Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રસ્તાવના સંદેહ જેવું તો રહે છે જ.
પૂ. મુ.શ્રી પુણ્યવિજયજી મહારાજે જેસલમેરથી રતિલાલ દીપચંદભાઈ દેસાઈ ઉપર લખેલા પત્રમાંથી નીચેનો ભાગ ઉપયોગી સમજીને ઉદ્ધત કર્યો છે.
અનુયોગદ્વારની હારિભદ્રી વૃત્તિની પ્રતિ માત્ર પાટણ - વાડીપાર્શ્વનાથ ના ભંડારમાં જ છે. તે સિવાય અહીંથી તેની એક પ્રતિ મળી છે. પાટણની પ્રતિઅહીંની પ્રતિના ઉતારારૂપ હોવા સાથે તે પ્રતિને કોઈ વિશિષ્ટ વિદ્વાને સજાવેલી છે. અહીંની પ્રતિ પણ સુધારેલી છે. જેના શોધકે કેટલાક પાઠો બગાડ્યા છે. આ પ્રતિ નજરે જોવાથી એ ભ્રમણાઓને આપાગે નિ:શંકપણે સુધારી શક્યા છીએ. અને એમાંથી કેટલીક નવી પંક્તિઓ પણ મળી આવી છે. અનુયોગવારસૂત્રની મૂળ પ્રતિ પણ મને પાઠભેદની દષ્ટિએ મદદગાર થઈ છે. ટીકાકાર આચાર્યશ્રી હેમચંદ્ર મલધારીએ જે પાઠભેદો આપ્યા છે તે પૈકીના કેટલાક પાઠભેદો મને આમાંથી મળ્યા છે. જો કે મેં મલધારી મહારાજે ભેગા કરેલા આદર્શો પૈકી ઘણા મેળવી લીધા છે. તેમ છતાં હજુ પણ અમુકઆદર્શ (પ્રત્યંતર) મારા હાથમાં આવવા બાકી છે. એટલે મૂળસૂત્રનું અનુસંધાન એટલું ખંડિત જ રહેશે. સંભવ છે કોઈ નવો આદર્શ ક્યાંથી મળી આવે. ખંભાતનો ભંડાર તપાસવો બાકી છે જ.
અહીં આવીને અમે અનુયોગદ્દારસૂત્ર અને તેની હારિભદ્રી અને મલધારી ટીકાઓ અહીંના પ્રત્યંતરો સાથે મેળવી લીધી છે અને પાઠો શુદ્ધ કરી લીધા છે.” - જુઓ જ્ઞાનાંજલિ પૃ૦ ૨૬૦.
મલધારિ હેમચન્દ્રસૂરિવિરચિત વૃત્તિ - આના સંશોધનમાં તાડપત્ર ઉપર લખેલી પાંચ તથા કાગળ ઉપર લખેલી એક એમ આની છે પ્રાચીન પ્રતિઓનો અમે ઉપયોગ કર્યો છે. જેસલમેરની તાડપત્ર પ્રતિ બીજી પ્રતિઓ કરતાં, વધારે શુદ્ધ લાગે છે. છતાં કોઇક વાર બીજી પ્રતિઓમાં પણ સારો પાઠ મળે છે. આ પ્રતિઓનું લગભગ એક વર્ષ પૂર્વે, વિક્રમસંવત ૨૦૫૩માં, અમે કચ્છમાં નાના આસંબીયામાં ચોમાસું હતાત્યારે આ અનુયોગદ્વાર સૂત્ર ચૂ૦ હ૦ તથા દે. આ ત્રણે વ્યાખ્યા સાથે કેટલુંક તૈયાર થઈ ગયું હતું. કાચી પ્રસ્તાવના પાણ લખાઈ ગઈ હતી. પરંતુ છાપતા પહેલાં, હજુ ઘણાં ઘણાં સંશોધનો તથા સંસ્કારો કરવાના બાકી હતા. ટેના સંશોધનમાં ખંભાત, પાટણ, માંડવીની પ્રાચીન પ્રતિઓ સાથે જેસલમેરના શ્રી જિનભદ્રસૂરિ જૈન જ્ઞાનભંડારની ગ્રંથાંક ૮૦ (98) ની તાડપત્રીય પ્રતિના ફોટાઓનો એમ એકંદરે પાંચ પ્રતિઓનો અમે ઉપયોગ કર્યો હતો.
