Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રસ્તાવના
૧૬ ૩. અનુગમ: અનુયોગનું તીજું દ્વાર છે અનુગમ (સૂ૦૬૦૧-૬૦૫), તેના બે ભેદો - સૂત્રાનુગમ અને નિયુત્યનુગમ એવા કરવામાં આવ્યા છે. તેમાંથી નિર્યુકિત-અનુગામના ત્રણ પ્રકાર છે - નિક્ષેપ, ઉપોદ્ઘાત અને સૂત્રસ્પર્શિક (સૂ૦૬૦૨). તેમાંનો નિક્ષેપ પ્રકારતો આ પહેલાં ચર્ચાઇગયેલ છે એમ જણાવ્યું છે (સૂ) ૬૦૩) આનું તાત્પર્ય એ છે કે નિક્ષેપ પ્રકારની વ્યાખ્યા તો આ પૂર્વે થઈ ગઈ છે - આવશ્યક આદિ પદોનો અનુગમ નામાદિ નિક્ષેપોદ્વારા આ પૂર્વેના ભાગમાં વ્યાપ્ત છે. (સૂ૦૯, ૩૦, ૫ર ઇત્યાદિ) તેથી તેનું નિરૂપણ આવશ્યક નથી.
નિક્ષેપ પછી ઉપદ્યાત છે. આ ઉપોદ્ધાતમાં બધી મળી ગ્રંથવિશેની (પ્રસ્તુતમાં સામાયિક વિષેની) ૨૬ બાબતોની ચર્ચા કરવાની હોય છે. તે બધી બાબતોને ગણાવી દેવામાં આવી છે (સૂ) ૬૦૪); જેવી કે ૧ - ઉદ્દેશ - સામાન્યાભિધાન, ૨ - નિર્દેશ - વિશેષાભિધાન, ૩- નિર્ગમ - પ્રસ્તુત અધ્યયનની મૂળે ક્યાંથી કેવી રીતે કોનાથી ઉત્પત્તિ થઈ તે, ૪- ક્ષેત્ર કયા પ્રદેશમાં સામાયિકનો ઉપદેશ થયો, ૫- કાલ - કયા કાલમાં, ૬ - પુરૂષ - કયા પુરૂષે સામાયિકનો ઉપદેશ આપ્યો, ૭ - કારણ - શા માટે ગૌતમે તે ઉપદેશ ગ્રહણ કયો, ૮- પ્રત્યય - કયા વિશ્વાસે આ ઉપદેશ છે, ૯- લક્ષણ - પ્રતિપાદ્યવસ્તુનું લક્ષણ, ૧૦-નયવિચારણા, ૧૧ - સમવતારણા - નયોમાં પ્રતિપાઘ વિષયની અવતારણા, ૧૨ - અનુમત - કયા નયને કયું સામાયિક અનુમત, ૧૩ - કિમ્ - સામાયિકનું લક્ષણ - સ્વરૂપ, ૧૪- તેના પ્રકાર, ૧૫ - સામાયિકનો સ્વામી, ૧૬ - કયાં સામાયિક?, ૧૭ - ક્યા વિષયમાં સામાયિક, ૧૮ - તે પ્રાપ્ત કેમ થાય?, ૧૯-કેટલો કાળ સ્થિર રહે?, ૨૦- તેને ધારણ કરનારા કેટલા?, ૨૧ - વ્યવધાન કેટલું?, ૨૨ - અવ્યવધાન કેટલું?, એટલે કે નિરંતર તે પ્રાપ્ત કરનારા કેટલા કાલમાં હોય?, ૨૩-કેટલા ભવમાં તેની પ્રાપ્તિ, ૨૪- આકર્ષ - પુન:પુન: તેની પ્રાપ્તિ થાય તે કેવી રીતે ?, ૨૫ - ક્ષેત્રસ્પર્શના, ૨૬ - નિરૂક્તિ - પર્યાયો. આ ઉપરથી જોઈ શકાય છે કે આધુનિક કાળમાં લેખક પ્રસ્તાવનામાં જે મુદ્દાઓની ચર્ચા કરે છે તેથી કયાંઇ વધારે બાબતોની ચર્ચા પ્રસ્તુત ઉપોદ્ઘાતમાં કરવાની હોય છે.
પ્રસ્તુતમાં માત્ર આ મુદ્દાઓ જ ગણાવ્યા છે, પણ તેની યોજના સામાયિકમાં કરવામાં આવી નથી. તેથી એ સૂચિત થાય છે કે અનુયોગદ્વારસૂત્રની રચના અનુયોગનાં દ્વારોના વિવરણ માટે છે, નહિ કે કોઇ ગ્રંથની ટીકારૂપે. આથી એ પણ સિદ્ધ થાય છે કે તેમાં પ્રારંભમાં આવશ્યક સૂત્રની વ્યાખ્યા કરીશ એવો જે ઉલ્લેખ છે તે પણ ઉદાહરણરૂપે છે.
ઉપોદઘાત પછી સૂત્રસ્પર્શિકનું વિવરણ (સૂ૦૬૦૫) છે. તેમાં સૂત્રનો શુદ્ધ અને સ્પષ્ટ રીતે ઉચ્ચાર કરવાની સૂચના આપવામાં આવી છે. તેમ કરવાથી સૂત્રમાં શો વિષય છે, તે સ્વસિદ્ધાન્ત છે કે પરસિદ્ધાન્ત, બંધ વિષે છે કે મોક્ષ વિષે, સામાયિક સંબંધી છે કે તેથી જુદું ઇત્યાદિ બાબતોની સ્પષ્ટતા કેટલાક શ્રોતાને થાય છે અને કેટલાકને નથી થતી. આથી તેમના હિતાર્થે સૂત્રપદોની વ્યાખ્યા જરૂરી છે. તે કયા ક્રમે કરવી તેનું નિરૂપણ પ્રસ્તુતમાં છે.
મૂળમાં એ સ્પષ્ટ નથી કે આમાં સૂત્રાનુગમ શું છે? તેને વિષે એમ તો કહ્યું છે કે તે અનુગમના એક ભેદરૂપ છે (સૂ) ૬૦૧). પણ તેનું વિવરણ મૂળમાં નથી. આનું કારણ એ છે કે સૂત્રસ્પર્શિકનિકુંત્યનુગમ તો જ થાય જો સૂત્ર હોય; તેથી તો સૂત્રસ્પર્શિકના પ્રારંભમાં (સૂ૦૬૦૫) શુદ્ધસૂત્રના ઉચ્ચારની વાત કહેવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org