Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
બે દ્રવ્ય અને તેનાથી ચાલતું સંસારચક, તેમાં ય જીવ અરૂપી હોવા છતાં ય રૂપી દેખાય છે, રૂપી પણે જ ઓળખાય છે. આ ઓળખ, એકાંતે ન થઈ જાય તેના માટેનું આ અધ્યયન અનેરી ભાત પાડે છે. આત્માની શુદ્ધ ઓળખ માટે, બધા દ્રવ્યના સ્પેરપાર્ટ જુદા કરી-કરીને લક્ષણ બતાવીને જીવનું લક્ષ બંધાવ્યું છે માટે મોક્ષમાર્ગ નામનું ૨૮મું ૩૬ ગાથાનું અધ્યયન છે. રાગ-દ્વેષને કાઢો, તેનાથી ઉપાર્જન કરેલા કર્મના સંયોગ સંબંધ તોડો તો જ પરમશાંતિ પામી શકશો; તે માટે નિગ્રંથ બનવું જરૂરી છે કારણ કે ચારિત્ર અંગીકાર કર્યા પછી, મુનિ દીક્ષા લીધા પછી મોક્ષમાર્ગમાં ગતિ-પ્રગતિ થાય છે. આ મોક્ષમાર્ગની આરાધનાનું અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના સુમેળપૂર્વકનું વર્ણન ઉપસ્થિત કર્યું છે. તેનું ઘોલન કરી આત્મદ્રવ્યને અલગ કરવાની પ્રતિદિન ટેવ પાડો. * નવમી કળાના અજવાળે જીવ દ્રવ્યની ઉન્નતિનો ક્રમ સૂક્ષ્મ દષ્ટિથી આ અધ્યયનમાં અવલોકન કરવા યોગ્ય છે. પંચાસ્તિકાયના સ્વરૂપને જાણીને પોતાની ઓળખ કરી લીધી હોય તો પોતાની ઓળખમાં પોતે જ ઊંડો ઉતરે છે ત્યારે પ્રથમ આનંદનો વેગ આવે છે, જાણે કે ઘુઘવાટ કરતો સમુદ્ર ન હોય ! આ વેગ સત્ય સમજણવાળો હોવાથી સંવેગ કહેવાય છે. તે સંવેગી આત્મા અનુત્તર ધર્મની શ્રદ્ધા કરે છે, મિથ્યાત્વ વમીને સમકિતી થાય છે. તેથી બમણાં સંવેગવાળો થાય છે અને વિષય વાસના ભણી દોડતી વૃત્તિ થંભી જાય છે, નિર્વેદ ભાવને પામી સ્વ સન્મુખી બને છે, સત્ય ધર્મ સમજી શ્રદ્ધાવાન બને છે, તેથી તે વૃત્તિવાળા જીવને ગુસ્વર્યો આદિની સેવા શુશ્રુષાના અહોભાવ જાગે છે. તે સાધકનું પરાક્રમ અનુક્રમે શુદ્ધિ તરફ વહે છે અને કરેલા પાપની આલોચના કરતો, સ્વદોષ–મિથ્યાત્વાદિની નિંદા કરતો, ગુરુ સન્મુખ પોતાના દોષો દર્શાવતો, સમભાવરૂપ સાચી સામાયિક સ્વીકારી, ચોવીશ તીર્થકરની સ્તુતિ ગાતો, તેમને વંદન કરતો, પાપથી પાછો ફરતો, કાયાની માયાનો વ્યુત્સર્ગ કરવાની આદત પાડતો, પચ્ચકખાણમાં અચિવાળો, સ્તવસ્તુતિનું મંગલ ગીત ગાતો, પાપના ભારથી મુક્ત થતો, સર્વ જીવોની ક્ષમાપના લેતો, સ્વાધ્યાયમાં લીન બનતો, વાંચના-પૃચ્છના-પરિવર્તનાઅનુપ્રેક્ષા-ધર્મકથામાં જોડાતો, શ્રુતજ્ઞાનની આરાધના કરે છે. મન ચંચળ ન બને માટે ચિત્તની એકાગ્રતા સાધનો, સંયમ-તપના સાધનથી કર્મનો નાશ કરતો, સુખશીલતા છોડતો, મમત્વમાં નહીં બંધાતો, દુનિયાના રંગનો સંગ ન લાગી જાય માટે વિવિક્ત શયનાસનને શોધી, ચારિત્રની શુદ્ધિ કરતો, વિશેષતઃ સંસારી કાર્યથી નિવૃત્ત થતો, સંભોગના પ્રત્યાખ્યાન કરતો, દેહ ઢાંકવા જેટલી ઉપધિ વસ્ત્ર-પાત્ર રાખીને વધારાનો ત્યાગ કરતો, આહારાદિના ત્યાગ સાથે કષાયનો ત્યાગ કરતો, યોગનો પણ ત્યાગ કરતો, અરે પ્રિયમાં પ્રિય શરીરનો મોહ ઉતારતો, કર્મક્ષય કરવામાં કોઈની સહાયતા ન લેતો, ભોજનનો ત્યાગ કરતો, વિભાવમાં જનારા સ્વભાવનો ત્યાગ કરતો, સાધુતાની સાચી