Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રસ્તાવના
૧૭ આવી છે. તેથી તે તેની અંતર્ગત જ સમજી લેવો જોઈએ. આથી તેનું વિવરણ જુદું નથી કર્યું. આચાર્ય શ્રી જિનભદ્રસ્પષ્ટીકરણ કર્યું છે કે સૂત્રાનુગમ (જે અનુગામના એકમૂળભેદરૂપ છે), સૂત્રાલાપક (જે અનુયોગના બીજા દ્વારા નિક્ષેપનો એક ભેદ છે - (સૂ) ૫૩૪, ૬00), સૂત્રસ્પર્શિકનિયુક્તિ (જે અનુયોગના તીજા દ્વારા અનુગામનો એક ભેદ છે - સૂ૦ ૬૦૨, ૬૦૫) અને અનુયોગના ચોથા દ્વારા ગત નયો - આ ચારે બાબતોનો વિચાર,કમેનહિ પણ એકસાથે, પ્રત્યેક સૂત્રના વિચાર પ્રસંગે થાય છે. પ્રથમ ત્રણમાં તો સૂત્ર” શબ્દ સામાન્ય છે. સૂત્રના વિચારપ્રસંગે તેની વ્યાખ્યા એટલે અનુગમ કરવો પ્રાપ્ત હોઇ તેનો નિક્ષેપ દ્વારા નિર્ણય ન થાય ત્યાં સુધી વ્યાખ્યા સરલ બને નહિ એથી સૂત્રાનુગમ પ્રસંગે સૂત્રાલાપક નિક્ષેપ સ્વત: પ્રાપ્ત થાય છે અને તે પછી નિક્ષિપ્ત સૂત્રની નિયુક્તિ - વિશેષવિવરણ - સરલ થઈ પડે છે, તેથી સૂત્રસ્પર્શિકનિર્યુક્તિ પણ તેમાં અવસર પ્રાપ્ત છે. અને વિવરણમાં, સંભવ પ્રમાણે, ન વિચાર-નયયોજના કરવી તે પણ તેની વ્યાખ્યાનું અંગ છે, તેથી આ પ્રકારે એ ચારે બાબતો એકસાથે પ્રાપ્ત છે. તેથી તેમનું તે તે સ્થાને વિવરણ ન કરતાં સૂત્રસ્પર્શિકનિકુંજ્યનુગમપ્રસંગે જ તેમની યોજના ઉચિત છે (વિશેષા૦ સ્વો૦ ગા૦૯૯૭-૯૯૮).
૪. નય : અનુયોગના ચોથા દ્વાર નય વિષે અનુયોગદારસૂત્રમાં (સૂ) ૬૦૬) માત્ર સાત નયો અને તેની વ્યાખ્યા આપીને સંતોષ માન્યો છે. તેની યોજના પ્રસ્તુત સૂત્રમાં જણાવી નથી, પણ અન્ય અનેક પ્રસંગે
યયોજના કરી બતાવી છે - સૂ૦૧૫,૯૭-૧૩૦,૧૪૧-૧૪૮, ૧૫૩-૧૫૯, ૧૮૨-૨૦૦,૪૨૭,૪૭૩૪૭૬,૪૮૩, ૪૯૧, ૫ર ૫.
વૈદિક અને બૌદ્ધ વ્યાખ્યાપદ્ધતિ સાથે અનુયોગનું સામ્ય અનુયોગદ્વારમાં કમે સમુદાયાર્થઅને અવયવાર્થ નિરૂપણની પદ્ધતિ આપણે જોઇ; તેનું મૂળ પ્રાચીન વ્યાખ્યાપદ્ધતિમાં પણ જોવા મળે છે. નિરૂક્તમાં પ્રથમ આખ્યાતનામ આદિપદોનાં સામાન્ય લક્ષણોની ચર્ચા જોઇ શકાય છે અને પછી તે તે ગો આદિ પદોને લઈને તેમનું નિર્વચન કરવામાં આવ્યું છે. આ બાબતનો નિર્દેશ નિરૂક્તના ટીકાકાર દુર્ગે સ્પષ્ટરૂપે કર્યો છે - "समाम्नायः समाम्नातः, स व्याख्यातव्यः' इति प्रतिज्ञातम् । सा च पुनरियं व्याख्या सामान्या वैशेषिकी च । तत्र सामान्या सर्वनाम्नामिदं सामान्यलक्षणम्, इदमाख्यातानाम्, इदमुपसर्गाणाम्, इदं निपातानामिति .. .. अथेदानीं વિશેષાહ્યી, પ્રતિવમાં સમાનાયો ચાહ્યતવ્ય:' - નિરૂક્તટીકા - દ્વિતીયાધ્યાય પંચમ ખંડ, પૃ૦ ૧૪૩ (આનંદાશ્રમ).
વળી, અનુયોગમાં ઉપોદઘાતની ચર્ચા પ્રસંગે જે ઉદ્દેશાદિ વ્યાખાદ્વારો છે તેમાંનાં કેટલાંક તો એવાં છે જે જૈનાગમને જ અનુકૂળ છે, પણવેદ નિત્ય હોવાથી વેદના નિર્ગમ-કાલ-ક્ષેત્રાદિ જેવાં વ્યાખ્યાધારોને અવકાશ ન રહે તે સ્વાભાવિક છે. તેને બદલે દ્રષ્ટા ઋષિ, મંત્રની મુખ્ય દેવતા આદિની ચર્ચા તેમાં આવે છે. એટલે તેવાં ધારોની ચર્ચા વૈદિક વ્યાખ્યાગ્રંથોમાં ન મળે તો તેમાં આશ્ચર્યનથી; પણ એ સિવાયનાં જે કેટલાંક વારોનો વ્યાખ્યા ગ્રંથોમાં નિર્દેશ મળે છે તે તુલનીય છે. ન્યાયસૂત્રના વાત્સ્યાયનભાષ્યમાં શાસ્ત્રપ્રવૃત્તિ ત્રણ પ્રકારની બતાવી છે - ઉદ્દેશ, લક્ષણ અને પરીક્ષા (ન્યાયભા૦૧.૧.૨). આ ત્રણ ઉપરાંત વિભાગ પણ એક અંગ મનાતું હશે, કારણ કે તેના પાર્થક્યની બાબતમાં પૂર્વપક્ષ કરીને ન્યાયવાર્તિકકારે તેનો સમાવેશ ઉદ્દેશમાં કરી દીધો છે (ન્યાયવા૦ ૧.૧.૩, પ્રમાણમીમાંસા ટિપ્પણ, સિંધી સિરીઝ પૂ૦૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org