Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ગાથાને !... * ચોથી કળાનો પ્રકાશ વધારે તેજસ્વી બની આભા પાથરે છે. તેથી તેમાં સંતસતીજીના આચાર-ગોચર નજર સમક્ષ આવે છે. તીર્થકરોના શિષ્યો સંપૂર્ણ અહિંસામય અખંડ આચાર પાળે છે. શરીર દૂબળા કે સ્થૂલ, જાડા કે પાતળા હોઈ શકે છે, સંઘયણમાં પણ ફરક હોઈ શકે છે પરંતુ આચારમાં ફરક હોતો નથી. દરેક સમયે, દરેક પળે આ માર્ગ સરખો હોય છે માટે જ તેનું નામ સમિતિ અધ્યયન રાખ્યું છે. સંત-સતીજીની રીત-રસમ, ચાલવાની-બોલવાની, આહારાદિ લેવા જતાં એષણાની, વસ્ત્ર-પાત્ર લેવા-મૂકવાની અને નિહારાદિ પરઠવાની રીત અહિંસામય કેવી હોય તેનું વિશ્લેષણપૂર્વક વર્ણન ક બો આ દશ્ય દિવ્ય દષ્ટિથી ! ઈરિયાસમિતિ શોધીને ચાલતો સાધક, ભાષાસમિતિપૂર્વક પ્રશ્નોના જવાબ આપતો સાધક, નીચી દષ્ટિ રાખી એષણા સમિતિથી આહાર શુદ્ધિનું ધ્યાન રાખી આહાર લેતો સાધક, વસ્ત્ર-પાત્રનું પ્રમાર્જન-પ્રતિલેખના કરતો સાધક, નીચો વળીને નિહારાદિને પરઠતો સાધક, જેની એક-એક ક્રિયા કર્મનિર્જરા માટે જ હોય તેને આળસ-પ્રમાદ પરવડે નહીં. આળસ-પ્રમાદ સેવે તે સાધક પાપશ્રમણ કહેવાય. તેના શ્રમણપણામાં પાપનું વિશેષણ લાગી જાય છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાધકની ક્ષણેક્ષણે રખેવાળી કરતી હોય છે કારણ કે એ માને છે કે મારે આંગણે આવેલો સાધક અશુભ કે અશુદ્ધ દશામાં ચાલ્યો ન જાય, તેવી કાળજી રાખવા માટે મનના દરવાજે, વચનના દરવાજે અને કાયાના દરવાજે ગુપ્તિ દ્વારપાલિકા બનીને ઊભી રહે છે. બાલ સાધકને પવિત્ર રાખવા હરહંમેશાં પ્રયત્નશીલ રહીને સિદ્ધાલયમાં પહોંચાડે છે. આ અધ્યયનની ૨૭ ગાથાના દરેક પદને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી વાગોળશો તો વૈરાગી બની જશો. * પાંચમી કળાના અજવાળે જુઓ, સંતોનું બાહ્ય આત્યંતર દરેક કાર્ય અહિંસામય હોય છે, એ અહિંસામય કાર્ય થાય કયારે? આત્મ પરિણામ ઉજ્જવળ હોય તો જ થઈ શકે. ઉજ્જવળ પરિણામ થાય કયારે? અનાદિની આદત, અજ્ઞાન, હિંસા, અસત્ય, ચોરી વગેરે અવ્રતના સંસ્કારોનો હોમહવન કરે ત્યારે, તેના માટે આવ્યંતર યજ્ઞ રચવો પડે છે. તે આત્યંતર યજ્ઞ કેમ રચાય? હોમ કોનો કરાય? તેવું જ્ઞાન આપતું ઉત્કૃષ્ટ ઉદાહરણ જયઘોષ-વિજયઘોષ બન્ને સગા ભાઈઓના માધ્યમે મસ્તી જમાવે તેવું છે. ૪૫ ગાથાનું આ અધ્યયન છે, તેને તમે ખુદ વાંચીને મોજ માણો. * છઠ્ઠી કળાના પ્રકાશમાં નીરખો, દશ મંત્રને જપતાં મુનિરાજો. ગુરુદેવ બિરાજે છે. અનેક મુનિરાજો તેમના પાવન સાંનિધ્યમાં સંયમનું પાલન કરી રહ્યા છે. તેમાંથી કોઈ સંત આવસ્યહિનો મંત્ર જપીને, બહાર જાય છે. તો કોઈ મુનિરાજ નિસ્સીહિનો