Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રસ્તાવના
૨૫ સમયમાં પોતે માનેલી ઉપયોગી વિદ્યાના સાધકો અનેક દિશામાં નક્કર પ્રયત્ન કરતા અને તેની પરંપરા પણ ચાલતી રહેતી. ભારતવર્ષમાં પ્રાચીન કાળમાં આવા વિવિધ ગ્રંથો હતાતે પ્રસ્તુત નંદિસૂત્રતથા અનુયોગદ્વારસૂત્રના આધારે પણ જાણી શકાય છે, સાથે સાથે ભારતવર્ષનું કેટલુંય અનેક પ્રાચીન ગ્રંથોમાં મળતું વિવિધ સાહિત્ય નષ્ટ થયું છે તે પણ સહજ સમજી શકાય છે.
અનુયોગદ્વારસૂત્રના કોઇ પણ પ્રત્યંતરમાં ઉપર જણાવેલાં ૧૯નામોથી અતિરિક્ત એક પણ નામ નથી. પણ નંદિસૂત્રની બે પ્રતિઓમાં માનવ - ભાગવત, ચંનતી - પાતંજલ સૂત્ર, વય - (?) પુષ્યદૈવત, તે - લેખશાસ્ત્ર, Tય - ગણિતશાસ્ત્ર અને સાથે - શકુનરૂત - એમ છ પ્રક્ષિપ્ત નામ પણ મળે છે. આમાં પાતંજલસૂત્રતો પ્રાચીન છે, સમર્થ જૈનાચાર્યોએ મહર્ષિ પતંજલિનો બહુમાનપુર:સર ઉલ્લેખ કર્યાનાં અવતરણો મળે છે અને તેથી જ પ્રત્યંતરોમાં મળતો પાયંજલી શબ્દ મૂળવાચનાનો નહીં પણ કોઇએ ગમે તે દષ્ટિએ પ્રક્ષિત કર્યો છે, તેમ માનવું જોઈએ. લેખનશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રને પ્રસ્તુત સંદર્ભમાં સમાવિષ્ટ કરવાનો કોઈ ઝાઝો અર્થ નથી તેથી તે પણ સહજ રીતે જ પ્રક્ષિત કરે છે. ભાગવત અને શકુનરૂત (પક્ષીઓના વિવિધ અવાજ ઉપરથી ફલાદેશ આપનાર ગ્રંથ) - આ બે ગ્રંથો નંદિસૂત્રકાર શ્રીદેવવાચકના પછી રચાયેલા હોવા જોઈએ. તથા પુરૂદ્દેવયં નો સંસ્કૃત પર્યાય પુષ્યવતમ્ કરીએ તો કદાચ જ્યોતિષશાસ્ત્રનો કોઇ ગ્રંથ હોય તેવું સામાન્યરીતે માત્ર અનુમાન જ થઈ શકે. અસ્તુ.
ઉપર જણાવેલાં પ્રક્ષિતનામો પૈકીનું એક પણ નામ અનુયોગવારસૂત્રમાં મળતું નથી. આથી ભાગવતના રચના સમય માટે એટલું તો ચોક્કસપણે કહી શકાય કે અનુયોગદ્વારસૂત્રની રચના પછી તેની રચના થઈ છે. પાતંજલ સૂત્રની પેઠે ભાગવત પ્રાચીન હોવા છતાં તેનો ઉલ્લેખ કર્યો નહીં હોય એમ માનવાને પણ કોઇ કારણ નથી. મહાભારત અને રામાયણની પેઠે જ ભાગવતનું પણ તેની રચના પછી બહુમાન્યગ્રંથ તરીકેનું સ્થાન છે તે એક હકીકત માનવી જોઇએ. પરંપરાગત પ્રણાલી મુજબ વ્યક્તિગત રીતે ભાગવતનો પાઠ રાત્રે કરવો આવશ્યક મનાયો છે. અનુયોગદ્વારસૂત્રના ૨૬માં સૂત્રમાં જણાવ્યું છે કે મહાભારત દિવસના પૂર્વાર્ધમાં વાંચવું અને રામાયણ દિવસના ઉત્તરાર્ધમાં વાંચવું, આવી લૌકિક પરંપરા છે. અહીં વાંચવું એટલે વ્યકિતગત વાંચવું એમ સમજવું જોઈએ. અનુયોગવારસૂત્રમાં જણાવેલી આ હકીકતને મોટા ભાગે પુષ્ટિ આપતો અને સાથે સાથે ભાગવતને રાત્રિએ વાંચવું જોઈએ એ હકીકતને જણાવતો એક શ્લોકપં.શ્રી હરિશંકરભાઈ પાસેથી જાણવા મળ્યો છે તે આ પ્રમાણે છે :
प्रात तप्रसङ्गेन मध्याह्ने स्त्रीप्रसङ्गतः।
रात्रौ चौर्यप्रसङ्गेन कालो गच्छति धीमताम् ।।
અર્થાત્ સવારમાં ધૂત પ્રસંગ જેમાં આવે છે તે ગ્રંથથી એટલે કે મહાભારતથી, મધ્યાહ્નમાં સ્ત્રીનો પ્રસંગ જેમાં આવે છે તે ગ્રંથથી એટલે કે રામાયણ થી; અને રાત્રિએ ચોરીનો (વસ્ત્રહરણનો) પ્રસંગ જેમાં છે તે ગ્રંથથી એટલે ભાગવત થી બુદ્ધિમાન માણસોનો કાળ જાય છે.
જેમ અનુયોગદ્વારસૂત્રના ૨૬ મા સૂત્રમાં મહાભારત અને રામાયણના વાચનનો સમય બતાવ્યો છે તેમ અજૈન સમાજમાં વિશિષ્ટ પ્રાધાન્ય ધરાવનાર ભાગવત જો અનુયોગદ્વારસૂત્રકાર શ્રી આર્યરક્ષિતસૂરિના સામે હોત તો તેઓ જરૂર તેનો ઉલ્લેખ કરત. ટૂંકમાં, અનુયોગદ્વારસૂત્રની કોઈ પણ પ્રતિમાં ભાગવતનો ઉલ્લેખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org