Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 13
________________ પ્રાતદિન વિશુદ્ધાચારમાં નિયત કરવા જોઈએ. પ્રત્યેક મનુષ્ય ક્રોધાદિ કષાયોની શાંતિરૂપ સમભાવમાં રહેવાના અભ્યાસ માટે સામાયિક, અશક્ય પરિહારવાળા પાપના પશ્ચાતાપરૂપે ઉભયટંક પ્રતિક્રમણ, શરીર અને મનોબળને વિશુદ્ધિ અને દઢતા અર્પનાર બ્રહ્મચર્યની યોગ્ય મર્યાદા, રસનેંદ્રિય ઉપર યોગ્ય કાબુ મેળવવા માટે રાત્રિભોજનનો ત્યાગ તેમજ એકાસન આયંબિલ–ઉપવાસાદિ. સંયમબળ અને જિન સરખા થવા માટે જિનદર્શન અને જિનપૂજન વિગેરે આવશ્યક ક્રિયાઓ નિરંતર રસપૂર્વક ચાલુ રાખવી જોઈએ. પ્રસ્તુત ઉત્તમ ક્રિયાઓથી મનુષ્યનો આત્મા ઘડાતો જાય છે. જેમ જેમ તે અભ્યાસ વધતો જાય છે તેમ તેમ આત્મામાં સ્થિરતા પ્રાપ્ત થતી જાય છે. સમ્યફવરૂપ ઉચ્ચ આત્મ પરિણતિ આવા આત્માઓમાં ટકી શકે છે; ગૃહસ્થાશ્રમ સુંદર બને છે. દેશવિરતિપણારૂપ પંચમગુણશ્રેણિ-આત્મસ્થાનિક પ્રાપ્ત કરે છે. અને પછીથી સર્વવિરતપણાની ઉમેદવારી સફળ નિવડે છે. સંક્ષિામાં ગૃહસ્થ ધર્મને અધિકારી મનુષ્ય થાય છે. આચારશુદ્ધિ વગરની વિચારશુદ્ધિ નિરૂપયોગી બને છે. આચારશુદ્ધિ બરાબર હોય તોજ શરીરબળને પ્રાથમિક લાભ સંપૂર્ણ મળતાં સુંદર કાંસ્ય પાત્રમાં જેમ ગોધૃત શેબે તેમ શરીરબાના સામર્થ્યવાળો આત્મા સુંદર વિચારશ્રેણિને જન્માવી શકે છે તેમ જ ટકાવી શકે છે; પછીથી એ બન્ને બળો એકત્ર થતાં આત્માને મુક્તિ પ્રાપ્ત કરાવવાને સંપૂર્ણ રીતે સહાયક નીવડે છે. જેનદર્શનની આચારશુદ્ધિને મનઃશુદ્ધિ સાથે સંપૂર્ણ એકતા છે. દાન-શીલ તપ એ જે ભાવપૂર્વક-મનઃશુદ્ધિ પૂર્વક હોય તો જ સફળ થઈ શકે છે. જ્ઞાનધ્રજ કિfaઃ એ સૂત્રવડ બુદ્ધિવાદ ( knowledge) કરતાં ચારિત્રવાદ (haracter) ને મુખ્યતા આપેલી છે. પરંતુ હાલના અતિ પ્રવૃત્તિવાળા, ધન ઉપાજ ન કરવાની પ્રબળ તૃષ્ણતેમજ વિલાસપ્રિયકાળમાં મોટે ભાગે આવશ્યક યિારૂપ આચારધમ મનુષ્ય બુલી જવા પામ્યા છે. તેને અંગે મનુષ્યો ધાર્મિક મનુષ્ય રહેવા નથી પામ્યા. અર્થ અને કામ એજ મનુષ્યનું મુખ્ય લક્ષયબિંદ રહેવા પામ્યું છે: તેનું કારણ જેમ ઉપરંત પશ્ચિમના પ્રવાહને બંચતા કાળ બળને જેમ આભારી છે તેમ બીજી રીતે જૈનદર્શના નેતાઓ ભવિષ્યમાં ઉત્પન્ન થતી જેન પ્રજાના હાદિક રોગને ન જાણી શક્યા અને તેના પ્રથમથી ઉપાયો ન કરી શમા એ પણ નિમિત્તભૂત છે. વધારે ભણેલા હોય તે નાની 'તે કરતાં ઓછું પાપ કરે તે જ્ઞાની ' એ સત્ર મનુષ્ય જીવનનું પૃથક્કરણ કરતાં વધારે સુંદર રીતે બંધ બેસતુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82