Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અવતરણિકા
તીર્થકર પ્રભુની વાણુને નમન કરીને હું, “ઘાસિલાલમુનિ આ પ્રશ્નવ્યાકરણ સૂત્ર પર આ “સુશિની' નામની ટીકા બનાવું છું. મેં ૪ II
આ અતિ વિચિત્રાકાર, અનિયત સ્વભાવવાળા, અપાર, અસાર સંસારમાં ધન આદિ વિવિધ ઉપાયોથી સુખ પ્રાપ્ત કરવા માટે સમસ્ત સંસારી છે પ્રયત્ન કરતા રહે છે, છતાં પણ આ સંસારમાં કઈપણ જીવ વાસ્તવિક સુખને અનુભવ કરી શકતું નથી. તેનું શું કારણ છે, એ વિચાર જ્યારે કરવામાં આવે છે ત્યારે એવું લાગે છે કે આ સંસારનાં જેટલાં સુખ છે તે વાસ્તવિક સુખ નથી, પણ સુખને આભાસ જ છે. કારણકે તે ઇન્દ્રિય અને મનથી ઉન્ન થાય છે. વાસ્તવિક સુખ તે મેક્ષમાં જ છે. કારણકે તે સુખ નિરતિશયરૂપ છે. વૈકાલિક દુઃખના અત્યંત અભાવવાળી જે પરમાનંદ સદુભાવરૂપતા છે, તેને જ નિરતિશયતા કહે છે. એવા પ્રકારનું નિરતિશયરૂપ જે સુખ છે તે સંસારમાં મળતું નથી. કારણકે સાંસારિક સુખ દુઃખાનુષક્ત છે. મોક્ષનું સુખ તેવું નથી. તેથી જ સૂક્ષ્મ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીનાં સમસ્ત પ્રાણી સુખની ઈચ્છાવાળાં અને દુઃખથી વિમુખ થતાં દેખાય છે. તેથી તે નિર્ણય કરે જરૂરી થઈ પડે છે કે તે નિરતિશય સુખનું સાધન કયું છે? જ્યારે તે પ્રકારને ઊંડે વિચાર કરવામાં આવે છે ત્યારે એ જ નિશ્ચય પર અવાય છે કે તે સુખનું સાધન કેવળ મેક્ષ જ છે, સંસાર નથી. કારણકે જે સુખ સંસારજન્ય હોય છે તે ઈન્દ્રિય અને મનના સંગથી પેદા થયેલ હોવાથી ઉત્પત્તિ અને નાશને પ્રાપ્ત કરનારું હોય છે, અને તેથી તે વચ્ચે વચ્ચે દુઃખથી મિશ્રિત રહ્યા કરે છે. તેથી તે મૃગજળનાં ઊંચાં નીયાં જળતરના વિશ્વમનાં જેવું અસાર હોય છે. તે કારણે નિરતિશય સુખનું સાધન સંસાર થઈ શકતો નથી પણ એક માત્ર મોક્ષ જ તેનું સાધન બની શકે છે. એવી જ મહામુનિની માન્યતા છે. તેથી જે પ્રાણીને તે નિરતિશય સુખ પ્રાપ્ત કરવાની અભિલાષા હોય તેમણે મેક્ષ પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરવા જોઈએ. અને મોક્ષની પ્રાપ્તિ જ્ઞાન અને ક્રિયાના સેવનથી જ થાય છે. તેથી જ્ઞાન અને ક્રિયા એ બને તેના કારણરૂપ હોવાથી
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર