Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રસ્તાવના - વ્યાખ્યા - કરવી હોય તો - ચારેય અનુયોગ પ્રમાણે - એટલે કે તે સૂત્રચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ સંબંધી છે એમ માનીને - તેની વ્યાખ્યા કરવામાં આવતી ; અર્થાત્ આર્યવજ સુધી અનુયોગનુય પાર્થક્ય હતું નહિ પણ અપૃથક્શાવેહોઇ પ્રતિસૂત્રમાં ચારેય અનુયોગને અનુસરી વ્યાખ્યા કરવામાં આવતી. પણ સમય પારખીને સ્થવિર આર્યરક્ષિતે અનુયોગનું પાર્થક્ય કર્યું, ત્યારથી કોઈ પણ એક સૂત્રનો સંબંધ ચાર અનુયોગમાંથી કોઈ પણ એક અનુયોગ સાથે જોડવામાં આવે છે (આવશ્યકનિયુક્તિ અને તેની ટીકા ; વિશેષા૦ હ૦ ગા૦૨૨૭૯-૨૨૯૫).
આ હકીકત એ બતાવે છે કે આર્યરક્ષિત અનુયોગના નિષ્ણાત હશે. વળી નંદીસૂત્રની સ્થવિરાવલીમાં આવતી ૨૮ મી ગાથા પછીની પ્રક્ષિપ્ત ગાથામાં તેમને નમસ્કાર કરતાં કહ્યું છે -
वंदामि अज्जरक्खियखमणे रक्खियचारित्तसव्वस्से। रयणकरंडगभूओ अणुओगो रखिओ जेहिं॥
આથી પણ સ્પષ્ટ છે કે આર્યરક્ષિતે બહુમૂલ્ય અનુયોગની રક્ષા કરી છે. આર્યરક્ષિતની આવીયોગ્યતાને આધારે તેમનું નામ અનુયોગદ્વારના કર્તા તરીકે પ્રવાદમાં આવ્યું છે. અત્રે એ સ્પષ્ટ કરવું જોઈએ કે આ પ્રવાદમાં તથ્ય કેટલું છે તે જાણવાનું આપણી પાસે અન્ય કોઈ સાધન નથી. કોઈ પ્રાચીન ઉલ્લેખ એવો મળતો નથી કે જેમાં તેમને અનુયોગદ્વારના કર્તા કહ્યા હોય. જ્યાં પણ તેમને વિષે હકીકત ત્યાં એ જ કહેવામાં આવ્યું છે કે તેમણે ચારેય અનુયોગનું પાર્થક્ય કર્યું. અનુયોગનું પાર્થક્ય અને અનુયોગદ્વારની રચના ન કરી હોય તો પણ એવી સંભાવના તો છે જ કે તેમની પરંપરાના કોઈ શિષ્ય-પ્રશિષ્ય તેની રચના કરી હોય. કારણ કે એટલું તો નક્કી જ છે કે અનુયોગ પ્રક્રિયાનું વિશેષ જ્ઞાન આર્યરક્ષિતને હતું એટલે તેમણે એ બાબતનું જ્ઞાન પોતાના શિષ્યોને આપ્યું હોય.
આર્યરક્ષિતનો સમય - તેઓ આર્યવજના સમકાલીન હતા તે ધ્યાનમાં લઈએ તો વજનું સ્વર્ગગમન વીરનિ૦ ૫૮૪ માં થયું મનાય છે, એટલે તેમની પાસે લગભગ દશ વર્ષ સુધી પૂર્વગતનું અધ્યયન કરનાર આર્યરક્ષિત ૫૭૫ વીરનિં૦ માં તો દીક્ષિત અવસ્થામાં હતા જ એમ માની શકાય. અને જે અનુયોગદ્વારની રચના તેમણે કરી હોય તો એમ માનવામાં વાંધો ન આવે કે તેમણે તેની રચના વીરનિ૦ ૫૮૪ પછી ક્યારેક કરી હશે. તેઓનો યુગપ્રધાન કાળ ૫૮૪-૫૯૭ વીરનિ૦ સં૦ છે. એટલે વીરનિ૦૫૮૪-૫૯૭ વચ્ચે ક્યારેક અનુયોગની રચના થઈ હશે, એમ માની શકાય. એટલે કે જો અનુયોગદ્વાર આર્યરક્ષિતની રચના હોય તો તે વિ.સં. ૧૧૪ થી ૧૨૭ માં ક્યારેક રચાયું હશે.
આરક્ષિત પ્રસ્તુત અનુયોગવારના કર્તા હોય કે ન હોય પણ અન્ય આંતરિક તથા બાહ્યપ્રમાણોને આધારે અનુયોગદ્વારના સમયની ચર્ચા કરવી જરૂરી છે. १. चउदस सोलस वासा चउदस वीसुत्तरा य दुण्णि सया।
अट्ठावीसा य दुवे पंचेव सया य चोयाला॥ पंच सया चुलसीया छच्चेव सया नवुत्तरा हुंति ।। पत्र १३९ पंचसया चुलसीया तइया सिद्धिं गयस्स वीरस्स।
મળાિખ દ્રિકી રસપુરનો સમુqvOTT II - આવશ્યકનિર્યુકિત, પત્ર ૧૪૩ ૨. આગમયુગકા જૈનદર્શન - પૃ૦૧૭, જૈન પરંપરાનો ઈતિહાસ- પૃ૦૩૦૭-૩૧૧; તપાગચ્છપટ્ટાવલી પૃ૦૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org