Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રસ્તાવના
પણ કહી છે. - વિશેષા, સ્વો ગાઢ ૮૯૮. (૩) ગ્રંથગત વિષયનું નિરૂપણ : પિંડાઈ (સમુદાયાર્થ) રૂપે, જેને અર્વાધિકાર એવું પણ નામ આપવામાં આવ્યું છે. આમાં આવશ્યક સૂત્રનાં છ યે અધ્યયનોમાં પ્રતિપાદ્ય વિષયો જે કમે છે તેનો નિર્દેશ છે (સૂ) ૭૩). (૪) આવશ્યક સૂત્રનાં સામાયિક આદિ છ અધ્યયનોનાં નામ (સૂ) ૭૪). (૫) અનુયોગકારો: છ અધ્યયનમાંથી પ્રથમ સામાયિક નામના અધ્યયનના ચાર અનુયોગદ્દારોનો - વ્યાખ્યાનાં દ્વારોનો - નિર્દેશ કર્યો છે તે છે - (સૂ) ૭૫) ૧. ઉપક્રમ, ૨. નિક્ષેપ, ૩. અનુગમ અને ૪. નય.
આ રીતે પ્રથમ પિડાથે વર્ણવીને ગ્રંથના અવયવાર્થના નિરૂપણમાં આ ચાર દ્વારા મુખ્ય છે, જેને આધારે ગ્રંથની વ્યાખ્યા કરવાની છે. તેથી એ ચારેય દ્વારોનું નિરૂપણ વિસ્તારથી કરવામાં આવ્યું છે.
૧. ઉપક્રમ: પ્રથમ આમાં ઉપક્રમની જ વ્યાખ્યા (સૂ૦૭૫-૯૧) નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ધારો વડે કરવામાં આવી છે. પ્રસ્તુતમાં તો પ્રશસ્ત ભાવોપકમ વિવક્ષિત છે, જે ગુરૂ આદિને વિનયવડે પોતાને અનુકૂળ બનાવવારૂપ છે (સૂ) ૮૧). અને પછી ગ્રંથવિષે ઉપકમની બાબતમાં શા શા. વિષયોનું નિરૂપણ જરૂરી છે, એટલે કે ઉપકમમાં કઈ કઈ બાબતો જ્ઞાતવ્ય છે, કે જેનું નિરૂપણ થાય તો ગ્રંથનો ઉપક્રમ થયો ગણાય, અને પછી વ્યાખ્યાના બીજા દ્વારા નિક્ષેપની ચર્ચા સરલ થઈ પડે એ દર્શાવ્યું છે. સારાંશ કે ઉપક્રમનું પ્રયોજન છે કે ગ્રંથવિષેની પ્રારંભિક જ્ઞાતવ્ય બાબતોની ચર્ચા ઉપક્રમમાં કરી લેવી, જેથી ગ્રંથગત ક્રમિક વિષયોનો નિક્ષેપ કરવાનું સરલ થઇ પડે. અનુયોગમાં તેની પદ્ધતિ પ્રમાણે ઘણું જ વિસ્તૃત વિવરણ છે (સૂ૦૯૨-૫૩૩), પરંતુ તે આનુપૂર્વઆદિ ઉપક્રમના ભેદોના વિવરણમાં પ્રસ્તુત આવશ્યક સૂત્રનો ઉપક્રમ કેવી રીતે છે અથવા તો પ્રસ્તુત આવશ્યકનાં અધ્યયનોની બાબતમાં આનુપૂર્વી વગેરેનો વિચાર કેવી રીતે કરવો તે બતાવવામાં આવ્યું નથી, પણ સામાન્ય સર્વસંગ્રાહી ચર્ચા હાથ ધરવામાં આવી છે. ફક્ત ઉપક્રમના અર્વાધિકારસૂત્ર(પર૬)માં આવશ્યકના અર્વાધિકારોનું નિરૂપણ કર્યું છે. આથી વસ્તુત: આવશ્યકનો ઉપક્રમ કરવો હોય તો કેવી રીતે કરવો એ જાણવું જરૂરી છતાં તે બાબતનું વિવરણ કરવામાં આવ્યું નથી, તેથી પ્રસ્તુત શું છે તે ધ્યાનમાં આવતું નથી, પણ સામાન્ય સિદ્ધાંતનું જ્ઞાન માત્ર થાય છે. આથી આ બાબતને સ્પષ્ટ કરવા આચાર્ય જિનભદ્ર વિશેષાવશ્યક ભાષ્યમાં ઉપક્રમમાં શું શું જરૂરી છે તેનો સાર એટલે કે અનુયોગદ્વારની પ્રસ્તુત ચર્ચા (સૂ૦૯૨-૫૩૩) નો સાર ‘ઉપક્રમના સંક્ષેપમાં અધિકારો' - એવા નિર્દેશ સાથે આપી દીધો છે (ગા) ૯૧૨-૯૧૬), તેની પ્રસ્તુતમાં યોજના આ પ્રમાણે છે -
ગુરૂનો અભિપ્રાય પોતાને અનુકૂળ થાય એવું આચરણ કરવું, જેથી તેઓ પ્રસન્નતાથી વાચના માટે ઉધત થાય, આ ભાવપક્રમ છે (વિશેષા–સ્વો૦૯૨૪-૯૩૩). ઉપક્રમનો પ્રથમભેદ આનુપૂર્વી છે એટલે સામાયિક અધ્યયનની આનુપૂર્વીનો વિચાર કરવો એટલે કે છયે અધ્યયનમાં તેનું સ્થાન (ગા૦૯૩૪-૯૩૮) શું છે, આગળ અને પાછળથી તથા અન્ય અનેકરીતે ગણીએ તો તેનું સ્થાન કયું કર્યું આવે તે વિચાર - આ આનુપૂર્વીનો સામાન્ય વિચાર - અનુયોગદ્વારમાં અનેક સૂત્રોમાં છે (સૂ૦૯૩-૨૦૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org