Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
प्रथमं परिशिष्टम् થયેલી છે. પ્રસ્તુત પ્રકાશનમાં પ્રસિદ્ધ થયેલા અનુયોગધારસૂત્રના સંશોધનમાં કુલદશ પ્રતિઓનો ઉપયોગ કર્યો છે. તેમની સંજ્ઞા આ પ્રમાણે છે. - ઉં, ને, સંહ, વાહ, શ૦, ડે, સંપ૦, ને , વી., અને મુo . આ દશ આદર્શપૈકીના વં, ને , સં૦, વા, અને મુo સંજ્ઞક આદર્શો બૃહદ્વાચનાના છે, જ્યારે શેષ, સં૫૦, ને. અને વીસંજ્ઞક આદશ સંક્ષિપ્ત વાચનાના છે. આ દેશ આદર્શોનો પરિચય આ પ્રમાણે છે
હંરિ - ખંભાતના શ્રી શાંતિનાથ તાડપત્રીય જૈન જ્ઞાનભંડારની કમાંક ૩૯(૧) વાળી તાડપત્રીય પ્રતિ છે. પત્ર સંખ્યા ૧ થી પપ છે. પ્રત્યેક પત્રમાં પત્રની પહોળાઈ અનુસાર ૫ અથવા ૬ પંક્તિઓ છે; કોઇક પત્રમાં ચાર પંક્તિઓ પણ છે. પ્રત્યેક પંક્તિમાં ઓછામાં ઓછા ૧૦૮ અને વધુમાં વધુ ૧૨૧ અક્ષરો લખેલા છે. હાલત સારી અને લિપિ સુંદર છે. ૫૫ માં પત્રમાં અનુયોગદ્વારસૂત્ર પૂર્ણ થયા પછી ગ્રંથ લખાવનારની પુષ્પિકા આ પ્રમાણે છે :
सं० १३०१ वर्षे आषाढ शु०१० शुक्रे धवलक्ककनगरनिवासिना प्राग्वाटवंशोद्भवेन व्य० पासदेवसुतेन गंधिकश्रेष्ठिधीणाकेन बृहद्भ्राता सिद्धाश्रेयोऽर्थे सवृत्तिकमनुयोगद्वारसूत्रं लेखयांचक्रे ॥ उदकानलचौरेभ्यः मूषकेभ्यस्तथैव च। रक्षणीयं प्रयत्नेन यस्मात्कष्टेन लिख्यते ॥छ।। शुभं भवतु चतुर्विधश्रीश्रमणसङ्घस्य ।।छ।।
- ૫૫ મા પત્રમાં અનુયોગદ્વારસૂત્ર પૂર્ણ થયા પછી પ૬ થી ૨૩૭ પત્ર સુધીમાં માલધારગચ્છીય હેમચન્દ્રાચાર્યકૃત અનુયોગવારસૂત્રવૃત્તિ લખેલી છે. ૨૩૭મા પત્રમાં વૃત્તિ પૂર્ણ થયા પછી ગ્રંથ લખાવનારની પુષ્પિકા આ પ્રમાણે છે -
___संवत् १३०१ वर्षे आषाढ शुदि१० शुक्रे धवलक्ककनगरनिवासिना प्राग्वाटवंशोद्भवेन व्य० पासदेवसुत गंधिक श्रे० धीणाकेन बृहद्भ्राता सिद्धाश्रेयोऽर्थे ससूत्रा मलधारिश्रीहेमचंद्रसूरिविरचिताऽनुयोगद्वारवृत्तिर्लेखयांचक्रे ॥छ।। मंगलं महाश्रीः । शुभं भवतु चतुर्विधश्रीश्रमणसङ्घस्य ॥छ।। ઉપર લખેલી અનુયોગદ્વાર મૂલ અને વૃત્તિની પુષ્પિકા ઉપરથી જાણી શકાય છે કે ધોળકા નગરના રહેવાસી પોરવાડવંશીય વ્યવહારી પાસદેવના પુત્ર ગાંધી ધીણાકનામના શ્રેષ્ઠીએ સિદ્ધાનામના પોતાના મોટાભાઇના કલ્યાણ માટે અનુયોગદ્વાર મૂલ અને તેની માલધારીયાવૃત્તિ સં. ૧૩૦૧ના અષાઢ સુદ ૧૦ને શુકવારે લખાવી. આ પુષ્પિકા ઉપરથી જાણી શકાય છે કે અનુયોગ દ્વારા મૂલસૂત્ર અને વૃત્તિ સંપૂર્ણ લખાયા પછી બન્નેના અંતમાં પુષ્પિકા લખાઇ છે. એકથી વધારે ગ્રંથો એક જ પોથીમાં લખાયા હોય ત્યારે કોઇવાર જે ગ્રંથ જે દિવસે પૂર્ણ થતો તે ગ્રંથના અંતમાં લેખકો તે જ મિતિ લખતા, આથી આવી પોથીઓમાં મિતિ અલગ અલગ હોય છે; તો કેટલીક પ્રતિઓમાં એકથી વધારે ગ્રંથો લખાયા હોય છતાં પ્રત્યેક ગ્રંથની પ્રશસ્તિ-પુપિકામાં સંવત્, મહિનો અને તિથિ એક જ લખાયેલાં પણ હોય છે. પ્રસ્તુત ઘં. સંજ્ઞક પ્રતિ આવા પ્રકારના પુપિકાલેખનના ઉદાહરણરૂપ કહેવાય.
ને પ્રતિ - જેસલમેરદુર્ગસ્થ શ્રી જિનભદ્રસૂરિ જૈન જ્ઞાનભંડારની તાડપત્રીય પ્રતિ છે. પ્રતિની હાલત સારી અને લિપિ સુંદર છે, અને લંબાઈ-પહોળાઇ ૩૦.૨૫ X ૨ ઇંચ પ્રમાણ છે. પત્ર ૧ થી ૬૬ સુધીમાં અનુયોગવારસૂત્ર પૂર્ણ થાય છે અને પત્ર ૬૭ થી ૧૬૩ સુધીમાં આચાર્ય શ્રીહરિભદ્રસૂરિકૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org