Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રસ્તાવના
૩૩ સવેતનકે અવેતન વિવિધ કલાવિદોના વર્ગોનાં નામ પણ અહીં ઠીકઠીક પ્રમાણમાં આ પ્રમાણે મળે છે. નટ-નાટક કરનાર. નર્તક - નૃત્ય કરનાર. જલ - દોરડા ઉપર પ્રયોગો કરનાર નટ. મલ - કુસ્તીબાજ. મૌષ્ટિક - મુક્કાબાજીથી સ્પર્ધા કરનાર મલ્લ. વિડંબક - વિવિધ વેષ કરનાર વિદૂષક (બહુરૂપી). કથક - કથાવાર્તા કરનાર, પ્લવક - લાંબા ખાડા કૂદનાર અથવા નદી-તળાવ તરનાર. લાસક - રાસગાનાર અથવા જય શબ્દ બોલનાર ભાંડ. આખ્યાયક - ભાવિ શુભાશુભ કહેનાર, સંખ - મોટા વાંસ ઉપર ચડીને વિવિધ પ્રયોગો કરનાર નટ. મંખ - તે તે પ્રકારના ચિત્રપટો લઈને લોકોને દર્શન કરાવી આજીવિકા મેળવનાર. નૂગાવાન્ - તૂણા નામનું વાદ્ય વગાડનાર, તુંબવીણિક - વીણાવાદક. કાય - કાવડ વહન કરનાર. માગધ - મંગલપાઠક, જુઓ અનુયોગદ્વાર સૂ૦ ૮૦મું (પૃ૦ ૭૩). આ ઉપરથી આપણી નાટ્યકલા, નર્તનકલા, દોરડા ઉપર વિવિધ પ્રયોગો કરવાની કળા, કુસ્તીની કળા, મુક્કાબાજીથી સ્પર્ધા કરવાની કળા, વિદૂષક - બહુરૂપીની કળા, લાંબું કૂદવાની કળા, તરવાની કળા, મોટા વાંસ ઉપર ચઢીને વિવિધ પ્રયોગો કરવાની કળા, અને વીણાદિવાઘવાદન કળા આદિ કળાઓ અનુયોગદારસૂત્રકારના પહેલાં પણ ઘણા પ્રાચીન સમયથી વિકસેલી હતી તે જાણી શકાય છે. ઉપરાંત આજે જે ચોક-ચોપટમાં ભારતાદિ કથાઓનાં આખ્યાન થાય છે અને ગેય કથાઓ દ્વારા પણ ઉપદેશ અપાય છે તે પ્રથા પણ ઉપર જણાવેલા કલાવિદો પૈકીનાકથક અને લાસક શબ્દથી સમજી શકાય છે કે બહુપ્રાચીન સમયની પરંપરા રૂપ છે. પ્રસ્તુત સંદર્ભમાં આવેલા નટ આદિનામોનો પરિચય અનુયોગદ્વારસૂત્રની મલધારીયા વૃત્તિમાંથી નોંધ્યો છે.
વિવિધ કળાઓ તાલ અને તાલીનાં પાંદડાં તથા વસ્ત્ર ઉપર ગ્રંથો લખાતા હતા તેનો ઉલ્લેખ અનુયોગદ્વારના ૩૯ માં સૂત્ર (પૃ૦૬૭) માં મળે છે. અહીંમૂલ શબ્દ ઉત્તય-પત્યતિક્રિય છે. તેનો ચૂર્ણિઅને ટીકામાં બે પ્રકારે અર્થ છે : ૧. પત્ર એટલે તાલે - તાલીનાં પાંદડાં ઉપર લખેલું, આવાં પત્રોના સમૂહને પુસ્તક કહેવામાં આવે છે, તેના ઉપર લખેલું. ૨. તાલ-તાલીનાં પાંદડાં ઉપર લખેલું અને વસ્ત્ર ઉપર લખેલું. આનોધ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તાડપત્ર અને વસ્ત્ર ઉપર લખવાની આપણી લેખન કળા જુગજૂની છે.
તરેહ તરેહના સૂત્ર-સૂતર એટલે વસ્ત્ર વણવાના ઉપયોગમાં આવતા તાણા વાણાના તંતુ અને તદનુસાર તરેહ તરેહનાં વસ્ત્રોની માહિતી પણ અહીં ઠીક ઠીક પ્રમાણમાં આ પ્રમાણે મળે છે - સૂત્ર-સૂતરના (તદનુસાર વસ્ત્રના પણ) પાંચ પ્રકાર છે : ૧ અંડજ, ૨ બૉડેજ, ૩ કીટ, ૪ વાલજ, અને ૫ વલ્કજ.
૧. અંડજ - હંસગર્ભદિને અંડજ કહે છે. હંસ એ ચતુરિંદ્રિય જીવવિશેષ છે તેનો ગર્ભ તે કોશિકારકોસીટો તેમાંથી ઉત્પન્ન થયેલા તંતુને હંસગર્ભ કહે છે. પંચેન્દ્રિય હંસપક્ષીના ગર્ભમાંથી લીધેલા તંતુને હંસગર્ભ કહે છે તેવો પણ કેટલાકનો મત છે.
૨. બોંડજ - કપાસમાંથી બનાવેલો તંતુ - રૂનું સૂતર.
૩.કીટજ - આના પાંચ પ્રકાર છે: ૧. પટ્ટ, ૨. મલય, ૩. અંશુક, ૪. ચીનાંશુક અને ૫. કૃમિરાગ. જે જંગલમાં અમુક પ્રકારના પતંગ કીટની ઉત્પત્તિ થતી હોય, તે જંગલમાં માંસાદિના ઢગલા વ્યવસ્થિત રીતે પાથરીને કરવામાં આવતા અને તે ઢગલામાં ચારે બાજુ અંતરે અંતરે નીચા ઊંચા ખીલા ઉભા કરવામાં આવતા. ત્યારબાદ વનાંતરમાં ફરતા પતંગ-કીટો-ઊડી શકે તેવા કીડા - માંસાદિના ભક્ષણ માટે આવતા અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org