Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રસ્તાવના
૧૪૧૧-૧૪૧૫.
આજ રીતે ક્ષેત્રના અનુયોગ અને અનનુયોગ વિશેકુન્જાનું,કાલ વિષે એકસાધુના સ્વાધ્યાયનું દષ્ટાંત આપવામાં આવ્યું છે, વચન વિશે બે દષ્ટાંતો છે – બધિરોલ્લાપનું અને ગ્રામેયકનું; અને ભાવ વિષે શ્રાવકભાર્યાદિ સાત દષ્ટાંતો આપવામાં આવ્યાં છે તેનું વિવરણ બૃભા૦ ગા૦ ૧૭૧ અને ૧૭૨ ની વ્યાખ્યામાં છે. તથા વિશેષા૦ની આચાર્ય શ્રી હેમચંદ્રકૃત વ્યાખ્યામાં છે. - વિશેષા હેતુ ગા૦૧૪૧૮.
અંગમાં અનુયોગની ચર્ચા અંગોનો જે પરિચય સમવાયાંગ અને નંદીમાં મળે છે, તેમાં સર્વત્ર આચારાંગ આદિના પરિચયને અંતે તે તે આચારાંગ આદિના સંખેય અનુયોગ દ્વારા છે' તેવો ઉલ્લેખ મળે છે - સમવાયાંગ સૂ૦ ૧૩૬૧૪૭. તે સૂચવે છે કે પ્રાચીન કાળથી જ તે તે મૂળ સૂત્રની વ્યાખ્યાઓ કરવામાં આવી હતી. વળી, દષ્ટિવાદના મૂળ પાંચ વિભાગોમાં (મતાંતરે ચાર વિભાગ - સ્થા૦ ૨૬૨) ચોથો વિભાગ અનુયોગનો છે. અને તે અનુયોગના મૂલપ્રથમાનુયોગ અને ચંડિકાનુયોગ - એવા બે ભેદ કરવામાં આવ્યા છે - સમ૦૧૪૭, નંદી સૂ૦ ૧૧૦; જ્યારે દિગંબર પરંપરા પ્રમાણે પઢમાણિયોગ - એ નામે દષ્ટિવાદનો તીજો ભેદ છે અને તેનો જે વિષય બતાવવામાં આવ્યો છે તે લગભગ એ જ છે જે સમવાય અને નંદીમાં અનુયોગનો છે (ધવલા ભાગ ૨, પ્રસ્તાવના પૃ. ૫૬) દષ્ટિવાદના પર્યાયોમાં પણ અનુયોગગત એવો પર્યાય આપવામાં આવ્યો છે (સ્થા) ૭૪૨).
સ્થાનાંગસૂત્ર (૭૨૭) માં દ્રવ્યોનુયોગના દશ પ્રકાર બતાવવામાં આવ્યા છે. તેમાં તે પ્રકારોમાં દ્રવ્યની અનેક પ્રકારે સમજ આપવાનો પ્રયત્ન દેખાય છે. આ બાબતમાં પ્રસ્તુત અનુયોગમાં કશું જ કહેવામાં આવ્યું નથી. તેનું કારણ એ જણાય છે કે અંગનિર્દિષ્ટ દ્રવ્યાનુયોગ તે ચરણકરણાનુયોગ આદિ ચાર અનુયોગમાંના દ્રવ્યાનુયોગસંબંધી છે ; જ્યારે પ્રસ્તુત અનુયોગમાં સમગ્રભાવે અનુયોગ-વ્યાખ્યા પ્રકારની ચર્ચા છે. તેમાં એકાWકાનુયોગ (સ્થા૦૭૨૭) જેવી બાબતનું અનુસરણ અનુયોગદ્વારમાં જ્યાં તે તે શબ્દના પર્યાયો આપ્યા છે તેમાં જોવા મળે છે. તે ઉપરથી એમ કહી શકાય કે પર્યાયનિર્દેશ એ પણ અનુયોગનું એક અંગ (અનુ૦ સૂ૦ ૨૯, ૫૧, ૭૨) મનાયું છે અને તે પદ્ધતિનું અનુસરણ પ્રાચીન કાળમાં પણ થતું હશે. જે આપણને દ્રવ્યાનુયોગના ભેદોમાં તીજા ભેદ રૂપે સ્થાનાંગમાં નિર્દિષ્ટ મળે છે.
અનુયોગદ્વારની ઉપક્રમ આદિ મૂળ ચાર દ્વારની સામગ્રી અંગશ્રુતમાં છે કે નહિ તે તપાસતાં જણાય છે કે સ્થાનાંગમાં ઉપક્રમ શબ્દ આવે છે અને ત્યાં તેનો અર્થ ઉપાયપૂર્વક આરંભ એવો થાય છે. ઉપક્રમના ત્રણ ભેદ - ધાર્મિક, અધાર્મિક અને મિશ્ર, અથવા આત્મોપકમ, પરોપકમ અને ઉભયોપકમ છે (સ્થા૦૧૮૮). ઉપકમ શબ્દ અનુયોગમાં પણ આ અર્થને અનુસરે છે. અનુયોગદ્વારવર્ણિત નામાદિનિક્ષેપોની ચર્ચા અંગે ભેદ એટલો છે કે ત્યાં દ્રવ્ય’ને સ્થાને આદેશ” શબ્દનો પ્રયોગ છે. અને “ભાવ” શબ્દનો પ્રયોગ ન કરતાં તે દ્વારા પ્રસ્તુત માં વિરક્ષિત સર્વશબ્દનું નિરવશેષ” એવું તાત્પર્ય બતાવ્યું છે. સ્થાનાંગમાંથી એટલી માહિતી મળે છે કે તેમાં સર્વ' શબ્દના નામાદિ ચાર ભેદો ચાર નિક્ષેપોને અનુસરીને છે (૨૯૯). નયોની બાબતમાં સમવાયાંગમાં જ્યાં દષ્ટિવાદના વિષયોની ચર્ચા છે ત્યાં દષ્ટિવાદના એક ભેદ સૂત્રના નિરૂપણપ્રસંગે (સમ0 ૨૨, ૮૮, ૧૪૭) કેટલાક નિયોનો ઉલ્લેખ છે અને સ્થાનાંગ (સૂ૦૫૫૨) માં સાતે નયોનાં નામ આપવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org