Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૪
નામ આપ્યું નથી. યુગપ્રધાન ભગવાન્ આર્યરક્ષિતસૂરિ મહારાજ ચારેય અનુયોગો પૃથક્ કરેલા છે એ વાતનો ઉલ્લેખ ઘણે સ્થળે મળે છે. પરંતુ અનુયોગોનું પાર્થક્ય અને અનુયોગદ્દારો એ તદ્દન જ જુદી વસ્તુ છે. એટલે અનુયોગનું પાર્થક્ય કર્યું છે એટલે અનુયોગદ્દારસૂત્રના કર્તા પણ આર્યરક્ષિતસૂરિ મહારાજ જ છે એમ માની લેવું એ અમને ધણું વધારે પડતું લાગે છે. આ અંગે આ.પ્ર.મુ.શ્રી પુણ્યવિજયજી મહારાજ આદિ સંપાદકોએ જ અનુયોગદ્દારસૂત્રના સંપાદકીયમાં સ્પષ્ટીકરણ કર્યું છે તે ખાસ જાણવા યોગ્ય મહત્ત્વનું હોવાથી અમે અક્ષરશ: નીચે ઉદ્ધૃત કરીએ છીએ. તે ઉપરાંત, આ.પ્ર.મુ.શ્રી પુણ્યવિજયજીમહારાજ આદિ સંપાદકોએ સંપાદિત કરેલા અનુયોગદ્દારસૂત્રના સંપાદકીયમાં (પૃ૦ ૩૫-૭૦) કર્તાની વિચારણા ઉપરાંત બીજી બીજી જે મહત્ત્વની વાતો આગળ-પાછળ જણાવી છે તે પણ વાચકોને ઉપયોગી હોવાથી અહીં અમે તેમાંથી જ પ્રાય: અક્ષરશ: ઉષ્કૃત કરીને આપીએ છીએ.
પ્રસ્તાવના
અનુયોગનું મહત્ત્વ
પ્રસ્તુત ભાગમાં નંદીસૂત્ર પછી અનુયોગદ્વાર લેવામાં આવ્યું છે. વાચનાના પ્રારંભમાં પાંચજ્ઞાનરૂપ નંદી મંગળરૂપે છે તો અનુયોગદ્દારસૂત્ર સમગ્ર આગમોને અને તેની વ્યાખ્યાને સમજવાની ચાવીરૂપ છે. આથી સહજ રૂપે આ બન્ને આગમોનું જોડકું બની ગયું છે. આગમોના વર્ગીકરણમાં તે બન્નેનું સ્થાન ચૂલિકાવર્ગમાં છે. તેથી જેમ મંદિર તેના શિખરથી વિશેષ શોભા પ્રાપ્ત કરે છે, તેમ પ્રસ્તુત નંદી-અનુયોગધારરૂપ શિખરવડે આગમમંદિર શોભાને પામે છે.
અનુયોગદ્દારના પ્રારંભમાં કહેવામાં આવ્યું છે કે આવશ્યકશ્રુતનો અનુયોગ અહીં પ્રસ્તુત છે. આ વાંચી એમ લાગે કે આમાં આવશ્યકસૂત્રની વ્યાખ્યા હશે. પરંતુ સમગ્ર ગ્રંથ વાંચ્યા પછી એક બાબત સ્પષ્ટ થાય છે કે આમાં આવશ્યકસૂત્રની વ્યાખ્યા કરવામાં આવી નથી, પણ અનુયોગનાં ધારો એટલે કે વ્યાખ્યાનાં ધારો, ઉપક્રમ આદિનું જ વિવેચન કરવામાં આવ્યું છે. વિવેચનની કે વ્યાખ્યાની પદ્ધતિ કેવી હોય તે દર્શાવવા આવશ્યકને દૃષ્ટાંત તરીકે લીધું છે એમ સમજવું જોઇએ, સમગ્રમાં માત્ર આવશ્યકશ્રુતસ્કંધાધ્યયન - એ ગ્રંથનામની વ્યાખ્યા, આવશ્યકનાં છ અધ્યયનોના પિંડાર્થનો - અર્થાધિકારોનો નિર્દેશ, આવશ્યકનાં અધ્યયનોનાં નામોનો નિર્દેશ અને સામાયિક શબ્દની વ્યાખ્યા - આટલું જ માત્ર સમજાવવામાં આવ્યું છે. આવશ્યકસૂત્રનાં પદોની વ્યાખ્યા વિષે કશું જ કહેવામાં આવ્યું નથી. એ ઉપરથી નિશ્ચિત થાય છે કે અનુયોગદ્દાર એ મુખ્યરૂપે અનુયોગનાં - વ્યાખ્યાનાં દ્દારોનું નિરૂપણ કરતો ગ્રંથ છે, નહિ કે આવશ્યકસૂત્રની વ્યાખ્યા કરતો. તેમાં આવશ્યકસૂત્રની વ્યાખ્યાની જે પ્રતિજ્ઞા કરી છે તે, વ્યાખ્યા માટે નિદર્શન - દષ્ટાંત માત્ર છે. આથી કહી શકાય કે અનુયોગદ્દાર એ આગમવ્યાખ્યાની પદ્ધતિનું નિરૂપણ કરતો ગ્રંથ છે. આથી તેનું નામ જે અનુયોગદ્દાર પ્રસિદ્ધ છે તે પણ સાર્થક છે. કારણ કે તે વ્યાખ્યાનાં ધારોનું જ નિરૂપણ કરે છે, નહિ કે આવશ્યકસૂત્રના પદોનું. આથી આ ગ્રંથે સૂત્રનું સ્થાન લીધું. કોઇપણ એક ગ્રંથની ટીકા તરીકે આ ગ્રંથ ન ઓળખાયો તેની પાછળનું રહસ્ય પણ એ જ છે કે એ આવશ્યકની વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા કરે છે છતાં તે તેની વ્યાખ્યા કરતું નથી. આગમોમાં અંગો પછી સર્વાધિક મહત્ત્વ આવશ્યકસૂત્રને આપવામાં આવ્યું છે, કારણ કે તે સૂત્રમાં નિરૂપિત સામાયિકથી જ શ્રમણજીવનનો પ્રારંભ થાય છે. અને પ્રતિદિન બંને સંધ્યા ટાણે શ્રમણજીવનની જે આવશ્યક ક્રિયા છે તેની શુદ્ધિનું અને આરાધનાનું નિરૂપણ એમાં કરવામાં આવ્યું છે. તેથી અંગોના અધ્યયન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org