________________
સ્વ. શ્રીમતી મંજુલાબહેન નવિનચંદ્ર દોશી
જન્મ: ૨૪-૧-૧૯૨૪ સ્વર્ગવાસ : ૨૩-૭-૧૯૬૫
સ્વ. મંજુલાબેન નવિનચંદ્ર દોશી સ્વભાવે હસમુખા, ધાર્મિકવૃત્તિવાળા, મિલનસાર અને નિરાભિમાની હતા. પોતાના કુટુંબમાં તથા સંબંધીઓમાં ઘણા જ લોકપ્રિય તથા માનનીય હતા. તેઓએ ઘણી સંસ્થાઓને ગુપ્તદાન કરેલ છે. અને જરૂરિયાતવાળા માણસોને આર્થિક મદદ કરતા હતા. ભૂખ્યાને અન્ન તેમજ દર્દીઓને દવા વગેરે આપતાં. તેમાં ખાસ કરીને શિક્ષણ પ્રત્યે ઘણો જ રસ હતો અને તેથી તેમના સ્વર્ગવાસ પછી તેમના પતિશ્રી નવિનચંદ્ર પુરૂષોત્તમ દોશી તરફથી તેમના નામની યાદમાં શ્રીમતી મંજુલાબેન નવિનચંદ દોશી ગૃહવિજ્ઞાન વિભાગ, માટુંગામાં ચલાવવામાં આવે છે. ચોવીસ વર્ષથી અધિક સુંદર સરળ, સાદુ અને સંયમી છતાં સુખી ગૃહસ્થાશ્રમ જીવન ભાગવી હૃદયની નાની બીમારીને કારણે તા. ૨૩-૭-૬૫ ના રોજ સ્વર્ગવાસી થયા..