Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રસ્તાવના
૨૯
ગ્રંથપ્રમાણગણના મોટા ભાગના પ્રાચીન ગ્રંથોમાં તે તે ગ્રંથનું પ્રમાણ જણાવવા માટે ગ્રંથાગ્ર લખીને તે તે ગ્રંથનું કુલ શ્લોકપ્રમાણ જણાવવામાં આવ્યું છે. અહીં અનુયોગદ્દારસૂત્ર પૂર્ણ થયા પછી જે બે પ્રક્ષિપ્ત ગાથાઓ આવે છે તેમાંની પહેલી ગાથામાં અનુયોગધારસૂત્રનું પ્રમાણ કુલ ૧૬૦૪ ગાથાઓ છે એમ જણાવ્યું છે. આથી જાણી શકાય છે કે મારાથાશ્ર લખીને ગ્રંથનું કુલ ગાથા પ્રમાણ જણાવવાની પદ્ધતિ પણ પ્રાચીન સમયમાં હતી. આમ છતાં એટલું તો ચોક્કસ છે કે પ્રસ્થાશ્રમ્ લખીને જેનું કુલ શ્લોકપ્રમાણ જણાવવામાં આવ્યું હોય તેવા ગ્રંથો વિપુલ પ્રમાણમાં મળે છે, જ્યારે ચાર લખીને ગ્રંથપ્રમાણ જણાવેલું હોય તેવા ગ્રંથો કવચિત જ મળે છે અને જે મળે છે તે પ્રાય: કેવળ આર્યાછંદમાં રચાયેલા છે. અનુયોગદ્વારસૂત્ર જેવા ગદ્ય-પદ્યાત્મક ગ્રંથોનું પ્રમાણ થાશ્ર થી જણાવાયું હોય તેવો ગ્રંથ પ્રસ્તુત અનુયોગદ્વારસૂત્ર સિવાય જવલ્લે જ હશે. જે જે ગ્રંથોના અંતમાં પ્રસ્થા કે થાઇ લખીને ગ્રંથપ્રમાણ જણાવવામાં આવેલું છે તે કોઈ વારતે તે ગ્રંથના કર્તાએ લખેલું હોય છે, જ્યારે મોટાભાગના ગ્રંથોમાં તે તે ગ્રંથની નકલ કરનાર લેખકોએ અથવા અન્ય વાચક વિદ્વાનોએ લખેલું હોય છે. અહીં ઉપયુક્ત પ્રતિઓ પૈકીની વા૦ સંજ્ઞક પ્રતિમાં કુલ ૧૬૦૪ ગાથા ની સંખ્યા અંકમાં જણાવ્યા પછી ગ્રંથાબંઋોજ ૨૦૦૦લખેલું (જુઓ પૃ૦૨૦૫ ટિ૦૮ માં વાવ પ્રતિનો પાઠ) હોવાથી તેના લેખકને એક ગાથાના સવા શ્લોકની ગણત્રી અભિપ્રેત છે એમ જાણી શકાય છે. આ બે પ્રકાર અને તે સિવાય પણ ઘણી રીતે ગ્રંથને લગતી વિવિધ સંખ્યાઓનાં નામ અહીં આ પ્રમાણે મળે છે - પર્યાવસંખ્યા, અક્ષરસંખ્યા, સંઘાતસંખ્યા, પદસંખ્યા, પાદસંખ્યા, ગાથાસંખ્યા, શ્લોકસંખ્યા, વેઢ સંખ્યા, નિર્યુક્તિસંખ્યા, અનુયોગવાર સંખ્યા, ઉદ્દેશકસંખ્યા, અધ્યયનસંખ્યા, શ્રુતસ્કંધસંખ્યા અને અંગસંખ્યા. જુઓ અનુયોગદ્વારનું ૪૯૪મું સૂત્ર. નંદિસૂત્રના ૮૭ મા સૂત્રથી ૯૭ મા સૂત્રસુધીનાં ૧૧ સૂત્રોમાં તથા ૧૧૪ માં સૂત્રમાં ઉક્ત સંખ્યાઓનો ઉલ્લેખ મળે છે.
અજૈન ધર્મગુરૂઓ અનુયોગવારસૂત્રમાં ૧.અજૈનધર્મગુરૂઓના વિવિધ પ્રકારોનાં નામ, ૨. તેમનાપૂજ્ય દેવતાઓનાં નામ, ૩. તેમની પૂજા વિધિની સામાન્ય રૂપરેખા અને ૪. તેમનાં નિત્યકર્મની સંક્ષિપ્ત હકીકત આ પ્રમાણે મળે
૧. અજૈન ધર્મગુરૂઓના વિવિધ પ્રકારોનાં નામ - ચરક - ધાડા રૂપે-ટોળા રૂપે, ભિક્ષાચર અથવા ખાતાં ખાતાં ચાલવાના આચારવાળા હોય છે. ચીરિક - માર્ગમાં પડેલાં ચીંથરાંથી દેહ ઢાંકીને રહેનારા અથવા જેમનું બધું ઉપકરણ ચીંથરાંમય હોય છે. ચર્મખંડિક - ચામડાથી દેહ ઢાંકીને રહેનારા અથવા જેમનું બધું ઉપકરણ ચર્મમય હોય છે. ભિક્ષોંડ- કેવળ ભિક્ષાભોજી ગોદુગ્ધાદિના પણ ત્યાગી અથવાબૌદ્ધભિક્ષુ. પાંડુરંગ - શરીરે ભસ્મ ચોળીને રહેનારા. ગૌતમ- કોડીઓની માળાથી શોભાયમાન તથા વિચિત્ર રીતે પગે પડવાનું શિક્ષણ જેને આપવામાં આવ્યું છે તેવા વૃષભના ઉપાયથી કણભિક્ષા લેનારા. ગોવતિક - ગાયના જેવી જીવનચર્યાવાળા - ગાયો ચાલે ત્યારે ચાલનારા, બેસે ત્યારે બેસનારા, અને ઉભી રહે ત્યારે ઊભા રહેનારા, તેમ જ ખાય ત્યારે તેની પેઠે જ તૃણ-પત્ર-પુષ્પ-ફળ ખાનારા. ગૃહિધર્મ - ગૃહસ્થ ધર્મને જ શ્રેષ્ઠ માનીને તે મુજબ વર્તનારા. ધર્મચિંતક - યાજ્ઞવલ્કય ઋષિ આદિએ કરેલી ધર્મસંહિતાઓનું ચિંતન કરનારા અને તે મુજબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org