૦ સાધ્વીજી લાભશ્રીજી મહારાજ (સરકારી ઉપાશ્રયવાળા)નાં બહેન તથા શિષ્યા છે તેમના સતત આશીર્વાદએ મારૂં અંતરંગ બળ તથા મહાનમાં મહાન સદ્ભાગ્ય છે.
મારા વયોવૃદ્ધ અત્યંત વિનીત પ્રથમ શિષ્ય દેવતુલ્ય સ્વ. મુનિરાજશ્રીદેવભદ્રવિજયજી કે જેમનો લોલાડા (શંખેશ્વરજી તીર્થ પાસે) ગામમાં વિક્રમ સંવત્ ૨૦૪૦માં કાર્તિક સુદિ બીજે, રવિવારે (તા. ૬-૧૧૮૩) સાંજે છ વાગે સ્વર્ગવાસ થયો હતો તેમનું પણ આ પ્રસંગે ખૂબજ સર્ભાવથી સ્મરણ કરૂં છું.
આ ગ્રંથના મુદ્રણ આદિમાં હમણાં અમદાવાદમાં રહેતા પણ મૂળ આદરિયાણાના વતની જીતેન્દ્રભાઈ મણીલાલ સંઘવી તથા માંડલના વતની અશોકભાઈ ભાઈચંદભાઇ સંઘવીએ ઘણો જ ઘણો જ સહકાર આપ્યો છે તે માટે તેઓને ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે.
જેસલમેર, પાટણ તથા ખંભાત ના હસ્તલિખિત પ્રાચીનમાં પ્રાચીન તાડપત્રીય પ્રતિઓના ફોટા તથા ઝેરોક્ષ લેવા માટે તે તે ગામના ટ્રસ્ટના કાર્યવાહકોએ અમને સંમતિ આપી અને અનુકૂળતા કરી આપી છે તે માટે તેમને ઘણા ઘણા ધન્યવાદ ઘટે છે.
આ પુણ્ય કાર્યમાં દેવ-ગુરૂકૃપાએ આમ વિવિધ રીતે સહાયકસને મારા હજારો હાર્દિક ધન્યવાદ અને અભિનંદન છે. - આ ગ્રંથના સંશોધન-સંપાદનમાં મારા શિષ્યવર્ગે ખૂબ જ ખૂબ સહકાર આપ્યો છે. તેમજ મારાં સંસારી માતુશ્રી સંઘમાતા શતવર્ષાધિકાયુસાધ્વીજીમનોહરશ્રીજીમહારાજના પરમસેવિકા શિખ્યા સાધ્વીજીશ્રી સૂર્યપ્રભાશ્રીજીના પરિવાર રૂપ સાધ્વીજીશ્રી જિનેન્દ્રપ્રભાશ્રીજી આદિએ આમાં ઘણો ઘણો સહકાર આપ્યો છે. અમે જે અનેક અનેકતાડપત્રી પ્રતિઓનો ઉપયોગ કર્યો છે તે બધી મોટાભાગે ફોટારૂપે છે, અથવા ઝેરોક્ષ રૂપે છે. ફોટાના ઝીણા ઝીણા અક્ષરો વાંચવા, ફોટા તથા ઝેરોક્ષ કોપીમાંથી તે સ્થળોના પાઠો શોધી કાઢવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org