________________
૧૫
પ્રકાશકીય નિવેદન આગમપ્રકાશનનાં ધર્યમાં ઉપરોક્ત મહાનુભાવોનો સહકાર મળેલ છે. આ સર્વે ભાઈઓનો અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ.
અમારી આ યોજનાના પ્રારંભથી જ ભારતીય દર્શનશાસ્ત્રના ઊંડા અભ્યાસી પં. શ્રી દલસુખભાઈ માલવણિયાએ આત્મીયભાવે સહકાર આપ્યો છે. અમારી સંસ્થાના અવિભાજય અંગરૂપ સરિષ્ઠ માનાર્હ ડિરેકટર શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરાએ મુદ્રણ આદિ કાર્યોની બધી જવાબદારીઓને પોતાની સમજીને અસાધારણ સહકાર આપેલ છે. આગમ શાસ્ત્રના પ્રખર અભ્યાસી પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજક આગમગ્રન્થમાળાના પ્રકાશન કાર્ય સાથે આ યોજનાના પ્રારંભથીજ આત્મીયભાવે સહકાર આપે છે. પ્રકાશનના આ કાર્યમાં સહકાર આપવા બદલ આ ત્રણેય વિદ્વાનોના અમે આભારી છીએ.
વિદ્ધવર્ય પૂ. મુનિશ્રી જંબૂવિજયજી મહારાજે સંસ્કૃત ભાષામાં લખેલ પ્રસ્તાવનાનું અંગ્રેજી ભાષાંતર સુવિખ્યાત વિદ્વાન અને સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી ડૉ. નગીનદાસ જે. શાહે કરી આપેલ છે. જે બદલ તેઓશ્રીનો અમે આભાર માનીએ છીએ.
આ મહત્ત્વના ગ્રંથના પ્રકાશન ખર્ચ અંગે શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક નિધિના ટ્રસ્ટીઓએ રૂપિયા પચાસ હજાર આપી ઉમળકાભર્યો સહકાર આપેલ છે, જે બદલ આ ગુરભકતોના અમે ખૂબ જ આભારી છીએ.
દર્શન અને આગમના ભારતીય તેમ જ વિદેશી વિદ્વાનોનો આ કાર્ય માટે પ્રેરણાદાયી સહકાર મળેલ છે. તે સૌના અમે રૂણી છીએ.
આગમ સંશોધન-પ્રકાશન કાર્યમાં અનેકરીતે સહાયરૂપ થનાર ભાઈ-બહેનો અને વિવિધ સંધોના જ્ઞાનખાતાનો સહકાર મળતો રહ્યો છે તેઓનો અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. તે ઉપરાંત આ કાર્યમાં મહાનુભાવોનો એક યા બીજી રીતે સહકાર મળેલ છે જેઓનો અમે અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ.
મૌજ પ્રિન્ટિંગ બ્યુરોના મુખ્ય સંચાલક શ્રી પ્રભાકરભાઈ ભાગવત અને અન્ય કાર્યકરોએ મુદ્રણકાર્યમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે તે માટે અમે કૃતજ્ઞતાની લાગણી અભિવ્યક્ત કરીએ છીએ.
જૈન આગમ ગ્રન્થમાળા”ના કાર્યને વેગ આપવાની ભાવનાને અમે આ ગ્રન્થ પ્રકાશિત કરીને ચરિતાર્થ કરતા ધન્યતા અનુભવીએ છીએ.
ઑગષ્ટ ક્રાંતિ માર્ગ મુંબઈ ૪૦૦ ૦૩૬ માગસર શુદિ ૧૧, મૌન એકાદશી તા. ૯-૧૨-૧૯
સેવંતીલાલ કેશવલાલ રાહ શાંતિલાલ ટોકરશી શાહ હિંમતલાલ શાંતિલાલ ગાંધી
માનદ મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org