________________
પ્રકાશકીય નિવેદન
૧૩
સંશોધન-સંપાદન કરવા-કરાવવાની સંપૂર્ણ જવાબદારી પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબની પરંપરાના પૂજ્યપાદ વિદ્વવર્ય મુનિશ્રી બૂવિજયજી મહારાજ સાહેબે સ્વીકારીને અમને ચિંતામુક્ત કર્યા છે. તેઓ ૧૯૭૨-૭૩થી આગમ પ્રકાશન કાર્યને વેગ આપતા રહ્યાં છે. તેઓ અર્ધમાગધી, પ્રાકૃત અને સંસ્કૃત જેવી પ્રાચીન ભાષાઓના વિદ્વાન તો છે જ, પરંતુ સાથોસાથ અર્વાચીન ગુજરાતી, મરાઠી, અંગ્રેજી જેવી બીજી અનેક ભાષાઓના સારા અભ્યાસી છે. ભારતીય દર્શનો અને જૈન આગમોના પ્રખર અભ્યાસી આ વિભૂતિ સ્વરૂપ મુનિશ્રી સંશોધન, વાંચન આદિ કૃતિકાર્યમાં સરસ રીતે અભ્યાસરત રહી શકે તે માટે મોટાં નગરો-શહરોમાં પ્રવર્તતા નથી. પ્રાય: શંખેશ્વર આસપાસની પવિત્ર ભૂમિના નાનાં ગામોમાં જ રહી શાંતિપૂર્વક જિનશાસનની અનન્ય શ્રુતભકિત કરી રહ્યા છે, તેઓશ્રીની પાસે વિદ્વાનો પણ કંઈક જ્ઞાન-પ્રાપ્તિ, ગોષ્ઠિ માટે અવારનવાર આવી ધન્યતા અનુભવતા હોય છે. તેઓશ્રીના સંસારી સંબંધે વયોવૃદ્ધ માતુશ્રી પૂ. સાધ્વીશ્રી મનોહરશ્રીજી મહારાજના તેઓ ઉપર અપ્રતિમ ઉપકાર અને આશીર્વાદ છે, જે તેઓશ્રીના માટે પ્રેરણારૂપે સતત સહાય કરે છે.
આ ગ્રંથમાળાના સર્જક અને પોષક તરીકે તેઓશ્રીએ ખૂબ જ પ્રેરણા અને કિંમતી માર્ગદર્શન આપેલું છે અને આ પ્રવાહ સતત ચાલુ છે. આગમ પ્રકાશનનું ભગીરથ જવાબદારીભર્યું આ કાર્ય તેઓ નિઃસ્વાર્થભાવે માત્ર શાસન-ભક્તિની ભાવનાથી અને શ્રુતજ્ઞાનાદિ પ્રત્યેના પ્રકાશન-પ્રચારાદિના વિનમ્ર ભાવથી ચીવટ અને પરિશ્રમપૂર્વક અવિરત કરી રહ્યા છે, તે ખૂબ જ અનુમોદનીય અને વંદનીય છે. સંસ્થા પ્રત્યેનો તેઓશ્રીનો આ અહોભાવ અને ઉપકાર હંમેશને માટે સ્મરણીય અને અનુકરણીય રહેશે. જૈન શાસનમાં વિદ્વાનો ઘણાં છે, પરંતુ આ રીતે માત્ર ભકિતથી સંપૂર્ણપણે “આગમગ્રન્થોના સંશોધન માટે પોતાનું સર્વસ્વ નિ:સ્વાર્થભાવે સમર્પણ કરવાની ભાવના સાધુઓમાં માત્ર ગણ્યાગાંઠયા પાસે હોય, તેમાં તેઓશ્રી પ્રથમ નજર સમક્ષ તરવરી રહે છે. તેઓશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી કાર્ય સુવ્યવસ્થિત રીતે આગળ વધી રહ્યું છે. આ યોજનાના પ્રારંભમાં પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી, શ્રી જિનવિજયજી, પં. બેચરદાસ, પં. દલસુખભાઈ માલવણિયા આદિ વિદ્વાનોનો સહકાર મળેલ છે.
જુદાં જુદાં જ્ઞાનભંડારોમાં હસ્તલિખિત પ્રતો અગર તેની ફોટો માઈક્રો-ફિલ્મ મેળવી સંશોધન સંપાદન કરી, અત્યારસુધીમાં નીચે મુજબના આગમ ગ્રંથોનું પ્રકાશન થયેલ છે:
જે
9. : સુિતં અજુગાદીરાદું વ્ર ૨. (૧) : માયાનાં સુત્ત (૨) : સુચાઉં સુi
: ठाणांगसुत्तं-समवायांगसुत्तं ૪. (૧) : વિવાહપાળતિસુત્ત મા-૧, ૪. (૨) : વિવાહપતિ (ત્ત મા-૨ ૪. (૩) : વિવાદourtતસુત્ત મા-રૂ ૬. : UMવાસુ માન-૧
संः पुण्यविजयो मुनि आदि संः जम्बूविजयो मुनि संः जम्बूविजयो मुनि संः जम्बूविजयो मुनि संः पं. बेचरदास जीवराज दोशी संः पं. बेचरदास जीवराज दोशी संः पं. बेचरदास जीवराज दोशी संः पुण्यविजयो मुनि आदि
Jain Education International
• For Private & Personal Use Only
www.jainelibrary.org