Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 76
________________ પણ વર્ગ: ૫૯ ભાવાર્થ—અલ્પમાંથી પણ અલ્પ આપવું, મોટા ઉદયની અપેક્ષા ન રાખવી–ઘણું લક્ષ્મી થશે ત્યારે બહોળું આપીશ એમ સમજી રાખી થોડામાંથી થોડું આપવાની તક જવા ન દેવી, કારણ કે પોતાની ઈચ્છાનુસાર મનમાનતી લક્ષ્મી કોને કયારે થવા પામે છે? ૪ દાનથી શું ફળ પ્રાપ્ત થાય છે? ज्ञानवान् ज्ञानदानेन निर्भयोऽभयदानतः । अन्नदानात्सुखी नित्यं निर्व्याधिर्भेषजाद् भवेत् ॥ ५ ॥ ભાવાર્થ-જ્ઞાનદાનથી માણસ જ્ઞાની થાય છે, અભયદાનથી નિર્ભય થાય છે, અન્નદાનથી સુખી અને ઔષધદાનથી નિરંગી થાય છે. ૫ कीर्तिः संजायते पुण्यान दानाद्यच्च कीर्तये । कैश्चिद्वितीयते दानं ज्ञेयं तद् व्यसनं बुधैः ॥६॥ ભાવાર્થ–કીર્તિ પુણ્યથી પ્રાપ્ત થાય છે, પણ દાનથી નહિ. એમ છતાં જે કોઈ કીર્તિની ખાતર જે દાન આપે છે, તેને સુજ્ઞ પુરૂએ એક પ્રકારનું વ્યસન સમજવું. ૬ दातुर्दानमपापाय ज्ञानिनां न प्रतिग्रहः । विषशीतापही मंत्रवही किं दोषभाजिनौ ॥७॥ ભાવાર્થ–દાન કરવાથી દાતાને પુણ્ય થાય છે, અને દાન લેનાર જ્ઞાનીને તે દાનનો પ્રતિગ્રહ એટલે દેષ લાગતો નથી. કારણકે વિષ અને શીતને દૂર કરનાર મંત્ર અને અગ્નિ શું દોષિત થાય છે? ૭ व्याजे स्याद्विगुणं वित्तं व्यवसाये चतुर्गुणम् । क्षेत्रे शतगुणं प्रोक्तं पात्रेऽनंतगुणं भवेत् ॥८॥ ભાવાર્થ–વ્યાજે દેતાં ધન બમણું થાય, વેપારમાં ગણું, ખેતીમાં વાવતાં સેગણું થાય પરંતુ સત્પાત્ર (સુપાત્રમાં) આપવાથી અનંતગણું થાય છે. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82