Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૮
આપણું ખાતર નહીં તો આપણી ભવિષ્યની પેઢી ખાતર પણ આ કાર્ય પૂર્ણ કરવું જ પડશે.
૩ર જૈન સિદ્ધાંતનું સંશોધન કરી ચાર ભાષામાં પ્રસિદ્ધ કરવાનું છે મહદ કાર્ય આ સમિતિ લગભગ વીસ વર્ષ થયાં કરી રહી છે. તે બીના સમાજના દરેક અંગમાં જગ જાહેર છે.
અત્યાર સુધીમાં પૂજ્ય આચાર્યશ્રીએ ત્રીસ શાસ્ત્રોનું સંશોધન પૂરું કર્યું છે અને બાકીના ત્રણ સૂત્રોનું કાર્ય આ વર્ષમાં પૂરું કરી નાખશે; તેમ અમારી ધારણા છે.
બત્રીસમાંના વિસા શાસ્ત્રો તથા તેના ભાગો પ્રસિદ્ધ થઈ ગયા છે. બાકીનાં શાસ્ત્રો કેટલાંક છપાય છે. અને કેટલાકના અનુવાદ કરવાનું કાર્ય ચાલુ છે.
અસહ્ય મેંધવારીને લીધે સમિતિએ શરૂઆતમાં ધારેલા ખર્ચ કરતાં ત્રણ ગણે ખર્ચ થવાનો અંદાજ છે આથી બાકીના કાર્યને પહોંચી વળવા રૂપિયા ત્રણ લાખની તાકીદે જરૂર છે. અને તે વીરના લક્ષમીનંદન પુત્રો પાસે અમારી ટહેલ છે. તેમના તરફથી બાકીના સૂત્ર માટે રૂપિયા ૫૦૦૧ આપનારાની અમે રાહ જોઈએ છીએ.
રાજકેટ તા. ૧૫-૭-૬૩
શ્રી અ. ભા. છે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ
શ્રી ભગવતી સૂત્ર : ૫