Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રસ્તાવના
૧૪ યોજના સંક્ષેપમાં બતાવી જ છે એટલે સમાવતાર વિષે હવે બીજો કોઇ વિચાર કરવાનો રહેતો નથી. આ બાબત આચાર્ય શ્રી જિનભદ્ર પણ કહી છે (ગા૦૯૫૧).
આ પ્રમાણે આપણે ઉપકમ વિષે સંક્ષેપમાં વિચાર કર્યો, તેનો સાર એ છે કે ઉપકમમાં પ્રથમ આવશ્યકતા ગુરૂને વિનયઆદિ વડે અનુકૂળ બનાવી લેવા, જેથી પઠન-પાઠનની શુભ શરૂઆત થઇ શકે. ત્યાર પછી ગ્રંથના અવયવાર્થનો - અધ્યયનોના અર્થનો - વિચાર થાય તેમાં પ્રસ્તુત અધ્યયનનો કમ નિશ્ચિત કરવા માટે આનુપૂર્વી વિચાર છે. કમ નિશ્ચિત થયા પછી તેનાં નામeતેનો ભાવ=તેના તાત્પર્યનું જ્ઞાન જરૂરી છે. એ જાણ્યા પછી એ બાબતનો વિચાર કરાય કે તે દ્રવ્ય, ગુણ કે કર્મ-ક્રિયા છે. તેનો નિશ્ચય થાય એટલે તેનો દ્રવ્યક્ષેત્ર-કાલ-ભાવ એ ચાર પ્રકારના પ્રમાણને આધારે નિર્ણય કરવો જરૂરી છે. તેમાં તેનું પ્રમાણ એટલે કે પરિમાણનો નિશ્ચય મુખ્ય છે, તે પછી તેનું વક્તવ્ય સ્વસંમત છે કે તે પરસિદ્ધાંતનું નિરૂપણ કરે છે તેનું સ્પષ્ટીકરણ થાય છે. એ થયા પછી પ્રસ્તુત અર્થાધિકારો-પ્રતિપાઘવિષયો - કયા કયા છે તેનું નિરૂપણ કરવામાં સુગમતા રહે છે. આનુપૂર્વી આદિના અનેક ભેદોમાં પ્રસ્તુત વિષયનું ક્યાં કેવું સ્થાન છે તેની યોજના તે સમવતાર કહેવાય છે. આનુપૂર્વઆદિના વિવરણપ્રસંગે પ્રસ્તુતની યોજના કરી બતાવી હોય તો પછી સમવતારદ્વારની ચર્ચા જુદી કરવાની રહેતી નથી.
અનુયોગદ્વારસૂત્રમાં અધિકાંશ ઉપક્રમની ચર્ચાએ રોકી રાખ્યો છે (સૂ૦૭૬ ૦૭૨ થી સૂ૦૫૩૩ પૃ૦૧૯૫), અને છેલ્લાં દશ પૃષ્ઠમાં જ (સૂ૦પ૩૪-૬૦૬) શેષ ત્રણ નિપાદિ અનુયોગદ્દારોની સંક્ષેપમાં ચર્ચા છે. આ ઉપરથી એક વસ્તુ સિદ્ધ થાય છે કે આ ગ્રંથની રચના એ પ્રકારની છે કે તેમાં ઉપક્રમની ચર્ચામાં જ જ્ઞાતવ્ય વસ્તુનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે, જેને આધારે પછીની ચર્ચા અત્યન્ત સરલ થઈ પડે છે. આપણે મધ્યકાલીન અનેક દાર્શનિકટીકાગ્રંથો જોઈએ તો જણાઇ આવશે કે પ્રારંભમાં જ ટીકાકાર એવી ઘણી બાબતો ચર્ચાલે છે, જે વિષે તેને પછી કશું જ કહેવાપણું રહેતું નથી. આથી ટીકાઓનો પ્રારંભિક ભાગ જ મહત્ત્વનો બની જાય છે. તે જો બરાબર સમજી લેવામાં આવે તો પછીનો ભાગ અત્યંત સરળ થઇ પડે છે. કારણ કે તે તે દર્શનના મૌલિક સિદ્ધાન્તોનું વિવરણ તે પ્રારંભિક ભાગમાં જ કરી દેવામાં આવ્યું હોય છે. પછી તો માત્ર મૂળ ગ્રંથનો શબ્દાર્થ કરવાપણું જ શેષ રહે છે.
૨.નિક્ષેપાર (સૂ૦૫૩૪-૬૦૦)-અનુયોગ - વ્યાખ્યાનું બીજું દ્વાર છે નિક્ષેપ. ઉપક્રમથયા પછી નિક્ષેપની વિચારણા સરલ થઈ પડે છે, તેથી ઉપક્રમ પછી નિક્ષેપદ્વારને સ્થાન આપવામાં આવ્યું છે. નિક્ષેપદ્વારમાં જે ત્રણ બાબતને મુખ્ય ગણીને તેના નિક્ષેપો કરવામાં આવે છે તે છે - ઓઘ, નામ, સૂત્રાલાપક. શાસ્ત્રના પ્રકરણનું વિશેષ નામ ગમે તે હોય, પણ તેનું સામાન્ય નામતો હોવાનું જ.અને તેવા સામાન્ય નામોનો વિચાર ઓઘ-સામાન્યમાં કરવામાં આવે છે. પ્રસ્તુતમાં અને સર્વે શાસ્ત્રોમાં સામાન્ય નામ ચાર સંભવે છે ; તે છે - અન્ઝયણ (અધ્યયન), અક્ઝીણ (અક્ષીણ), આય (લાભ) અને ઝવણા (ક્ષપણા-ય) (સૂ) ૫૩૫).
ઉક્ત ચારેનોનામાદિ નિક્ષેપદ્રારા વિચાર કરીને અનુયોગદ્વારમાં તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. તેમાં પત્ર-પુસ્તકમાં લિખિત તે દ્રવ્ય અધ્યયન છે (સૂ૦૫૪૩), તથા અધ્યાત્મનું આનયન, ઉપચિત કર્મનો અપચય અને નવાં કમનો અનુપચય કરે તે ભાવ અધ્યયન છે તેમ જણાવ્યું છે (સૂ૦૫૪૬). અધ્યયનજ્ઞાનનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org