ત્યારપછી, શ્રી જેસલમેર લોઢવાપુરપાર્શ્વનાથ જૈન શ્વેતાંબર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની વિનંતિથી અહીંના અતિ પ્રાચીન ગ્રંથભંડારોને સુરક્ષિત તથા સુવ્યવસ્થિત કરવા માટે વિક્રમ સંવત્ ૨૦૫૪માં અમારે અહીં જેસલમેરમાં જ ચતુર્માસ કરવા માટે આવવાનું થયું. અનુયોગદ્વારસૂત્રને છાપતા પહેલાં બધું વ્યવસ્થિત કરવા માટે વિચારણા ચાલતી હતી, તેવામાં અહીંના ઉપર જણાવેલા ભંડારની ગ્રંથાંક ૮૧ની માલધારી હેમચંદ્રસૂરિવિરચિત અનુયોગદારવૃત્તિની તાડપત્રીય પ્રતિ તરફ અમારું ધ્યાન ગયું. એટલે ભંડારમાંથી એ પ્રતિ તરત કઢાવીને તેનો ઉપયોગ પણ આ ગ્રંથના સંપાદનમાં અમે કરી લીધો છે. આની અમે નેર સંજ્ઞા રાખી છે. આ પ્રતિનું છેવટનું પત્ર ખંડિત હોવાથી આ પ્રતિ કયારે લખાઈ છે વગેરે જાણી શકાયું નથી. પરંતુ આ પ્રતિને કોઈક વિદ્વાનુવાચકે શુદ્ધ કરેલી છે એ વાત પ્રતિ વાંચતાં જ સ્પષ્ટપણે જણાઈ આવે છે. તેના વિદ્વાન વાચકે જે સુધારા કરેલા છે તેમાં જે જે સુધારા અમને ખાસ ગ્રાહ્ય લાગ્યા છે તે આ સંપાદનમાં ગ્રંથમાં જ સમાવી લીધા છે, બાકીના ટિપ્પણમાં જણાવ્યા છે.
આ પ્રતિની વિશેષતા એ છે કે સામાન્ય રીતે હસ્તલિખિત ગ્રંથોમાં એક સરખું સળંગ લખાણ (Running matter) ચાલ્યા જ કરતું હોય છે, એટલે પદચ્છેદ, પેરેગ્રાફ, વિરામચિહનો આદિ વિનાના આ ગ્રંથોને વાંચવામાં ભૂતકાળના અભ્યાસીઓને કેટલી બધી પારાવાર મુશ્કેલી પડતી હશે એમ આપણને ઘણીવાર લાગે છે. પરંતુ ૮૧ ગ્રંથાંકની પ્રતિ વાંચતાં તો અમે વિસ્મય જ પામી ગયા. પદચ્છેદ આદિ માટેનાં ચિહ્નો તો એમાં છે જ, ઉપરાંત ઠામ-ઠામ જે સંધિચ્છદો પણ એમાં દર્શાવ્યા છે તે તો આજના વિકસિત મુદ્રણયુગમાં પણ દર્શાવવા અતિ અતિ મુશ્કેલ છે. એ યુગમાં પણ ખૂબ વિકાસ પામેલી લેખન-વાંચન કળા જોઈને અમે તો વિસ્મય જ પામી ગયા. આ દષ્ટિએ આ પ્રતિ ઘણી જ અદ્ભુત છે. અહીંના શ્રી જેસલમેર લોકવાપુરપાર્શ્વનાથ જૈન શ્વેતાંબર ટ્રસ્ટ સૌજન્યથી આ પ્રતિ અમને જોવા માટે આપી તે માટે આ ટ્રસ્ટને અમારા ઘણા ઘણા ઘણા ધન્યવાદ છે. – મુનિ જંબૂવિજય, સં. ૨૦૫૫, જેસલમેર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org