Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રસ્તાવના
૩૪
ઢગલામાં ચારે તરફ લાળ મુકતા મુકતા ફરતા જેથી તેમની લાળ ઊભા કરેલા ખીલાઓમાં ગોઠવાઇજતી. આ લાળના તંતુઓ વસ્ત્ર બનાવવા માટે કાળજીપૂર્વક ભેગા કરી લેવામાં આવતા, પ્રસ્તુત લાળતંતુઓને પટ્ટસૂત્ર કહેવામાં આવતું અને તેમાંથી બનેલું વસ્ત્ર પટ્ટ કહેવાતું. ઉક્ત ક્રમ પ્રમાણે મલય દેશમાંથી મેળવાતા લાળતંતુઓને મલયસૂત્ર કહેવાતું અને તેમાંથી બનેલું વસ્ત્ર મલય કહેવાતું. ચીન દેશ સિવાયના અમુક દેશોમાંથી ઉક્ત વિધિ મુજબ મેળવાતા લાળતંતુઓને અંશુકસૂત્ર કહેવાતું અને તેમાંથી બનેલું વસ્ત્ર અંશુક કહેવાતું. ઉક્ત ક્રમ પ્રમાણે જ ચીન દેશમાંથી મેળવાતા લાળતંતુઓને ચીનાંશુકસૂત્રકહેતા. અને તેમાંથી બનેલું વસ્ત્ર ચીનાંશુક કહેવાતું. પટ્ટસૂત્ર, મલયસૂત્ર, અંશુકસૂત્ર અને ચીનાંશુકસૂત્ર એકત્રિત કરવાની વિધિ તો એક જ પ્રકારની છે. છતાં દેશવિદેશના પતંગકીટોના વૈવિધ્યથી તેમની લાળમાં વૈવિધ્ય હોય, જેના આધારે તે તે લાળતંતુઓથી બનેલા વસ્ત્રનું આગવું પ્રાધાન્ય હશે. કોઇક પદાર્થનું મિશ્રણ કરીને મનુષ્યાદિનું રૂધિર છિદ્રવાળા ભાજન સંપુટમાં રાખવામાં આવતું, તેમાં ઘણા કૃમિઓ ઉત્પન્ન થતા, આકૃમિઓ હવા મેળવવા માટે ભાજનસંપુટના છિદ્રોદ્વારા બહાર નીકળીને આજુબાજુ ફરતાં ફરતાં જે લાળ મુકતા તે લાળતંતુને કૃમિરાગસૂત્ર કહેવાતું. આ કૃમિઓ રૂધિરમાંથી ઉત્પન્ન થયેલા હોવાથી તેમનો રંગ પણ રૂધિર જેવો હોય જે. આ કૃમિરાગસૂત્રમાંથી બનેલું વજ્ર કૃમિરાગ કહેવાતું. આ બાબતમાં કેટલાકનો મત આ પ્રમાણે છે - ઉપર જણાવેલા ક્રમપ્રમાણે ભાજનસંપુટમાં જ્યારે કૃમિઓ ઉત્પન્ન થતા ત્યારે કૃમિસહિત રૂધિરને મસળીને કેવળ રસ લેવામા આવતો અને તે રસમાં જે પટ્ટસૂત્ર રંગવામાં આવતું તેને કૃમિરાગસૂત્ર કહેવામાં આવતું.
૪. વાલજ - પ્રાણીઓના વાળમાંથી બનાવવામાં વતા સૂતરને વાલજસૂત્ર કહેવામાં આવતું. તેના પાંચ પ્રકાર છે ; ૧ ઔર્ણિક સૂત્ર, ૨ ઔટ્રિક સૂત્ર, ૩ મૃગલોમિક સૂત્ર, ૪ કૌતવ સૂત્ર ૫ કિટ્ટિસ સૂત્ર. ઘેટાંના ઊનમાંથી બનાવેલું ઔર્ણિક સૂત્ર. ઊંટના વાળમાંથી બનાવેલું મૃગલોમિકસૂત્ર. ઉદરના વાળમાંથી બનાવેલું કૌતવસૂત્ર. ૫ અને આ ચાર પ્રકારનાં સૂતર બનાવતાં પ્રત્યેક પ્રકારના સૂતરના જે જે અવશિષ્ટ વાળ (કૂટા જેવું) રહ્યા હોય તેમાંથી બનાવેલું કિટ્ટિસસૂત્ર કહેવાતું. અથવા શ્વાન આદિના વાળમાંથી બનાવેલું હોય તેને પણ કિટ્ટિસસૂત્ર કહેવામાં આવતું.
૫. વલ્કજ - વનસ્પતિની છાલમાંથી બનાવેલું હોય તે વલ્કજસૂત્ર કહેવાતું. શણ વગેરેના તંતુઓને વલ્કજસૂત્ર કહી શકાય.
ઉપર જણાવેલા સૂતરના ભેદ અને પ્રભેદો ઉપરથી પ્રાચીન સમયના વિધવિધ વસ્ત્રનિર્માણનો ઠીક ઠીક પરિચય મળે છે. આ હકીકત અનુયોગદ્દારના ૪૦થી ૪૫ સુધીનાં સૂત્રોમાં (૫૦ ૬૭) વર્ણવાયેલી છે. ઉક્ત સૂતરના પ્રકારોનો પરિચય અનુયોગદ્વારર સૂત્રની ચૂર્ણિ અને બે વૃત્તિઓમાંથી લીધો છે.
અશ્વ, હસ્તિ, આદિ ચતુષ્પદ પ્રાણીઓને કેળવવાની કળાનો માત્ર ઉલ્લેખ અહીં મળે છે. જુઓ અનુયોગદ્દાર સૂત્ર ૮૧ મું તથા ૭૩ મા પૃષ્ઠની પહેલી ટિપ્પણી.
આમ્રવૃક્ષ, આમલકવૃક્ષ, આદિ વૃક્ષોને ઉછેરવાની પ્રક્રિયાનો માત્ર ઉલ્લેખ અનુયોગદ્વારના ૮૨ મા સૂત્રમાં મળે છે. તથા આમ્રાદિ વૃક્ષોનો ઉછેર અને તેનું વર્ધન કરવાની તેમ જ આમ્રાદિનાં ફળોને કોદરા અને ઘાસ વગેરેમાં પકવવાની પ્રક્રિયાની નોંધ પણ શલે છે. જુઓ પૃ૦ ૭૩ ટિ૦ ૧.
ખાંડ, ગોળ અને સાકર ને વધુ મિષ્ટ બનાવવાની પ્રક્રિયાનો માત્ર ઉલ્લેખ અનુયોગદ્વારના ૮૩ મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org